નીલગાયનું માઁ વિનાનું નાનું બચ્ચું ખેતરમાં આવી ચડતા જાગૃત ખેડૂતે કૂતરાઓથી બચાવી વન વિભાગને જાણ કરતા રેન્જ સ્ટાફ દ્વારા રેસ્ક્યુ કર્યા બાદ જરૂરી સારસંભાળ કરી વન વિસ્તારમાં સલામત રીતે મુક્ત કરવામાં આવ્યું.
@arjunmodhwadia@pravinmalibjp@GujForestDept@DCFKutchWest
ચાલુ વર્ષે ગુજરાતના ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને ���ચ્છ સહિતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નહિવત થયો છે. આ પરિસ્થિતિના કારણે ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે પશુપાલકોની આ સ્થિતિને ગંભીરતાથી લઈને માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઘાસની અછત ધરાવતા વિસ્તારોમાં સબસિડી સાથે રાહત દરે ઘાસ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજનાનો સીધો લાભ પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જિલ્લાના પશુપાલકોને મળશે.
આ આયોજન હેઠળ પોરબંદર શહેરમાં ઘાસ ડેપો કાર્યરત કરી દેવાયો છે, જ્યાં પશુપાલકદીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે રૂ. ૨ પ્રતિ કિલોના રાહત દરે ઘાસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં વધુ સ્થળોએ ડેપો શરૂ કરીને પૂરતા પ્રમાણમાં ઘાસ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, ખેતમજૂરી પર નભતા પરિવારોને આજીવિકાની સમસ્યા ન નડે તે માટે 'જી રામ જી' યોજના હેઠળ રોજગારી પૂરી પાડવામાં આવશે.
પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભવિષ્યમાં પીવાના પાણીની કે અછતની સમસ્યા ન સર્જાય તે માટે જળસંપત્તિ અન�� પાણી પુરવઠા મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને આગોતરું આયોજન હાથ ધરાયું છે. હાલ ફોદાળા અને ખંભાળા ડેમમાં પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, ભવિષ્યમાં જો પાણીનું સ્તર ઘટે તો ડેમ સાઇટ પર નવા કૂવાઓ ખોદવા તેમજ નર્મદા પાઇપલાઇન મારફતે પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરીને જળ વિતરણ જાળવી રાખવામાં આવશે.
ચોમાસાની ઋત��� પૂર્ણ થયા બાદ નિયમાનુસાર સર્વે અને આનાવારીની કામગીરી હાથ ધરાશે, અને સરકારી મેન્યુઅલની જોગવાઈઓ મુજબ પાક નુકસાનીના વળતર અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
આજરોજ નીલગાય���ું અનાથ બચ્ચું મહેસૂલી વિસ્તારમાં કૂતરાઓ વડે ઘેરાયેલું હોવાના સમાચાર મળતા દયાપર ઉત્તર રેન્જ સ્ટાફ દ્વારા તેને રેસ્ક્યુ કરી વન વિસ્તારમાં સલામત છોડવામાં આવ્યું.
@arjunmodhwadia
@pravinmalibjp
@GujForestDept
@DCFKutchWest
ન���ગ પંચમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ! 🙏
નાગ પંચમીનો આ પવિત્ર તહેવાર આપણને પ્રકૃતિ, સર્વ જીવસૃષ્ટિ અને માનવજીવન વચ્ચે પરસ્પર સુમેળ જાળવીને જીવવાનો દિવ્ય સંદેશ આપે છે. નાગ દેવતા પ્રત્યેની આપણી ધાર્મિક આસ્થા અને સમૃદ્ધ પરંપરાનું સન્માન જાળવવાની સાથે, નાગ દેવતાના આશીર્વાદ મનુષ્ય જીવન માટે સંજીવની બને તે દિશામાં ગુજરાત સર્પદંશથી થતા માનવમૃત્યુ અટકાવવા માટે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અભિગમ ��ાથે પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યું છે.
આપ સર્વને જણાવતા આનંદ થાય છે કે, ગુજરાતમાં જોવા મળતી સ્થાનિક સર્પપ્રજાતિઓની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં જ પ્રદેશ-વિશિષ્ટ 'એન્ટી-સ્નેક વેનમ' તૈયાર કરવાની દિશામાં ઝડપી કામગીરી ચાલી રહી છે.
આપણે સૌ જાણીએ છીએ કે, ભારતમાં માનવ-વન્યજીવ સંઘર્ષના કારણે થતા મૃત્યુમાં સર્પદંશ એ એક અત્યંત ગંભીર અને મોટું કારણ છે. આવી પરિસ્થિતિમાં વધુ અસરકારક ��ને ચોક્કસ પરિણામ આપતું એન્ટી-સ્નેક વેનમ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થવાથી આપણે અનેક અમૂલ્ય માનવજીવન બચાવી શકીશું.
#NagPanchami #SnakebitePrevention #AntiSnakeVenom
૭૭ માં વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી દયાપર ખાતે કરાઈ જેમાં શ્રી @TBChhangaBJP સાહેબ, શ્રી પી. એમ. જાડેજા સાહેબ, પ્રભાબેન હુણ સહિતના અગ્રણીઓ તેમજ નાગરિકો બહોળી હાજરી આપી સરકારશ્રીના હરિત ગુજરાતના પ્રયાસોને ઉત્તેજન આપ્યું હતું.
