સાહ્યબી પડખાં ધસે છે
રાતભર રેશમી તળાઈઓમાં ,
ને કાળી મજુરી રસ્તાની
કોરે ચેનથી સૂતાંના દાખલા છે .
દવાઓ બઘી નાકામ થઇ ગઇ મરણપથારી પર ,
ત્યારે કોઈની દૂઆઓએ અસર દેખાડ્યાનાં દાખલા
છે .
અમર ક્યાં રહે છે આ જગતમાં કોઈ કાયમ ,
જેના જનમના દાખલા છે
તેના મરણનાંય દાખલા છે .
શાળાનાં દરવાજા બહાર ઉભા રહીને વાટ જોતો મિત્ર જ્યારે,
એક ખાટીમીઠી ગોળીને રૂમાલમાં વીંટાળી દાંતથી તોડીને જ્યારે કહેતો કે કોઈ પણ ટુકડો લઈ લે બંને સરખા જ છે.
એ નિર્દોષ મન અને મૈત્રીની મજા આજનાં ચોકલેટ ડે માં નથી ...