કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ અને ગ્રામીણ વિસ્તારોને સુદ્રઢ રોડ કનેક્ટિવિટી આપવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
જિલ્લાના અતિ મહત્વના 6 માર્ગોને ફોર-લેન બનાવવા માટે ₹629 કરોડ મંજૂર કર્યા.
આ પ્રોજેક્ટ અંતર્ગત-
🔸મુન્દ્રા-લુણી-વડાલા રોડ
🔸દેશલપર-સીરચા રોડ
🔸મુન્દ્રા-ઝરપરા-કાંડગરા-ધ્રબ અને ઝરપરા ગામનો બાયપાસ રોડ
🔸નાવીનલ ગામનો બાયપાસ રોડ
🔸મોટા કાંડગરા ગામનો રોડ
🔸મુન્દ્રા-ઝરપરા-કાંડગરા રોડ
- આ માર્ગોનું વિસ્તૃતિકરણ અને બાયપાસ રોડના કાર્યો હાથ ધરાશે.
નવા બાયપાસ અને ફોરલેન માર્ગો બનવાથી મુન્દ્રા પોર્ટ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે વાહનોનું પરિવહન વધુ ઝડપી તેમજ સુરક્ષિત બનશે.
આ સુવિધાથી સ્થાનિક નાગરિકોનું 'ઈઝ ઓફ લિવિંગ' વધશે અને કચ્છના પ્રવાસન ઉદ્યોગને પણ નવી ગતિ મળશે.