વધુ માહિતી માટે યુજીવીસીએલના ટોલ ફ્રી નંબર ૧૯૧૨૧ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ પર સંપર્ક કરો.
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL#UGVCL
લાઈટ બિલમાં સ્માર્ટ બચત કરવા માટે યુજીવીસીએલના સ્માર્ટ મીટર એક બહેતર વિકલ્પ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા ૬ મહિનામાં (એપ્રિલ થી સપ્ટેમ્બર ૨૦૨૬) ઉત્તર ગુજરાતના ૩.૯૯ લાખથી વધુ ગ્રાહકોએ રૂ. ૫.૨૮ કરોડથી વધુનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે.
સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો દિવસે ૧૧ થી ૫ વાગ્યા દરમિયાન વીજળીનો વપરાશ કરે, તો તેમને પ્રતિ યુનિટ ૬૦ પૈસાનું સીધું રિબેટ મળે છે. આ યોજનાનો લાભ લઈને આપ પણ દિવસ દરમિયાન વીજ વપરાશનું યોગ્ય આયોજન કરી શકો છો અને તમારા માસિક બિલમાં મોટી બચત કરી શકો છો.
ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાનું ટાળવું એ સ્માર્ટ વપરાશની નિશાની છે, જેનાથી તમારું માસિક બિલ નિયંત્રણમાં રહે છે. ફ્રિજનો દરવાજો લાંબો સમય ખુલ્લો રાખવાથી તેનું કૂલિંગ ઘટે છે અને ક���મ્પ્રેસર પર ભાર વધે છે. હંમેશાં ગરમ ખોરાકને સામાન્ય તાપમાને આવ્યા પછી જ ફ્રિજની અંદર મૂકવાની ટેવ પાડો.
પાણી ગરમ થતાં જ ગીઝરની સ્વિચ તરત બંધ કરી દેવી જોઈએ, કારણ કે સમયસર સ્વિચ ઓફ કરવાથી વીજળીનો શૂન્ય વ્યય થાય છે. ન્હાવાની માત્ર થોડી જ મિનિટો પહેલાં ગીઝરની સ્વીચ ઓન કરવાની આદત રાખો અને તેને લાંબો સમય સુધી બિનજરૂરી ચાલુ રાખીને વીજળી ન વેડફો. આ નાની સાવચેતી મોટા પાયે વીજળી બચાવે છે.
ચોઇલા અને ચંડીસર પેટા વિભાગમાં 100% સ્માર્ટ મીટર સ્થાપન સાથે વીજ વ્યવસ્થાને મળી નવી સ્માર્ટ ઓળખ મળી છે.
70 ગામોના 32,332 વીજ ગ્રાહકો સુધ�� સ્માર્ટ મીટરની સુવિધા પહોંચાડીને UGVCL વધુ પારદર્શક બિલિંગ, વીજ વપરાશની સચોટ માહિતી અને આધુનિક વીજ વ્યવસ્થાની દિશામાં આગળ વધી રહ્યું છે.
વધુ માહિતી કે સહાયતા માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના ટોલ ફ્રી નંબર ૧૯૧૨૧ અથવા ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫ પર સંપર્ક કરો.
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL#UGVCL
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વાર��� ખેતીવાડી વીજજોડાણ ધારકો માટે અગત્યની અપીલ કરવામાં આવે છે કે GERC ના ��િયમો અનુસાર દરેક ખેતીવાડી વીજજોડાણમાં મોટરની ક્ષમતા (H.P.) મુજબ યોગ્ય ક્ષમતાનું ISI માર્કાવાળું કેપેસિટર લગાવવું ફરજિયાત છે.
ખેતીવાડીમાં યોગ્ય ક��પેસિટર લગાવવાથી પાવર ફેક્ટરમાં ઉત્તમ સુધારો થાય છે, લાઈન લોસ ઘટાડવામાં મદદરૂપ બને છે તેમજ મોટર બળી જવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. તો આજે જ તમારા ખેતીવાડી વીજજોડાણમાં મોટરની ક્ષમતા મુજબનું યોગ્ય કેપેસિટર લગાવીને સહયોગ આપો.
વ���શિંગ મશીનનો ઉપયોગ હંમેશાં તેની પૂરી ક્ષમતા (Full Load) સાથે કરવો જોઈએ, જેનાથી એકસાથે કામ પૂરું થતાં ત્રેવડો ફાયદો થાય છે. થોડા-થોડા કપડાં ધોવા માટે વારંવાર મશીન ચલાવવાના બદલે જ્યારે પૂરતા પ્રમાણમાં કપડાં ભેગા થાય ત્યારે જ મશીન ચલાવો.
Important Notes:
Positive Balance જાળવી રાખવાથી સ્માર્ટ પ્રીપેઇડ મીટરમાં એનર્જી ચાર્જીસમાં ૩% નો લાભ મળે છે. 11-00 થી 17-00 દરમિયાન સ્માર્ટ મીટરમાં નોંધાવેલ વીજ વપરાશ ઉપર યુનિટ દીઠ ૬૦ પૈસાની બચત થાય છે.
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL#UGVCL
સ્માર્ટ પ્રીપેઇડ મીટર સાથે હવે વીજળીના ખર્ચમાં સીધી બચત શક્ય બની છે. પ્રીપેઇડ સિસ્ટમ હેઠળ મળતા ઓછા એનર્જી ચાર્જીસના કારણે દરેક યુનિટ પર ખર્ચ ઘટે છે. જે લાંબા ગાળે નોંધપાત્ર બચતમાં ફેરવાય છે. તો આજે જ તમારું સ્માર્ટ મીટર નોંધાવો.
…કારણ કે તેમાં ઇસ્ત્રીને વધુ ગરમી અને સમયની જરૂર પડે છે. યોગ્ય આયોજનથી કરો બચત!
* ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL)
* ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL#UGVCL
દરરોજ અલગ-અલગ કપડાં ઇસ્ત્રી કરવાને બદલે જો અગાઉથી આયોજન કરીને એકસાથે જ બધા કપડાં ઇસ્ત્રી કરવામાં આવે તો વીજળીની બચત થઈ શકે છે. વારંવાર ઇસ્ત્રી ગરમ કરવાથી વધુ પાવર વપરાય છે. આ ઉપરાંત, વધુ પડતા ભીના કપડાં પર ઇસ્ત્રી કરવાનું ટાળવું જોઈએ…
આનાથી માત્ર વીજળીની બચત જ નહીં થાય પરંતુ વીજ ઉપકરણોનું આયુષ્ય પણ સુરક્ષિત રહેશે.
* ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL)
* ટોલ ફ્રી નંબર: ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL#UGVCL
બાથરૂમ કે રસોડામાંથી બહાર નીકળતી વખતે એક્ઝોસ્ટ ફેન ચાલુ રહી જવો એ વીજળીના બગાડનું મોટું કારણ બને છે. બિનજરૂરી વીજ વપરાશ અટકાવવા માટે કામ પૂરું થતાં જ પંખાની સ્વિચ બંધ કરવાની આદત કેળવો. જ્યારે પણ ઘરની બહાર જાવ, ત્યારે એકવાર તમામ સ્વિચ ચેક કરી લેવાની ટેવ પાડો.