વાવી નથી શક્યો એક વૃક્ષ હું મારા જીવનમાં,
તેથી સળગાવજો મારા દેહને ઇલે���્ટ્રિક સ્મશાનમાં..
આનાથી બચતું હોય જો એક વૃક્ષ કોઈ વનમાં,,
તો નહીં રહે કોઈ વસવસો મારા મનમાં..
તમને સમય નથી અને મારો સમય નથી;
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી!
વીસરી જવું એ વાત મારા હાથ બહાર છે,
ને યાદ રાખવું એ તમારો વિષય નથી!
રોકી રહી છે તમને તમારી શરમ, અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી!