પ્રદેશ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ કોરાટજી સાથે જિલ���લા કોષાધ્યક્ષ શ્રી મુકેશભાઈ ચીમનભાઈ પટેલ તથા તેમના પરિવારજનોને તેમના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
સંગઠનની શક્તિ કાર્યકર્તાઓના સમર્પણ અને પરિવારજનોના સહયોગથી વધુ મજબૂત બને છે. આત્મીય વાતચીત, પરસ્પર શુભેચ્છાઓ અને સંગઠનના ભાવિ કાર્યો અંગે થયેલો સંવાદ પ્રેરણાદાયી રહ્યો.
સૌના સ્નેહ, વિશ્વાસ અને આત્મીય આવકાર બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
#BJPGujarat #SangathanSarvopari #ShubhechhaMulakat #ViksitGujarat #TeamBJP #SevaSankalpSamarpan
🪷“જનવિશ્વાસનો સંકલ્પ અને વિકાસની દિશામાં મજબૂત માર્ગદર્શન.”🪷
છોટાઉદેપુરના લોકપ્રિય સાંસદ શ્રી જશુભાઈ રાઠવાજીએ શ્રી કમલમ રાજપીપળા ખાતે નાંદોદ તથા નગરપાલિકાના ઉમેદવારો સાથે પરિચય બેઠક કરી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું.
તેમના અનુભવી માર્ગદર્શન અને કાર્યકર્તાઓમાં ભરી આપેલા ઉત્સાહથી સંગઠન વધુ મજબૂત બનશે અને જનસેવાના કાર્યને નવી દિશા મળશે.
આ બેઠક દરમ્યાન જીલ્લા સંગઠન મહામંત્રી શ્રી આશિષભાઈ પટેલ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ શ્રી દિલીપસિંહ ગોહિલ , નાંદોદ મંડળ સંગઠનના હોદ્દેદારો તથા રાજપીપળા શહેર સંગઠનના હોદ્દેદારો, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો તથા રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
#Rajpipla #narmada #Gujarat
Well Done Narmada!
ધોરણ 10 પરીક્ષાને ઉત્સવની જેમ ઉજવીએ! ગુજરાત બોર્ડ ધોરણ 10ના પરિણામમાં નર્મદા જિલ્લો રાજ્યમાં ટોચે – 90.85% પાસ પર્સન્ટેજ સાથે શાનદાર સફળતા!
વ્હાલા વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ પરીક્ષાને ઉત્સવની જેમ લીધી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખ્યો છે. તમારા મહેનત, અધ્યાપકોના માર્ગદર્���ન અને વાલીઓના સમર્થનનું આ પરિણામ છે. ખૂબ ખૂબ અભિનંદન!
આ સફળતામાં મોદી સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ શિક્ષણિક યોજનાઓનો પણ મહત્ત્વનો ફાળો છે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષા અભિયાન, ડિજિટલ એજ્યુકેશન, સ્માર્ટ ક્લાસરૂમ અને અન્ય કેટલીક યોજનાઓના કારણે નર્મદાના બાળકોને સારી સુવિધાઓ, પુસ્તકો, મિડ-ડે મીલ, ડિજિટલ લર્��િંગ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહ્યું છે. આ યોજનાઓનો લાભ લઈને નર્મદાના વિદ્યાર્થીઓએ આ વખતે રાજ્યમાં ટોપ કરીને બતાવ્યું છે કે સારી નીતિઓ અને મહેનતનું સંયોજન કેટલું અસરકારક હોઈ શકે છે.
તમારા ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ!આગળ પણ આવી જ સફળતા મેળવતા રહો.
#GSEB #Result #NarmadaTopper #GujaratEducation #ModiGovtSchemes
આમલેથા જીલ્લા પં. મા ઢોલાર તાલુકા પં.માં ડોર ટુ ડોર પ્રચાર કરવામા આવ્યો.
જેમા દેવતુલ્ય સમાજના આગેવાનો, માતા-બહેનો, યુવાનો દ્રારા પ્રચંડ પ્રતિસાદ સાથે ખૂબ ભવ્ય વિજય સાથે આદિવાસી સમાજના વિકાસને એક નવી પ્રેરણા અને દિશા તરફ લઈ જવા દેવતુલ્ય સમાજના આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવ્યું.
સેવા પખવાડિયા – રક્તદાન, જીવનદાન!
આજે સેવા પખવાડિયા અંતર્ગત શ્રી કમલમ્ ન���્મદા,રાજપીપળા ખાતે રક્તદાન શિબિર યોજાઈ.રક્તદાન શિબિરમાં સેવાભાવી દાતાઓએ ભાગ લઈ જીવન બચાવવાનો સંકલ્પ લીધો રક્તદાન એ માત્ર સેવા નથી, એક જીવનનો આધાર છે. આ શિબિરમાં સાથે મળીને સમાજમાં સેવાભાવિની જ્યોત પ્રગટાવી
આકાશમાંથી ઊતર્યા રે, ભોળી ભવાની મા.ઊતર્યા એવા નોતર્યા રે, ભોળી ભવાની મા.
માં આધ્યાશક્તિ આરાધનાના પાવન પર્વે નર્મદા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રીના આયોજનમાં આજ રોજ માંના દરબારમાં આરતી કરવાનો અદ્વિતીય અવસર મળ્યો સાથે ગરબા પણ નિહાળ્યા.
આ અવસરે ભરૂચ લોકસભા સાંસદ શ્રી @MansukhbhaiMpજી અને નર્મદા પોલિસ અધિક્ષક વિશાખા ડબરાલજી પણ સાથે ઉપસ્થિત રહ્યા.
#Navratri2025
નર્મદા જિલ્લાનો વિકાસ એજ નક્કર નિર્ધાર
નર્મદા જિલ્લાના વિકાસ માટે સતત ભારતીય જનતા પાર્ટી કાર્યરત છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા કાર્યાલય શ્રી કમલમ્ નર્મદા ખાતે આગામી કાર્યક્રમો અંતર્ગત બેઠક યોજાઈ.
આ બેઠકમાં દરેક કાર્યોની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી.
#SevaParv
“ जब भारत के सैनिक मां भारती की जय बोलते हैं, तो दुश्मन के कलेजे कांप जाते हैं।"
ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના જવાનોએ તેમના અપ્રતિમ શૌર્ય દ્વારા વિશ્વમાં મા ભારતીના ગૌરવને વધાર્યું છે. આપણા જાંબાઝ જવાનોના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ…
#OperationSindoor
"મજબૂત સંગઠન - વિકસિત રાષ્ટ્ર"
ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી, કુશળ સંગઠક આદરણીય શ્રી રત્નાકરજી ની પ્રેરક ઉપસ્થિતિમાં “દક્ષિણ ઝોન”ની બેઠક ભાજપ કાર્યાલય, સુરત ખાતે યોજાઈ, જેમાં આગામી કાર્યક્રમો અંતર્ગત ચર્ચા કરી માર્ગદર્શન મેળવ્યું.