ગુજરાતના ઇતિહાસ,વારસો,સંસ્કૃતિ,પ્રવાસન, પર્યાવરણ,પુરાતત્વ અને કલાને સમર્પિત પ્રકાશન"અતુલ્ય વારસો"હવે અંગ્રેજીમાં પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થશે.આ સામયિકના પ્રથમ મુદ્રિત અંકનું અધિક કલેક્ટર @PradipSinhRathd અને અન્ય મહાનુભાવો દ્વારા તાજેતરમાં વિમોચન થયું હતું.
*શું તમે ક્યારેય એવી જગ્યાએ ગયા છો જ્યાં ઇતિહાસ, સાહિત્ય અને આધ્યાત્મિકતાનો સંગમ થાય છે ?* ગિરનાર તળેટીમાં આવેલ દામોદર કુંડ અને એમાં પણ ભવ્ય દેવાલય અને ઐતિહાસિક વારસો આ દિવ્યતાને વિશેષ બનાવે છે. આવો કરીએ *દામ��� કુંડની ડીઝીટલ યાત્રા* એ પણ સાહિત્યકાર, ઇતિહાસકાર દ્વારા.
ગિરનારની ગોદમાં આવેલ યાત્રાધામ | ઇતિહાસ, ધર્મ અને પરંપરાનું તીર્થ | દામોકુંડ | જુનાગઢ | ATULTAVARSO
https://t.co/pBjI3HYOTY
*એક સમય હતો જ્યારે પાલનપુર શહેરનાં સ્ટેશન પર રેલ્વે આવે ત્યારે સમગ્ર મુસાફરો ફૂલોની ખુશ્બુથી પ્રસન્ન થઈ જતા* . આ નગરનું અત્તર ખુબ પ્રચલિત હતું. વર્ષો પહ��લા અહી અત્તરની પધ્ધતિસરની દુકાન કરી વિશ્વમાં અત્તર માટે જાણીતા બનેલા એ. એ. અત્તરવાલા પરિવારની અને પાલનપુર નગરીની જે પહેચાન હતી. જે તે સમયે આ નગરની આસપાસ વિવિધ પ્રકારનાં ��ૂલોના બગીચા હતા. અહી ચંપા, કેવડા, ગુલાબનાં અત્તર વિખ્યાત હતા. ખાસ કરીને આ નગરનું *માટીનું અત્તર* વિશેષ હતું જેમાં પ્રથમ વરસાદ બાદ ભીની માટી જેવી સુગંઘ આવતી. #atulyavarso #attar #palanpur
*શું તમે જાણો છો કે આજે આપણે જેને સોમનાથ નામે ઓળખીએ છીએ તેનું મૂળ નામ પ્રભાસપાટણ છે?*
વળી, પ્રભાસપાટણ પણ પોતાની અંદર અનેક વિશેષતાઓ ધરાવીને બેઠું છે. આવો જાણીએ આ ભવ્ય નગરના ઇતિહાસને. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન. પ્રભાસ ક્ષેત્ર નું બીજું નામ ભાસ્કર ક્ષેત્ર પણ છે. પ્રભાસ ક્ષેત્ર દરિયાકાંઠાને નાઘેર નામે ઓળખ���ામાં આવે છે. આ ભાગમાં એક સમય સમૃદ્ધ બંદરો હતા. અને આ લીલાછમ નાઘેર નું મુખ્ય મથક એક કાર્ય પ્રભાસપાટણ હતું. પ્રભાસ બંદર રાતો સમુદ્ર, ઉત્તર આફ્રિકા નો કિનારો અને હિન્દુસ્તાન વચ્ચેનો વેપાર નું મુખ્ય મથક હતું.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનનાં ભાગ રૂપે ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીનાં સહયોગથી *વડનગરમાં શક્તિને સમર્પિત ગૌરી કુંડમાં જળ ઉપાસના* કરવામાં આવી હતી. ગૌરીની વંદના સાથે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો જેમાં સ્થાનિક મહાનુભાવો *ખાસ કરીને મહિલાઓને આમંત્રિત કરાયા હતા. ફૂલોની રંગોળી, દીવડાઓ અને મધુર સંગીતનાં સૂરોથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું હતું.* #vadnagar #womensday #atulyavarso #gaurikund
