પવિત્ર રથયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે SGVP મેમનગર ખાતે જવાનું થયું. આ અવસરે આયોજિત ધાર્મિક વ્યાખ્યાનમાં સહભાગી થઈ આધ્યાત્મિક જ્ઞાન અને પ્રેરણાનો લાભ પ્રાપ્ત કર્યો તેમજ પૂજ્ય સ્વામીશ્રીના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી, મેયર શ્રી @HiteshBarotBJP જી, વોટર સપ્લાય કમિટીના ચેરમેન શ્રી @dharamshi_bjp જી, સ્ટેન્ડીંગ કમિટીના પૂર્વ ચેરમેન શ્રી @DevangDani4 જી, રીક્રીએશન કમિટીના ચેરમેન શ્રી જીતુભાઈ ખચરીયા, બોડકદેવ વોર્ડના પ્રમુખ શ્રી હાર્દિકસિંહ પરમાર તથા બોડકદેવ વોર્ડના મહામંત્રી શ્રી રામભાઈ ગાધે, શ્રી પ્રણવભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના આંગણે રચાયો પર્યાવરણ સંરક્ષણનો મહાયજ્ઞ!
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબના 'એક પેડ મા કે નામ' અભિયાન અંતર્ગત આજે માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબની ઉપસ્થિતિમાં નવો ઇતિહાસ રચાયો છે.
ગાંધીનગર લોકસભા વિસ્તારના ભાડજ ખાતે અમદાવાદ મહાનગરપાલિકા અને 25,000થી સ્વયંસેવકો અને નગરજનોએ મળીને માત્ર 1 કલાકમાં મિયાવાકી પદ્ધતિથી 3.61 લાખથી વધુ વૃક્ષો વાવીને 'Guinness World Record' સ્થાપિત કર્યો છે.
પર્યાવરણ સંરક્ષણની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સહભાગી બનેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન.
#एक_पेड़_माँ_के_नाम
સાયન્સ સિટી ખાતે ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી @AmitShah સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ થયો.
આ અવસરે રૂ. 405 કરોડના વિવિધ જનકલ્યાણકારી વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત, AMC દ્વારા વિકસાવવામાં આવેલા 101 ઓક્સિજન પાર્કનું ઈ-લોકાર્પણ તેમજ BRTS સેવામાં નવી AC ઈલેક્ટ્રિક બસોનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબ, મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી, મેયર શ્રી @HiteshBarotBJP જી સહીતના પદાધિકારીશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ગુજરાતમાં પધારેલા ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
"કમળ ખીલશે, ભાજપ જીતશે"
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને પ્રચંડ વિજય માટે હાર્દિક શુભેચ્છાઓ.
રાષ્ટ્રવાદના પ્રખર પ્રણેતા, ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની જયંતિ નિમિત્તે આયોજિત ‘સ્મૃતિ પખવાડિયા’ અંતર્ગત રાષ્ટ્રીય સંગઠક શ્રી @v_shrivsatish જી ની વિશેષ ઉપસ્થિતિમાં કર્ણાવતી મહાનગર યુવા મોરચા દ્વારા ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલા છાત્ર સંમેલનમાં સહભાગી થવાનું થયું.
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્ર પ્રથમના વિચાર, અખંડ ભારતના સંકલ્પ અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેના અતૂટ સમર્પણને યુવા અને વિદ્યાર્થી શક્તિ સુધી પહોંચાડતું આ સંમેલન યુવા પેઢીમાં રાષ્ટ્રભાવના પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવનારું રહ્યું.
આ સંમેલનમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી, મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી, પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી @NareshDesai_ જી, મહાનગરના સાથી મહામંત્રી શ્રી @Gautamkathiriy8 જી, શ્રી @umangnayakbjp જી, મહાનગર યુવા મોરચાના અધ્યક્ષ શ્રી @ketupatel4bjp પણ ઉપસ્થિત રહ્યા.
ગુજરાત સરકારના મંત્રી, ડીસા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @pravinmalibjp જી ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ઈશ્વરને આપના દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્થે પ્રાર્થના કરું છું.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી એ આજે પ્રદેશ આઈ.ટી.વિભાગ તથા પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગના સંયોજક અને સહ સંયોજકોના નામોની જાહેરાત કરી છે.
નવનિયુક્ત હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત કુબેરનગર વોર્ડ ખાતે આયોજિત મંડળ પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.
પ્રશિક્ષણ પૂર્ણ થયા બાદ વર્ગની સમગ્ર ટીમ સાથે સંવાદ કરી તેમના અનુભવ, ઉત્સાહ અને સંગઠન પ્રત્યેના સમર્પણને નજીકથી જાણવાનો અવસર મળ્યો. પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે ટીમે દર્શાવેલી કાર્યનિષ્ઠા, સમયબદ્ધતા અને સમર્પિત ભાવનાને વંદન. સમગ્ર મંડળ પ્રશિક્ષણ વર્ગનું સુચારુ, સુવ્યવસ્થિત અને સફળ આયોજન કરવા બદલ વ્યવસ્થા ટીમને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ.
આ પ્રસંગે મહાનગરના ઉપાધ્યક્ષ શ્રી @BJPBhaskarBhatt જી, મહાનગરના પૂર્વ મહામંત્રી અને નિકોલ વોર્ડના કાઉન્સિલર શ્રી @PareshBLakhani જી સહિત મહાનગરના પદાધિકારીશ્રીઓ અને કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
મિત્ર, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ સહ-પ્રવક્તા ,વડોદરા જિલ્લા ભાજપ ના પ્રભારી @DrRutvij ને જન્મદિવસની અનેકગણી શુભકામનાઓ..