@vfsglobalcare help needed for PCC Application ADNY/130326/0092/01. 🚨Applied in March, but file number still hasn't been initiated. No clear answers from support so far. This is a critical document for my PR pathway. Please expedite and provide an update! #vfsglobal
@pranamianil968 જીભ પર જામી ગયેલી છે ફરીયાદ,
શબ્દ થઇ એ ઓગળે તો વાત કરશું.
સૂર્ય આથમતો નથી સાંજે મિલનનો,
તું ત્યાં આવીને મળે તો વાત કરશું.
વેશ ઝાકળનો ધરીને આંસુ આવ્યાં,
ફૂલ થઇ તું સાંભળે તો વાત કરશું.
તું ભલે દરીયા ઉલેચે છે પ્રણયના,
કોઈ મોતી નીકળે તો વાત કરશું.
હું મારા જ ઘરમાં રહેતો નથી તો,
કહું આપને શી રીતે કે પધારો?
હિસાબો મળે નહીં જે કોઈ સ્મરણનાં,
તમે એ��ે મારા જ ખાતે ઉધારો.
મને પત્રમાં રસ પડ્યો એ જગા પર,
તમે જે જગા પર કર્યો’તો સુધારો.
ફરી આજ એને મળ્યો તો વિચાર્યું,
અધૂરી ગઝલને જ આગળ વધારો.
@pranamianil968 જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તાર��ં સ્મરણ.
ખાસ અઘરું તો નથી કૈં આ વિરહનું વ્યાકરણ,
ચન્દ્રવદને આછું અમથું ચાંદનીનું આવરણ!
પત્ર પહેલાં હું જ પહોંચી જાઉં એવું કાં થતું?
શબ્દ પહેલાં શ્વાસ પહેરી લે છે જોને આભરણ!
રાજેન્દ્ર શુકલ
@pranamianil968 કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,
કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,
કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,
તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.
એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,
એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.
– મરીઝ
@pranamianil968 છીનવી લીધાં પ્રથમ ��ેણે બધાં હથિયાર પણ,
ને કહ્યું તારી હયાતી તો સ્વયં એક યુદ્ધ છે.
જેને તેં ખંડેરમાં પલટાવ્યું એ મારું હૃદય,
આજ પણ તારાં સ્મરણથી કેટલું સમૃદ્ધ છે.
જન્મતાવેંત જ નસીબ કમ્મરથી ઝૂકેલું મળે,
એટલે અહીં કોઈ પણ ઉંમરની વ્યક્તિ વૃદ્ધ છે.
#Gazals