ભારતના સ્ટાર બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન શાનદાર પ્રદર્શન કરીને કુમામોટો માસ્ટર્સ જીતનારા પ્રથમ ભારતીય બની ગયા છે. જાપાનમાં રમાયેલી મેચની ફાઇનલમાં યજમાન દેશના ખેલાડી કોકી વતાનાબેનને 3 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 2-1થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે.
ફાઇનલ મેચની શરૂઆતમાં લક્ષ્ય સેનને પ્રથમ સેટમાં 13-21થી હાર મળી હતી, પરંતુ ત્યારબાદ શાનદાર વાપસી કરતા તેમણે બીજા અને ત્રીજા સેટમાં અનુક્રમે 21-18 અને 21-14થી વિજય મેળવીને 64 મિનિટમાં ખિતાબ પોતાના નામે કર્યો હતો.
આ જીત સાથે જ લક્ષ્ય સેનની હાંગઝોઉ ખાતે યોજાનારી બીડબ્લ્યુએફ વર્લ્ડ ટૂર ફાઇનલ્સ 2026 માટેની દાવેદારી વધુ મજબૂત બની ગઈ છે.
Image Credit- IANS ( File Photo)
Lakshya Sen, Indian badminton player, BWF
Mohit Ulva News : અંડર-19 એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાન સામે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવનાર ગુજરાતના યુવા ક્રિકેટર મોહિત ઉલવાને તેના શાનદાર પ્રદર્શનનું મોટું ઇનામ મળ્યું છે. 18 વર્ષીય મોહિત ઉલવાની હવે સિનિયર ક્રિકેટમાં એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે સૌરાષ્ટ્રની સિનિયર ટીમમાં તેનો સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઈન્દોરમાં સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાશે મોહિત
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે આ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, મોહિતને સીધા ઈન્દોર પહોંચીને સૌરાષ્ટ્રની ટીમ સાથે જોડાવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
U19 Asia Cup, Mohit Ulva, Cricketer
IND vs NZ ODI: ભારતે 7 વર્ષ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર વનડે સિરીઝ જીતી છે. પાંચ મેચની સિરીઝની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ 22 રનથી ભવ્ય વિજય મેળવ્યો છે. આ પહેલાં ભારતે 2019માં ન્યૂઝીલેન્ડમાં 4-1થી વનડે સિરીઝ જીતી હતી.
માઉન્ટ મૌનગાનુઈમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ 42.1 ઓવરમાં 209 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ 48.1 ઓવરમાં 187 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી.
IND vs NZ, ODI Series
Amitabh Bachchan House Firing Planning: અમિતાભ બચ્ચનના ઘર પર ફાયરિંગ કરવાની યોજના બનાવવાના આરોપમાં દિલ્હી પોલીસે બે શાર્પશૂટર્સની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં જાલંધરનો રહેવાસી વિકાસ ઠાકુર અને તરનતારનનો રહેવાસી દીપક સિંહ સામેલ છે. બંને વિદેશમાં બેઠેલા એક ગેંગસ્ટર માટે કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, 1984ના શીખ રમખાણો અંગે અમિતાભ બચ્ચને આપેલા કથિત નિવેદનને લઈને ગેંગસ્ટર તેમને ટાર્ગેટ કરવા માગતો હતો. જો કે, અમિતાભ બચ્ચને આવું કોઈ નિવેદન આપ્યું હોવાનો ઇનકાર કર્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, વિકાસ ઠાકુર દિલ્હીના એક વેપારી પાસેથી ખંડણી વસૂલવા માટે તેના પર ફાયરિંગ કરવા આવ્યો હતો. જ્યારે દીપક સિંહ 3 ઑક્ટોબરે અમૃતસરમાં ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર મેડ સંધુની હત્યાના કેસમાં વોન્ટેડ હતો.
Amitabh Bachchan, Bollywood Actor, Delhi Police
Lalit Modi now UK Citizen | ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ના ફાઉન્ડર અને ભારત સરકાર દ્વારા ભાગેડુ જાહેર કરાયેલા લલિત મોદીએ બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી છે. આ પ્રસંગે ઓક્સફોર્ડ યુનિયનમાં 14 નવેમ્બર, શનિવારના રોજ એક વિશેષ સમારંભ યોજાયો હતો, જેમાં તેમણે પરિવારજનો અને મિત્રોની હાજરીમાં બ્રિટનની નાગરિકતા મેળવી હતી. આ ઘટનાને લલિત મોદીએ તેમના જીવનની ગૌરવપૂર્ણ ક્ષણ અને એક નવા અધ્યાયની શરૂઆત ગણાવી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ અંગે માહિતી આપતા લલિત મોદીએ લખ્યું કે, બ્રિટન વર્ષોથી મારું ઘર રહ્યું છે અને હું અહીંના લોકો, સંસ્થાઓ, પરંપરાઓ અને મૂલ્યોનું સન્માન કરું છું. બ્રિટિશ નાગરિક બનવું એ મારા માટે સન્માન અને જવાબદારી બંને છે. હવે જે દેશને હું ગર્વથી મારું ઘર કહી રહ્યો છું તેના માટે સકારાત્મક યોગદાન આપવા તત્પર છું.
