આજ રોજ તા. ૦૪/૦૮/૨૦૨૬ ના રોજ નારી વંદન ઉત્સવ–૨૦૨૬ અંતર્ગત "મહિલા સ્વાવલંબન દિન" અને વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર અધિકારીની કચેરી, દેવભૂમિ દ્વારકા નાં સંયુક્ત ઉપક્રમે ખાસ મહિલા રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
"નારી વંદન ઉત્સવ" અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસ જિલ્લા તાલીમ અને શિક્ષણ ભવન ખાતે પ્રાથમિક શાળાના આચાર્યો સાથે સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જિલ્લા મહિલા અને બાળ અધિકા��ી ડૉ.ચંદ્રેશકુમાર ભાંભી દ્વારા 'ગુડ ટચ-બેડ ટચ' POCSO એક્ટ, PC-PNDT એક્ટ, DVA એકટ અને POSH એકટ
"નારી વંદન ઉત્સવ–૨૦૨૬" અંતર્ગત "બેટી બચાવો બેટી પઢાવો દિન" ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દેવભૂમિ દ્���ારકા દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોટી ખોખરી ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
"નારી વંદન સપ્તાહ" ની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ રહી ��ે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "બેટી બચાવો બેટી પઢાઓ" દિવસની ઉજવણીનાં ભાગરૂપે ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં જન્મેલ તમામ દીકરીઓને દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા ખાતે "નારી વંદન ઉત્સવ–૨૦૨૬" ના પ્રથમ દિવસે "મહિલા સુરક્ષા દિન" ની ઉજવણી ડી.એમ.ગોરીયા- ખંભાળિયા ખાતે કરવામાં આવી જેમાં "ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫" ની વિવિધ જોગવાઇઓથી અવગત કરી મહિલાઓનાં અધિકારોનાં સંરક્ષણ અંગે જાણકારી આપી હતી.
માન.નિવાસી અધિક કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને "મિશન શકિત" યોજના હેઠળ જિલ્લા દેખરેખ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ જેમાં યોજનાકીય ક���મગીરીની ��મીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા "વ્હાલી દીકરી યોજના" અંતર્ગત દીકરીઓના જન્મથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કુલ ₹1,10,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
#vhalidikriyojna#vhalidikri
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા "વ્હાલી દીકરી યોજના" અંતર્ગત દીકરીઓના જન્મથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કુલ ₹1,10,000ની આર્થિક સહાય આ���વામાં આવે છે...
#Gujarat
આજ રોજ મહિલા અને બાળ અધિકારી ડૉ.ચંદ્રેશકુમાર ભાંભી કલ્યાણપુર તાલુકાની બારિયાધાર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજર રહી બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો સાથે ડ્રો�� આઉટ દીકરીઓના પુનઃપ્રવેશ માટે બેઠક કરવામાં આવી.
મહિલા અને બાળ વિકાસ વિભાગના તમામ પ્રકલ્પોના કર્મચારીઓએ જિલ્લા કક્ષાના ૨૧ જૂન ૨૦૨૬ નાં રોજ "સ્વસ્થ જીવન માટે યોગ" ની થીમ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણીમાં સહભાગી થયેલ.
#InternationalYogaDay#YogaDay2026
સુગમ ડિજિટલ ગુજરાત' સાથે હવે ઝેરોક્ષની નકલો, કચેરીના ધક્કા અને કલાકોના વેઇટિંગની ઝંઝટમાંથી કાયમી મુક્તિ મળી છે. ૧૦૦% ફેસલેસ સેવાઓ અને ડેટાના પુનઃઉપયોગ દ્વારા હવે દરેક સરકારી કામ માત્ર એક ક્લિક પર ઘરે બેઠાં પૂર્ણ થશે.
જો તમે પણ કોલેજ એડ્મિશન કે સ્કોલરશિપની તૈયારી કરી રહ્યા છો, તો આ માહિતી તમારા બહુ કામની છે! વખત અને શક્તિ બંને બચાવો. હવે જાતિ, આવક કે EWS ના ઓરિજિનલ ડિજિટલ સહીવાળા પ્રમાણ���ત્રો મેળવો ઘરે બેઠા.