*चौसठ योगिनी मंदिर, हीरापुर, ओडिशा*
यह मंदिर स्थानीय रूप से महामाया मंदिर के नाम से प्रसिद्ध है। पूर्वोन्मुख, वृत्ताकार यह मंदिर बिना छत का है, जिसकी खोज ओडिशा राज्य संग्रहालय के केदार��ाथ महापात्रा द्वारा १९५३ में की गई थी। इस मंदिर की परिधि २७.४ मीटर तथा ऊंचाई २.४ मीटर है। इसके सामने का भाग गौरीपट्ट की तरह दिखता है। यह स्थानीय खुरदरा बलुए पत्थर से बना हुआ है। इसमें योगिनी की मूर्तियाँ भिन्न-भिन्न मुद्राओं में स्थापित की गयी हैं तथा प्रत्येक अपनी विशिष्ट केश-विन्यास को प्रदर्शित करती हैं। अधिष्ठात्री देवी महामाया की प्रतिमा जो दस भुजाओं से युक्त है, सभी योगिनियों में सब��े बड़ी है। मंदिर के मध्य भाग में एक पुनार्निर्मित चंडी मंडप स्थित है, जिसमें क्लोराइट पत्थर से निर्मित चार शैव प्रतिमाएँ और चार योगिनी की मूर्तियाँ स्थापित हैं। नारी सौंदर्य को प्रदर्शित करती हुई यह प्रतिमाएँ बाहर से लाए गए क्लोराइट पत्थर से निर्मित की गई हैं। मंदिर के पार्श्व सतह के ताखों पर बलुआ पत्थर से निर्मित नव कात्यायिनी की प्रतिमाएँ स्थापित की गयी हैं। यह मंदिर लगभग ९वीं शताब्दी का है। Content Ref. ASI and Photo ref. Paulomi Shah, Ahmedabad.
હિંમતનગર નજીક ખેડ ચંદારણી અને રાયસિંગપુર ગામ વચ્ચે ઈ.સ. સાતમી-આઠમી સદી આસપાસનાં સાત જેટલા મંદિરોનો સમૂહ આવેલો છે અને શિવ મંદિર આગળ અદ્દભુત કુંડ જોવા મળે છે. આ મંદિર સમૂહમાં એક મંદિર સૌથી વિશેષ અને અનોખું છે એ છે પક્ષી મંદિર. આ નાનકડા મંદિર���ાં વિવિધ પક્ષીઓના અંકન જોવા મળે છે. #HeritageMirror #temples #Sabarkantha #khedroda
*ભાવનગરની ઓળખસમા સ્મારકોમાં ગંગા છત્રી અગ્રેસર* છે. વિવિધત્તમ ફૂલવેલની નાજુક ભાત ધરાવતી જાળી અને થાંભલા આ સ્થાપત્યને ખુબ જ આકર્ષક બનાવે છે. વર્ષ ૧૮૯૩ની સાલમાં બંધાયેલું આ સ્મારક સ્થાપત્યની છત્રીનાં સ્થપતિ મ���ંબઈની જે જે સ્કુલ ઓફ આર્ટસનાં આચાર્ય જહોન ગ્રિફિથ હતા. #bhavnagar #memorial #heritage
અહી પ્રસ્તુત છે ભરૂચ જિલ્લાના જંબુસર નજીક આવેલ નાનકડા ગજેરા ગામમાં જોવા મળતા ભીંતચિત્રો. અંદાજિત ૧૦૦ વર્ષથી પણ જુના ચિત્��ો હોવાની સંભાવના છે જે તત્કાલીન સમયની જીવન શૈલી, ક��ાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. અદ્દભુત કલાનાં નમૂનાઓની નિશાનીઓ જોવા મળે છે પણ વર્તમાન પરિસ્થિતિ શરમજનક છે. સ્મૃતિ સચવાઈ છે પણ સમજણ ખોવાઈ છે. #wallart #wallpainting #atulyavarso
ભુજથી માત્ર સાત કિમી જેટલા અંતરે આવેલ *ટપકેશ્વરી સાઈટ : શક્તિ અને સાહસનું સ્થાન*.