બ્રિટનના કિંગ ચાર્લ્સ તૃતીયના જન્મદિવસે આ જાહેરાત કરતા લલિત મોદીએ પોસ્ટના અંતે 'ગોડ સેવ ધ કિંગ' લખીને બ્રિટિશ રાજપરિવાર પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
UK Citizenship, Lalit Modi, IPL Founder, Oxford Union
વીરેન્દ્ર સહેવાગે U19 ટીમને જીતની શુભેચ્છા પાઠવી, દીકરા આર્યવીર સાથે વાતચીત કરી જુસ્સો વધાર્યો
Virender Sehwag, Aaryavir Sehwag, India Beats Pakistan U19 Asia Cup Final, Gujarat Samachar Sports News U19 Cricket, U19 Asia Cup
Trump NVIDIA Connection: અમેરિકાના રાજકારણ અને ગ્લોબલ ટેક્નોલોજી વર્લ્ડમાં એક અત્યંત સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. એનવિડિયા (NVIDIA) ના ચાઇના કનેક્શન અને સીઇઓ જેન્સન હુઆંગના રાજીનામાના વિવાદ વચ્ચે હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જંગી શેર ખરીદીના મામલે ઘેરાયા છે. દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ચીનને લઈને એડવાન્સ્ડ એઆઈ (AI) ચિપ એક્સપોર્ટ પરનો બૅન હટાવવાના ઠીક એક દિવસ પહેલાં એનવિડિયા કંપનીના મિલિયન ડોલર્સ (લાખો ડોલર) ના શેરો ખરીદ્યા હતા.
એન્ટી-કરપ્શન ગ્રૂપ 'ડીક્લેપ્ટોક્રેસી' ના પબ્લિક ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર એનાલિસિસ અને 'ધ ગાર્ડિયન' ના અહેવાલ મુજબ, આ વ્યવહાર મે 2025 માં થયો હતો. ટ્રમ્પે બાઇડેન શાસનકાળના એવા નિયમો (AI ડિફ્યુઝન ફ્રેમવર્ક) ને રદ્દ કર્યા હતા જે રાષ્ટ્રીય સુરક્ષાના આધારે એનવિડિયાને ચીન જેવા દેશોમાં એડવાન્સ્ડ ચિપ્સ વેચતા રોકતા હતા. ટ્રમ્પ તંત્રના આ નીતિગત નિર્ણય બાદ તરત જ એનવિડિયાના શેરોમાં ઉછાળો આવ્યો હતો, જેનાથી કંપની માટે ચીનનો મોટો બજાર ફરી ખુલી ગયો હતો.
આટલું જ નહીં, રિવ્યૂ રિપોર્ટમાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. ડિસેમ્બર 2025 માં ટ્રમ્પે ફરી 50 લાખ ડોલર (5 મિલિયન ડૉલર) કે તેથી વધુ રકમના એનવિડિયા શેરો ખરીદ્યા હતા. આ ખરીદી એવા સમયે થઈ હતી જ્યારે ટ્રમ્પ સરકારે ચીનને નવી H200 ચિપ્સ સપ્લાય કરવા માટે મંજૂરી આપી હતી. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે 2025 દરમિયાન AI સંબંધિત 68 કંપનીઓમાં રોકાણ કર્યું હતું, જેમાં એકલી એનવિડિયામાં જ 53 ટ્રેડ અને એપલ, માઇક્રોસોફ્ટ જેવી ટેક કંપનીઓનો સમાવેશ થાય છે.
America, Donald Trump, NVIDIA, China
Groundnut Oil Price Hike Gujarat : નૂતન વિક્રમ સંવંત 2028ના આરંભ સાથે જ મોંઘવારીના કડવા ડામ આપવાનું શરૂ કરાયું છે. 6 દિવસ દિવાળી વેકેશનમાં તેલબજાર બંધ રહ્યા બાદ ખુલતી બજારે જ સિંગતેલનો ડબ્બો રૂ. 3,100ની ઐતિહાસિક ઉંચાઈને પાર કરીને રૂ. 3,110એ પહોંચી ગયો છે.
આશ્ચર્યજનક વાત એ છે કે, મગફળીનું પર્યાપ્ત ઉત્પાદન, સ્થિર માગ, સાઈડ તેલોના ભાવમાં ઘટાડો, હાલમાં યાર્ડમાં નવી મગફળીની ધોધમાર આવક એમ ભાવ ઘટે તેવા સંજોગો છતા ભાવ વધી રહ્યા છે.
