5 વર્ષનો ફિક્સ પગાર નાબૂદ કરાવવો હોય તો હવે એક થવાનો સમય છે
2 નવેમ્બરે ગાંધીનગર આવો. ફોરેસ્ટ કર્મચારીઓ સાથે જોડાઈને આંદોલનને વધુ મોટું અને મજબૂત બનાવીએ.
આપણા હક માટે એકજૂથ થઈ અવાજ ઉઠાવીએ
#Remove_Fix_Pay_Gujarat
બે સમાન કામ કરતા કર્મચારીઓ માટે પગારનો આટલો બધો તફાવત કેમ? દરરોજ નવી નવી યોજનાઓ આવે છે પરંતુ કર્મચારીઓ માટે ફિક્સપેની આવી જૂની સિસ્ટમ કેમ? શું ફિક્સ પગારદારની પરિસ્થિતિ તમે ખુલ્લી બે આંખ થી નથી જોઈ શકતા? #remove_fix_pay_in_gujarat@sanghaviharsh#remove_fix_pay_in_gujarat
ગાંધીનગરથી લઈને તમામ જિલ્લાઓ સુધી સંભળાઈ રહ્યો છે કર્મચારીઓનો ચિચિયારીઓથી ભરેલો આક્રોશ!
વન, મહેસૂલ કે આરોગ્ય—અલગ થઇને લડવાનું બંધ કરો. જો બધા વિભાગો એક થઈને રસ્તા પર ઉતરશે, તો સરકાર-પ્રશાસનને ઝૂકવું જ પડશે. આ ડરની બેડીઓ તોડો, યુનિટી જ આપણું સૌથી મોટું શસ્ત્ર છે! #RemoveFixedpay
Fixpay વિરોધી સરકાર
કર્મચારી ઓ ને પગાર દેવા માં તિજોરી પર બોજો આવે છે. જ્યારે આજ સરકાર SC માં કેસ અટવાડી ૧૩-૧૪ વર્ષ થી વકીલો ની લાખો ની ફી ચૂકવવામાં કોઈ વાંધો નથી.
મૂળ નિયત નથી બાકી બોજો ખાલી બાનું છે.
#Remove_Fix_Pay_Gujarat#RemoveFixPayInGujarat#Removegoverment
પરીક્ષા પાસ કરતી વખતે યુવાનોની ક્ષમતા અને લાયકાત સ્વીકારવામાં આવે છે, તો નોકરી મળ્યા પછી 5 વર્ષ સુધી પૂર્ણ પગાર અને કર્મચારીના હકો આપવામાં કેમ નથી આવતા?
મોંઘવારીના આ સમયમાં યુવાનોને આર્થિક સંઘર્ષમાં ધકેલવાને બદલે તેમને ન્યાય આપો.
#Remove5YearFixPay#Remove_Fix_Pay_Gujarat
પાંચ વર્ષ એટલે કર્મચારીના જીવનનાં અમૂલ્ય વર્ષો!
આ સમયગાળામાં પરિવારની જરૂરિયાતો અટકતી નથી, મોંઘવારી અટકતી નથી અને જવાબદારીઓ પણ ઘટતી નથી.
ગુજરાત સરકાર, ફિક્સ પે કર્મચારીઓની સમસ્યાને ગંભીરતાથી સમજો અને ન્યાયસંગત નિર્ણય લો.
#Remove_Fix_Pay_Gujarat#Remove5YearFixPay@cmoguj
"ફિક્સમાં છો, છૂટા કરી દેશું"—આ ધમકીઓ આપતા અધિકારીઓ યાદ રાખે કે ખુરશીઓ કાયમી નથી હોતી,કર્મચારીઓનો આક્રોશ કાયમી હોય છે! ૫ વર્ષ સુધી વાર્ષિક વધારો છીનવીને યુવાનોની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું બંધ કરો. આ ગુલામી પ્રથાનો અંત લાવવા તમામ વિભાગો એક સમાન મંચ પર આવીને રણશીંગું ફૂંકો! #Gujarat
કર્મચારી વૃદ્ધ થાય ત્યારે તે કામગીરી માટે ફિટ છે કે નહીં એની ચિંતા જો સરકાર ને થતી હોય અને અનફિત સાબિત થતા તેને સીધા ફરજમુક્ત કરવા પણ સરકાર નિર્ણય લેતી હોય તો એ જ કર્મચારી જ્યારે પોતાના સુવર્ણકાળ યુવાની માં હોય ત્યારે એને ફિક્સ પે માં કેમ રાખી શકે સરકાર?
#Remove_FixPay_Gujarat