ટેકરીઓથી ઘેરાયલા આ સ્થળે તત્કાલિન માનવીઓ દ્વારા સુવ્યવસ્થિત ગુફા બનાવવાનો પ્રયાસ થયેલો જોવા મળે છે સાથે અહી ટપકેશ્વરી માતાજીનું પુરાતન મંદિર આવેલું છે. અતુલ્ય વારસો સાથે જોડાયેલા સ્થાનિક મિત્રો સાથે વાત થયા મુજબ અહીની કોતરોમાં ફોસિલ્સનાં અવશેષો પણ મળ્યાની વિગતો ધ્યાનમાં આવી અને એ પ્રકારના અવશેષો મળ્યા પણ ખરા. આ જ કારણોસર આ સાઈટને જીઓ હેરિટેજ સાઈટ તરીકે વિકાસ કરવાનું આયોજન કરાયું છે. #Kutch #atulyavarso #exploration
*નવી શિક્ષણ નીતિ NEP 2020 મુજબ ��્નાતક કક્ષાએ ઇન્ટર્નશિપ ફરજીયાત* કરવામાં આવ્યું છે જેનો હેતુ વિધાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસની સાથે સાથે ફિલ્ડમાં જઈને કા��ગીરી કરતા શીખે છે. હકીકતે આ ખુબ અગત્યનો અને જરૂરી અભિગમ છે. આ હેતુના ભાગરૂપે *ગૂજરાત વિધાપીઠનાં ઈતિહાસ વિભાગનાં ૨૮ જેટલા વિધાર્થીઓ આગામી ૧૨૦ કલાક સુધી ટીમ અતુલ્ય વારસો સાથે જોડાઈ રહ્યા છે* . અમો આ વિધાર્થીઓની મદદથી અમદાવાદ શહેરમાં આવેલ વાવોની વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસ અને અહી આગામી સમયમાં અહી વિકાસની શક્યતાઓ અંગેનો પ્રોજેક્ટ હાથ ધરવાના છીએ. *અમારો પ્રયાસ વિધાર્થીઓ અમારી પાસેથી સંશોધનની સાથે લોકજોડાણ સહ ફિલ્ડમાં કઈ રીતે કામગીરી કરી શકાય* એ શિખવવાનો છે. @gvp1920 #education #NEP2020 #heritage
આજ રોજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ *અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત અંબાજી તીર્થ ખાતે આવેલા વિવિધ આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક સ્થળોની મુલાકાત* લીધી. સમાજકાર્ય વિષય સાથે જોડાયેલા સૌ વિધાર્થ���ઓએ સૌપ્રથમવાર *શ્રી અંબાજી તીર્થધામને અલગ દ્રષ્ટીએ નિહાળી* ધન્યતા અનુભવી હતી. #atulyavarso #ambaji #tourism
આજ રોજ ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ અંબાજી તીર્થ દર્શન સર્કિટ અંતર્ગત અંબાજી તીર્થ ખાતે આવેલા વિવિધ આધ્યાત્મિક તેમજ પ્રાકૃતિક સ્થળોની મુલાકાત લીધી. સમાજકાર્ય વિષય સાથે જોડાયેલા સૌ વિધાર્થીઓએ સૌપ્રથમવાર શ્રી અંબાજી તીર્થધામને અલગ દ્રષ્ટીએ નિહાળી ધન્યતા અનુભવી હતી.@InfoGujarat
*"ખંડહર બતા રહા હૈ કિ ઇમારત કભી બુલંદ થી"* દાંતા તાલુકાનાં ગંગવા ગામનું પ્રાચીન શિવાલય અત્રે જોવા મળે છે. એવું કહેવાય છે કે તત્કાલીન સમયે આ વિસ્તારમાં પરમાર વંશનાં રાજવીઓ શાસન કરતા હતા અને સમગ્ર વિસ્તાર ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટીએ વિકસિત હતો. #danta#atulyavarso #tarsanag #gangva