@arjunmodhwadia@pravinmalibjp@GujForestDept
K.L.T.P.S. પાનંધ્રો ખાતે દીપડાનું બચ્ચું જોવા મળ્યાની માહિતી મળતા કર્મચારીઓના બચાવ તેમજ વન્યજીવના સંરક્ષણ માટે રેન્જ સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરવામાં આવી.
@arjunmodhwadia@pravinmalibjp@GujForestDept@DCFKutchWest
ગુજરાત માટે આનંદ અને ગૌરવના સમાચાર! 👇
બનાસકાંઠાના જૂના ડીસા ખાતે આકાર લેનાર એશિયાના પ્રથમ ડેઝર્ટ-થીમ આધારિત ‘ડ્રાઇવ-થ્રુ નાઇટ સફારી’ અને ઝૂઓલોજિકલ પાર્કને Central Zoo Authorityની મંજૂરી મળી છે.
આ પ્રોજેક્ટ એશિયાનું પ્રથમ ડેઝર્ટ થીમ આધારિત ઝૂ હશે... વિશ્વનું આ પ્રકારનું ત્રીજુ ડેઝર્ટ-થીમ ઝૂ હશે અને વિશ્વું ચોથુ નાઇટ સફારી ઝૂ બનશે, જે ગુજરાતના વન્યજીવ સંરક્ષણ, સંશોધન અને ઇકો-ટુરિઝમને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપશે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ 👇
🔹 103 હેક્ટરનો વિશાળ વિસ્તાર
🔹 ₹542.14 કરોડનો અંદાજિત ખર્ચ
🔹 83 જેટલી પ્રજાતિઓ
🔹 લગભગ 2,700 દેશી-વિદેશી પશુ-પક્ષીઓ
🔹 નાઇટ સફારી માટે 5 વિશેષ એન્ક્લોઝર (વિશેષ રીતે ડિઝાઇન કરાયેલા એન્ક્લોઝરમાં મુલાકાતીઓ નિશાચર વન્યજીવોને તેમના સ્વાભાવિક વર્તન સાથે નજીકથી નિહાળી શકશે)
Wildlife Conservation + Rescue + Rehabilitation + Breeding + Environmental Education + Scientific Interpretation આ તમામ પાસાંને એકસાથે સમાવીને આ ઝૂ વન્યજીવ સંરક્ષણ અને જ્ઞાનનું વિશ્વસ્તરીય કેન્દ્ર બનશે.
#Gujarat #Deesa #DesertZoo #NightSafari #EcoTourism #Banaskantha
વન્યસૃષ્ટિનું અસ્તિત્વ એટલે માત્ર જંગલો અને પ્રાણીઓનું અસ્તિત્વ નથી… એ માનવજાતના ભવિષ્યની સુરક્ષા છે,
કારણ કે પ્રકૃતિનું સંતુ��ન ટકશે, તો જ જીવનનું સંતુલન ટકશે.. વન્યજીવન બચશે, તો જ આવતી પેઢીઓનું ભવિષ્ય બચશે.
#WorldLionDay #AsiaticLion #Gujarat
પ્રકૃતિ સાથે શીખવાનો અનોખો અવસર!
ગુજરાત રાજ્યની તમામ બોર્ડની શાળાઓના આચાર્યશ્રીઓને જાણ કરવામાં આવે છે કે ગુજરાત વન વિભાગ દ્વારા વર્ષ 2026-27 માટે Nature Education Camp (NEC) માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે.
ખાસ નોંધ:
🌳શાળાએ વિદ્યાર્થીઓને NEC શિબિર સુધી લાવવા અને પરત લઈ જવાની વ્યવસ્થા સ્વખર્ચે કરવાની રહેશે
🌳વન વિભાગના તમામ નિયમો અને શરતોનું પાલન કર���ાનું રહેશે.
🌳તમામ અરજીઓની મંજૂરી ઉપલબ્ધ લક્ષ્યાંક અને ગુજરાત વન વિભાગના નિયમો મુજબ કરવામાં આવશે.
📝 રસ ધરાવતી શાળાઓ નીચે આપેલ લીંક ઓપન કરી Google Form દ્વારા અરજી કરી શકે છે.
📞 વધુ માહિતી માટે 1926 હેલ્પલાઇન પર સંપર્ક કરો.
https://t.co/HReBSvx7Pn
Turning Challenges into Opportunities 👇
"When determination leads the way, every challenge becomes an opportunity." This vision has come to life in the Dayapar North Wildlife Range of Kutch.
Once rendered unsuitable for plantation due to severe rainwater logging, the land has been transformed through the Forest Department's innovative vision. By engineering a system to channel excess rainwater directly into strategic plantation plots, what was once an obstacle is now a vital lifeline for afforestation.
The very water that previously hindered growth now nurtures thousands of young saplings, laying the groundwork for a greener, more resilient ecosystem.
#GreenGujarat #SustainableDevelopment #ForestConservation #Kutch #Dayapar
*આપદાનું અવસરમાં પરિવર્તન*
પ્રતિ વર્ષ નરા વન વિસ્તારમાં વાવેતર માટે નડતરરૂપ વરસાદી પાણીના ભરાવાને પ્લોટ તરફ વાળવાનું શરૂ કર્યું છે.
જે પાણી એક સમયે નડતર હતું, હવે એ પાણી જ વાવેતર માટે આશીર્વાદ બનશે!
@arjunmodhwadia@pravinmalibjp@GujForestDept@DCFKutchWest
One of India's rarest and most threatened wild cats - Caracal has been sighted in the forest area of the Kutch West Forest Division, reaffirming Kutch's incredible biodiversity and ecological significance.@GujForestDept@ccfkachchh