Minister of State (MoS)
Revenue and Disaster Management, Panchayat and Rural Housing, Rural Development, Government of Gujarat MLA-118 Mahudha, GUJARAT
આજ રોજ સગડોળ, કરજણ ખાતે આવેલ મેલડી માતાજીના પવિત્ર મંદિરે આયોજિત નવચંડી યજ્ઞમાં શ્રીમતી જ્યોત્સનાબેન રબારી (પ્રમુખશ્રી, વડોદરા જિલ્લા પંચાયત) તથા શ્રી વસંતભાઈ રબારી (પૂર્વ મહામંત્રીશ્રી, કરજણ તાલુકા ) ના સ્નેહભર્યા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલ હાર્દિક સ્વાગત અને સન્માન બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
આ પ્રસંગે અમારી સાથે ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિજી તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આજ રોજ તરસાડા-બાર ગામે આવેલ પવિત્ર શ્રી હરિહરેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ પૂજ્ય સ્વામી શ્રી સરિતાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
मेरे गाँव की गौरवशाली बेटियाँ ताना-रीरी की अद्भुत संगीत साधना और समृद्ध विरासत को सम्मान देने के उद्देश्य से मैंने गुजरात में उनके नाम पर ‘ताना-रीरी संगीत महोत्सव एवं पुरस्कार’ की शुरुआत की थी।
इस पुरस्कार से सम्मानित होने वाली पहली विभूतियों में उषा दीदी और लता दीदी शामिल थी।
- प्रधानमंत्री श्री @narendramodi जी
આ પ્રસંગે માંડવીના ધારાસભ્યશ્રી કુંવરજી હળપતિજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની પ્રધાનમંત્રીશ્રીના વિચારો અને સંદેશને સાંભળ્યા.
રાષ્ટ્રહિતના વિચારો, જનજન સુધી સંવાદ !!
મન કી બાત – જનસંવાદનો પ્રેરણાદાયી કાર્યક્રમ
આજ રોજ ગામ તરસડા બાર, તા. માંડવી, જિલ્લો સુરત ખાતે બૂથ નંબર ૧૮૭ પર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’નું સામૂહિક શ્રવણ કરવામાં આવ્યું.
માંડવી વિધાનસભા મતવિસ્તારના ત્રિદિવસીય પ્રવાસના અંતિમ દિવસે વિસ્તારના પડતર પ્રોજેક્ટોની લોકપ્રતિનિધિઓ તથા સંબંધિત અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લઈ કામગીરીની સ્થળ પર જ સમીક્ષા કરી હતી.
જે અંતર્ગત ધારાસભ્ય કુંવરજીભાઇ હળપતિના હસ્તે માંડવી તાલુકાના રખસકડી ગામે વન અધિકાર અધિનિયમ હેઠળ જરૂરી વિવિધ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કુલ ૧૭ ખાતેદારોને વન અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ સુરત જિલ્લાના માંડવી વિધાનસભા ક્ષેત્રમાં આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને નાગરિકોના હક્કોના રક્ષણ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે
સુરત જિલ્લાના માંડવી તાલુકાના અંતરિયાળ અને કુદરતી સૌંદર્યથી ભરપૂર વનવસાહતી વિસ્તારના કાટકુવા ગ્રુપ ગ્રામ પંચાયત ખાતે ફૂટબોલ ટુર્નામેન્ટનું યોજાઈ હતી.આ અવસરે મારી સાથે માંડવી ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ તેમજ રાજકીય અને વહીવટી મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો
આજ રોજ માંડવી તાલુકાના આંબાપોર ગામના આદિવાસી સમાજના ખાતરીયાભાઈ વસાવા તથા છનાભાઈ વસાવાના નિવાસસ્થાને પરિવારજનો સાથે સાંજે સાત્વિક અને પરંપરાગત ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
મતદાર યાદીમાં નામ નોંધાવવાની યુવાનો માટે સુવર્ણ તક!
લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે 18 વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે ખાસ મતદાર નોંધણી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે
ખાસ નોંધણીના દિવસો
🔹29 નવેમ્બર, 2026 (રવિવાર)
🔹06 ડિસેમ્બર, 2026 (રવિવાર)
🔹13 ડિસેમ્બર, 2026 (રવિવાર)
પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ દેશવાસીઓ સાથે કરશે ‘મન કી બાત’
🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે
‘મન કી બાત’ના આ સંવાદને અવશ્ય સાંભળીએ અને પ્રધાનમંત્રીશ્રીના વિચારો તથા પ્રેરણાદાયી વાતોને જાણીએ.
📺 લાઈવ
🔸 Facebook: https://t.co/0ifbRgvl0d
#MannKiBaat#MannKiBaatWithPM
મહુધા વિધાનસભા મતવિસ્તારના વાલ્લા ગામે વાલ્લા ગામથી પીપળીયા સીમ વિસ્તાર તરફ જતાં ડામર રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અંદાજિત ખર્ચ: ₹60 લાખ
કુલ લંબાઈ: 1,260 મીટર
ગ્રામ્ય વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ મજબૂત બને અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચે એ જ અમારો સંકલ્પ છે.
મહુધા વિધાનસભા મતવિસ્તારના મીનાવાળા ગામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં નડિયાદ સિંચાઈ વિભાગ દ્વારા નદી પર નવા ચેકડેમના નિર્માણ કાર્ય સહિત રસ્તાઓના નવીનીકરણનાં કામોનો સમાવેશ થાય છે.