ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઇવીએમ તથા વીવીપેટના સલામતી અને સંગ્રહ માટે વેરહાઉસનું બાહ્ય રીતે માસિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું.
@ECISVEEP@CEOGujarat@SpokespersonECI
લગ્ન જેવા મહત્વના પ્રસંગે પણ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવી જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
કચ્છ જિલ્લાના વવાર ગામના વરરાજાએ લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું.
#Inspiration#EveryVoteCounts@SECGujarat
"મારો વોટ - મારી તાકાત"
કચ્છ જીલ્લાનાં PwD -દિવ્યાંગ મતદારો તથા વરિષ્ઠ મતદારોએ મતદાન કરી અવશ્ય મતદાન કરવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડ્યું.
#Inspiration#EveryVoteCounts@SECGujarat
કચ્છ જિલ્લામાં હાલે તમામ મતદાન મથકો ઉપર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અનવ્યે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ છે. તમામ મતદારોને તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા જીલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ છે.
#EveryVoteCounts@SECGujarat
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં જિલ્લાના મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. આદિપુરના ૯૦ વર્ષના વરિષ્ઠ મતદાતા શ્રી ઇંદુમતિબેન દ્વારા મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી.
#EveryVoteCounts@SECGujarat
ગામ અને શહેર, ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં મતદાન માટે જોવા મળ્યો અનેરો ઉત્સાહ.
ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ વખત મતદાન કરીને લોકશાહીમાં સહભાગી થવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે કચ્છના "ફર્સ્ટ ટાઈમ વોટર્સ".
#EveryVoteCounts@SECGujarat
મતદાનના દિવસે મતદાતાઓએ પોતાની સાથે EPIC (ચૂંટણી) કાર્ડ લાવવું જરૂરી છે. પણ જો EPIC (ચૂંટણી) કાર્ડ ન હોય તો નીચે મુજબના કોઈ પણ આધારો સાથે રાખીને મતદાન કરી શકાશે.
“તમારો મત – તમારો અધિકાર”
@SECGujarat
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 2026માં કચ્છ જિલ્લાના તમામ મતદાતાઓને ઉત્સાહભેર મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપય���ગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ છે.
🗓 તારીખ:26 એપ્રિલ 2026 (આવતીકાલે)
⏰ સમય:સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી
📍 સ્થળ: આપના મતદાન મથકે
@SECGujarat
"૨૬ એપ્રિલે તું વૉટ કર જે" (AI Jingle)
આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કચ્છ જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરવા ખાસ અનુરોધ.
@SECGujarat
SIR-2026 અંતર્ગત આજરોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિની બેઠક બાદ ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા જેમાં તેમના દ્વારા કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો.
@ECISVEEP@CEOGujarat
કચ્છ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતના સંદર્ભમાં વિવિધ તબક્કાઓની કાર્યવાહી પૂર્ણ થતાં આજરોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી તથા માન્ય રાજકીય પક્ષોને આપવામાં આવી.
@ECISVEEP@CEOGujarat@PIBAhmedabad