ગુજરાત સહિત દેશમાં મગફળીનું રેકોર્ડ ઉત્પાદન
મગફળીનું ઉત્પાદન ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચાલુ વર્ષે યથાવત જળવાયું છે અને ગત વર્ષે તો વિક્રમજનક ઉત્પાદન થયું હોવા છતાં ભાવમાં નિરંકુશ વધારો જોવા મળ્યો છે. ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન 5 વર્ષમાં 45 લાખ ટનથી વધીને ગત વર્ષે 62 લાખ ટનના રેકોર્ડબ્રેક ઉત્પાદન બાદ ચાલુ વર્ષે પણ 50 લાખ ટનથી વધુ ઉત્પાદનનો અંદાજ છે.
તેલલોબી બેફામ! લોકો બધુ સહી લેશે તે પૂર્વધારણાથી મનફાવે તેમ ભાવવધારો
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગત 5 વર્ષમાં મગફળીના પાકમાં 30 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે છતાં સરકારની મુક મંજુરી સાથે ગુજરાતનું સ્થાનિક સિંગતેલ મોંઘુ જ વેચવું હોય તેમ ભાવવધારો થઈ રહ્યો છે. તેલલોબીએ ભાવ વધારવા માટે સરકારની ચૂપકિદીને મુકસંમતિ માની લીધી છે. લોકો બધુ સહી લેશે તે પૂર્વધારણા સાથે ભાવ વધારવા જાણે છૂટ આપી હોય તેમ સરકાર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી.
Groundnut Oil, Oil Price Hike, Groundnut Farming
False Promise of Marriage Punishable Offence : ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદા મારફતે સ્પષ્ટ કર્યું છે કે, લગ્નનું વચન આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવા અને ત્યારબાદ કોઈ પણ વ્યાજબી કારણ આપ્યા વિના લગ્ન કરવાનો ઈન્કાર કરવો તે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ-69 હેઠળ શિક્ષાપાત્ર ગુનો બને છે. જસ્ટિસ એમ. કે. ઠક્કરે આરોપી યુવક દ્વારા પોતાના વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવા દાદ માગતી હાઈકોર્ટ સમક્ષ કરેલી ક્વાશિંગ પિટિશન ફગાવી દીધી હતી.
અરજદાર યુવક તરફથી દલીલ કરવામાં આવી હતી કે ફરિયાદી 23 વર્ષની પુખ્ત વયની યુવતી છે અને સંબંધો સહમતિથી બંધાયા હતા. પરંતુ, જસ્ટિસ એમ. કે. ઠક્કરે આ દલીલ નકારતા મહત્વના અવલોકનો કરતાં જણાવ્યું કે, ફરિયાદી કે અરજદાર બંનેમાંથી કોઈના દ્વારા લગ્ન નહીં કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જણાવવામાં આવ્યું નથી.
લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધ્યા બાદ કોઈ પણ કારણ વગર લગ્નનો ઈન્કાર કરવો તે BNS કલમ 69 હેઠળ ગુનો આકર્ષે છે. કોઈ પણ કારણ દર્શાવ્યા વિના લગ્ન કરવાની ના પાડી એ દર્શાવે છે કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ લગ્ન કરવાનો ન હતો, પરંતુ લગ્નના ખોટા વચન હેઠળ તેણે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
Gujarat High Court, False Promise of Marriage, Gujarat News
Gujarat Road Accidents Statistics : ગુજરાતમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના અમલ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા સતત વધી રહી હોવાની ચિંતાજનક તસવીર સામે આવી છે. વર્ષ 2025માં નોંધાયેલા કુલ માર્ગ અકસ્માતોની સરખામણીએ વર્ષ 2026માં 88 ટકા જેટલા અકસ્માતો નોંધાઈ ચૂક્યા હતા.
દર વર્ષે 15 નવેમ્બરની ઉજવણી ‘વિશ્વ માર્ગ અકસ્માત પીડિત સ્મૃતિ દિવસ’ તરીકે કરવામાં આવે છે. પ્રાપ્ત આંકડા અનુસાર, વર્ષ 2025 દરમિયાન ગુજરાતમાં કુલ 18,292 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતોમાં 8,402 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે 18,813 લોકો ઘાયલ થયા હતા. તેની સામે 1 જાન્યુઆરીથી જુલાઈ- 2026 સુધીના માત્ર 7 મહિનાના ગાળામાં જ રાજ્યમાં 16,112 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. આ અકસ્માતોમાં 4,763 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે ઘાયલ થયેલા લોકોની સંખ્યા વધીને 19,835 થઈ હતી.
આમ, વર્ષ 2025ના આખા વર્ષના અકસ્માતોની સરખામણીએ 2026ના પ્રથમ સાત મહિનામાં જ અકસ્માતોનો આંકડો 88.1 ટકા સુધી પહોંચી ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, ઘાયલોની સંખ્યા ગયા આખા વર્ષ કરતાં 1,022 વધુ નોંધાઈ હતી. એટલે કે ઘાયલોના આંકડામાં 105.4 ટકાનો વધારો થયો હતો. જ્યારે મૃત્યુઆંક ગયા વર્ષના કુલ મૃત્યુના 56.8 ટકા જેટલો નોંધાયો હતો.
Gujarat News, Road Accident, Road safety, Gujarat Samachar