હવે જ્યારે મોટા થયા અને એનો ખરો મતલબ અમે જાણ્યો, ત્યારે એમના નાના એવા સાહસ માટે અમને એમના માટે માન થઈ આવે. 'ટાંચા સાધનો' આ હતું એમનું સાહસ. ખાલી થોડા એવા સાધનો અને મૂડી સાથે શરૂ કરેલો ધંધો એટલે T S Agency. છે ને નામ ક્રિએટિવ?
બધાંને પોતાના પિતાને રોલ મોડેલ માનતા મેં જોયા છે. જેમાંથી પ્રેરણા મળે એવું કોઈ હીરો જે રિયલ લાઈફમાં હોય તો એ પપ્પા છે. મારા પપ્પાના નાના એવા પતરાના ધંધાનું નામ T S Agency છે. અમે જ્યારે પણ પૂછીએ કે 'પપ્પા, આ T S નું ફૂલ ફોર્મ શું?' હસતા હસતા એ વાત ઉડાવી દે.
અવકાશના વિષય પર લખાયેલી આ નવલકથા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સવાર છ અવકાશયાત્રીઓના જીવનના એક દિવસની સ્ટોરી છે. જેમાં તેઓ ૧૬ સૂર્યોદય અને સૂર્યાસ્તનું અવલોકન કરે છે. સમન્થા હાર્વેની ઓર્બિટલે બુકર પ્રાઈઝ જીત્યું છે. ઓર્બિટલ આ વિષય પર બુકર પ્રાઈઝ જીતનારી સૌથી પહેલી નવલકથા બની છે.
હું છું ભારતનું ભવિષ્ય. પણ એને ઉજ્જવળ બનાવવા માટે મારે તમારો સાથ જોઈએ છે. ગ્લોબલ વોર્મિંગથી ભારતને અને આપણી ધરતી માતાને બચાવવા પ્લીઝ રિયુઝ, રિસાયકલ, અને રીડ્યુસ કરો.
અમારા જેવા નાના ભૂલકાં માટે આટલું નહિ કરો?
#IndependenceDayIndia#GlobalWarming#Celebrating78#3R
હવામ��ં લટકતા દોરડા પર કરતબ દેખાડનારા લોકોની મને હંમેશાં ચિંતા થતી. પણ મારે તને એ હકીકત કહેવી છે કે દોરડા પર ચાલનારા કે હવામાં કરતબ કરનારા લોકો કરતાં જમીન પર ચાલતા લોકોને પડી જતાં મેં વધારે વાર જોયા છે.
- ચાર્લી ચૅપ્લિન, દીકરીને લખેલ એક પત્રમાં.
સંબંધોને મજબૂત બનાવવા સંવાદ જરૂરી છે. આ સરળ ગણિત માત્ર પતિ-પત્નીના સંબંધો પૂરતું સીમિત નથી. ક્યાંક સતત અને સર��� સંવાદની કમી સંબંધોમાં લાંબુ અંતર બનાવી દે છે. આ બધું જ સમજતા હોવા છતાં અમલમાં મૂકતા જાણે સદીઓ નીકળી જાય છે.
હમણાં જ થોડો સમય વિતાવીને 'તરલા' પિક્ચર જોયું. રસોઈ એક સામાન્ય કામ કરતાં કલા છે એ વાતને પૂરી રીતે આત્મસાત્ કરે એટલું પ્રબળ વ્યક્તિત્વ તરલા દલાલ જ હોય શકે. સ્ત્રી તરીકે સપના જોવામાં હિંમત કરતાં સાથ વધારે મહત્વનો છે. ખૂબ જ સરળ અને અસરકારક રજૂઆત.
લાગણીના આવેશમાં ઘણી વખત આપણે આપણા પોતાના સ્વજનોની કેટલી બધી ભૂલોને અવગણીએ છીએ. આ વલણ ક્યારેક મને એકદમ અજુગતું લાગે છે. આપણું બધું જ્ઞાન, અનુભવો, અને સમજણ ત્યારે નકામું નીવડે છે.
શૉપિંગ મોલ્સની જેમ મને ક્રોસવર્ડ સ્ટોરમાં આંટો મારવાની ભારે તલપ લાગે. ભારતની પોતાની કહી શકાય એવી સહુ પ્રથમ દુકાનોની શૃંખલા અને એ પણ પુસ્તકોન�� એટલે ક્રોસવર્ડ. એકદમ સરસ મજાનું સંગીતમય વાતાવરણ અને શ્રેષ્ઠ પુસ્તકો તરફ દોરવી જનાર ક્રોસવર્ડના સભ્યો. જોઈએ બીજું કંઈ પુસ્તકિયો કીડો બનવા?
બાળકના વિકાસમાં મા જેટલો ફાળો માતૃભાષાનો હોય છે. એનાથી બાળકને વિમુખ કરીને પારકી ભાષા શીખવાડવાનો કોઈ અર્થ નથી. અંગ્રેજીનો વિરોધ નથી પણ ગુજરાતી ભાષાનું અપમાન કરીને અંગ્રેજીના અનુરોધ સામે વિરોધ છે.
#વિશ્વમાતૃભાષાદિવસ#માતૃભાષાદિવસ