જામનગર જીલ્લાના લાલપુર તાલુકાની રેફરલ હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય વિષયક સેવાઓ બાબતે વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થયેલ અખબાર યાદી અન્વયે જણાવવાનું કે આ હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ આરોગ્ય વિષયક સેવાઓ, લેબોરેટરી ટેસ્ટ અને દવાઓ વગેરે નિશુલ્ક આપવામાં આવે છે.