ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે આયોજિત સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલનમાં પ્રખ્યાત હવામાનશાસ્ત્રી શ્રી અંબાલાલ પટેલનું સન્માન કરવામાં આવશે.
દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામના વતની શ્રી અંબાલાલ પટેલ માત્ર વિરમગામ વિધાનસભાનું જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના જન્મદિવસની નિમિત્તે સેવાકીય કાર્યો અને આશીર્વાદ સંમેલનમાં નિઃશુલ્ક આંખોની તપાસ અને જરૂરતમંદ લાભાર્થીઓને મોતિયાના ઓપરેશન કરી આપવામાં આવશે.
ધારાસભ્યશ્રી હાર્દિક પટેલની વર્ષ ૨૦૨૬-૨૭ ની દ્રિતીય ચરણની અંદાજિત ૩૪ લાખની ગ્રાન્ટમાંથી વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારના ૨૩ ગામોને પાણીના ટેન્કર આપવામાં આવશે.
ગતવર્ષે પ્રથમ ચરણમાં ૨૦ ગામ પંચાયતને પાણીના ટેન્કર આપ્યા હતા.
વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય અને ઉત્સાહી ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના હસ્તે ફૂલવાડી ગામમાં ૮૦ લાખના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવશે.