રાજકોટ અમદાવાદ હાઈ વે સિક્સ લેન થવાની શરૂઆત થઈ ત્યારથી એ મુસાફરી એટલી ત્રાસજનક થઈ ગઈ છે કે ક્યારેક થાય કે જૂના ફોર લેનમાં વધુ ઝડપથી પહોંચી શકાતું હતું. એક તો ગોકળગાય ને ઉસેન બોલ્ટ કહેવડાવે એવું એ કામ કોવિડ પહેલાથી ચાલ્યા જ કરે છે. પૂરું જ નથી થતું. વર્ષોથી અઢળક ખૂણા કાઢેલા ડાઈવર્ઝન છે, જે અજાણ્યા માટે રાતના જીવલેણ બને. નવા રોડ પર પણ દર ચોમાસે મસમોટા ��ાબડા પડે છે ને પછી થીગડા લાગ્યા કરે છે. કોઈ ભેદી કારણોસર જ્યાં હાઈ વે પર ઢોરઢાંખર બેઠેલા હોય ને સતત માણસોની બેફામ અવરજવર રસ્તો ક્રોસ કરવા હોય એ ચોટીલા પાસે અકસ્માતના ભય છતાં ફ્લાયઓવર જ નથી ! બાવળા ને ચાંગોદર પાસે પણ ભીડ યથાવત છે. વચ્ચે વૃક્ષોને બદલે ઘાતક સિમેન્ટ બ્લોકના ડીવાઇડર છે. આનંદીબહેને ટાર્ગેટ પૂરો થયા પછી અન્યાયી રીતે ઉઘરાવાતા નાના વાહનોના ટોલ ને જાકારો આપ્યા પછી પણ નવું ટોલ નાકું ���ણાઈ ચૂક્યું છે. પણ રોડ બનતો નથી ! આ રોડ માત્ર થોડાક વરસાદમાં ખાડાવાળો થાય છે, એમાં જ ઝડપી છે. બાકી જે રીતે વર્ષોથી નાના ટુકડાઓમાં પણ કામ પૂરું જ નથી થતું એ કાયમી હાલાકી જોતા અહીં ટોલ ઉઘરાવવા માટે પ્લાસ્ટિકનું નાક ઉગાડવું પડે ! કાયમી મુસાફર તરીકે માત્ર સમયની જ નહિ, વાહનની નુકસાની પણ બેજવાબદારી અને ભ્રષ્ટાચારને લીધે ભોગવી છે. આટલા વર્ષોમાં તો વન ઉછરી જાય પણ મુસાફરીમાં વધુ પહોળો થવાના નામે અગાઉ કરતા કલાક બીજો ઉમેરી દેતા આ રોડનું ઠેકાણું નથી. રાજકોટ અમદાવાદ ફલાઇટ કોઈ છે જ નહિ ને ટ્રેન પણ ઓછી છે, વધુ સમય લે એવી છે. મોટે ભાગે રાતના છે. પણ ખબર નહિ, કોઈના પેટનું પાણી આ મુદ્દે હલતું નથી કારણ કે ક���ાચ મોટા નેતાઓ હેલિકોપ્ટરમાં જાય છે ને ગાડીમાં એમના ખિસ્સે ખર્ચ થતો નહિ હોય !
#UGVCL has no "uttar" for the erratic #powercut faced by residents of #Shela#SoBo#Bopal#ognaj#tragad & entire stretch of #SPRingRoad among other areas
Complaints falling on deaf ears, say citizens who fear same problems in #Monsoon too
Read More:
https://t.co/0g9IaekdX9