એક જ મોબાઇલ ફોન અને એમાંય એક જ સિમ કાર્ડ ધરાવતો, કોઈ પણ પાસવર્ડ ન રાખતો માણસ જો મળે તો એના દર્શનનો લાભ લઈ લેવો, કારણ કે આવા માણસો વિલુપ્ત થતા જાય છે.
– પર્ણકિનારીમાંથી
ત્ર�� દાયકા પૂર્વે આપણે ગામડામાં વગર પંખે જીવતા, આંગણામાં ખાટલો ઢાળીને મજાથી સૂતા. આજે ગામડામા એસી સામાન્ય થયા છે જમીન સિમેન્ટે મઢી છે દિવસે તપે છે ને રાતે પણ ઠરતી નથી. વીજળીનો વપરાશ દુનિયાના કેટલાય ભાગોને દરિયામાં ડુબાડી દેશે. કુદરતી કારણોસર સભ્યતાઓનો થયેલો અંત આપણે ભૂલી ગયા છીએ
મજબૂત માણસમાં પણ તિરાડો પડે છે, મજબૂત માણસની આંખમાં પણ ક્યારેક ખારા પાણીની પાતળી સપાટી ચળકી જાય છે, મજબૂત માણસના હૃદયને પણ ક્યારેક ધબકારા મૂકીને સૂઈ જવાનું મન થાય છે, મજબૂત માણસ પણ જર્જરિત થાય છે; પણ મજબૂત માણસની મજબૂતીનું રહસ્ય પ���તાનું સમારકામ જાતે કરવાની જાતે જ શીખેલી આવડતનું છે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)