AAM બહેડીયા ગ્રામ ખાતે જીલ્લા સદસ્ય સભ્ય શ્રીમતી સોલંકી પુનકીબેન પોપટભાઈ દ્વારા બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી પોલીયો રસીકરણ બુથની શુભ શરૂઆત કરવામાં આવી.
➡️ 0 થી 5 વર્ષના દરેક બાળકને પોલીયોના બે ટીપા અવશ્ય પીવડાવો અને પોલીયો મુક્ત ભારતના સંકલ્પને સાકાર બનાવો.
આજ રોજ AAM બહેડીયા ખાતે મમતા દિવસ ઉજવણી કરવામાં આવી અને anc આભા કાર્ડ કાઢવામાં આવ્યા અને ORS વિશે અને આયલ અને કેલ્શિયમ ગોળી વિશે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
આજ રોજ બહેડીયા ગામ ખાતે જિલ્લા આયોજન અધિકારી સાહેબ શ્રી પટેલ દ્વારા બહેડિયા પ્રાથમિક શાળા 1 ખાતે પ્રવેશોત્સવ તથા વૃક્ષારોપણ કાર્યક્રમ 🌱📚
નવા શૈક્ષણિક વર્ષની ઉજવણી નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવા વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આજરોજ AAM બહેડિયા ખાતે New TB કેશ મુલાકાત લેવામાં આવી અને TPT ચાલુ કરવામાં આવી અને આભા કાર્ડ , બેંક ડીટેલ અને લોકેશન અપડેટ કરી આરોગ્ય લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ AAM બહેડીયા ગામ SBCC સભા કરી સિકલ સેલ એનિમિયા એક વારસાગત રક્તરોગ છે.સમયસર તપાસ, યોગ્ય સારવાર અનેજાગૃતિ દ્વારા આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
✅લગ્ન પહેલાં સિકલ સેલ સ્ક્રીનિંગ કરાવો
✅ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તપાસ કરાવો
✅સિકલ સેલ ટેસ્ટ દ્વારા વહેલી ઓળખ કરા
સિકલ સેલ એનિમિયા એક વારસાગત રક્તરોગ છે. સમયસર તપાસ, યોગ્ય સારવાર અને જાગૃતિ દ્વારા આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
✅ લગ્ન પહેલાં સિકલ સેલ સ્ક્રીનિંગ કરાવો
✅ ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી તપાસ કરાવો
✅ સંતુલિત આહાર અને નિયમિત આરોગ્ય ચકાસણી રાખો
✅ સિકલ સેલ ટેસ્ટ દ્વારા વહેલી ઓળખ કરાવો
આજ રોજ AAM બહેડીયા ગામ ખાતે કુડી ફળો પ્રા શાળા મુલાકાત લેવામાં આવી તથા શાળા ના આચાર્ય સાહેબ જોડે આરોગ્ય લક્ષી ચર્ચા કરવામાં આવી અને આરોગ્ય શિક્ષક ને આયન ગોળી વિશે માહિતી તથા આયન ગોળીની ચકાસણી કરવામાં આવી.
🔆 #ઝાડારોકો_જીવનબચાવો!
16 જૂન -31 જુલાઈ 2026 દરમિયાન સઘન ઝાડા નિયંત્રણ #અભિયાન અંતર્ગત આપના બાળકને ઝાડા થાય તો તરત #ORS આપો,14 દિવસ સુધી #ઝિંક ની ગોળી આપો, સાબુથી હાથ ધોવાની ટેવ અપનાવો અને પીવામાં #સ્વચ્છ પાણીનો જ ઉપયોગ કરો.
સ્વસ્થ બાળક,સુરક્ષિત ભવિષ્ય.
#STOPDiarrhoeaCampaign
આજ રોજ AAM બહેડીયા ગામ ખાતે રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ તારીખ 8/6/2026 થી 18/6/2026 સુધી રક્તપિત દર્દીઓનો સર્વે લેન્સ કરવામાં આવ્યો અને ALA એક્ટિવિટી કામગીરી કરવામાં આવી. તથા TB કેશ મુલાકાત લેવામાં આવી.
આજ રોજ AAM બહેડીયા ખાતે JAS સમિતિની મીટીંગ કરવામાં આવી. ગામના સરપંચ શ્રી અને તમામ સભ્યોને બોલાવવામાં આવ્યા હતા.
* મીટીંગ ની મુદ્દા
✅ જૂન માસ ઉજવણી, ચોમાસાની શરૂઆત થવાની હોવાથી પાણીજન્ય રોગચારા વિશે
✅ NCD લાભાર્થી અને આરોગ્ય શિક્ષણ જેવી ચર્ચા કરવામાં આવી.ANC અને PNC કાળજી લેવી
🔆 આજે સોમવાર છે આજે માતૃબાળ કલ્યાણ દિવસ છે"
▶️ આપના વિસ્તાર ની નજીકની આરોગ્ય સંસ્થા ખાતે સગર્ભા માતાઓ તથા બાળકોને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ આપવામાં આવશે. #Immunization#HealthForAll
🌱 પર્યાવરણ સંરક્ષણ તરફ એક નાનું પરંતુ મહત્વપૂર્ણ પગલું 🌱
"એક વૃક્ષ – અનેક જીવન" ના સંદેશ સાથે તમામ કર્મચારીઓએ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી.
તા. 5 જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ...
પ્રકૃતિનું રક્ષણ, એ જ આપણું કર્તવ્ય...
આવનારી પેઢીને હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય આપવા માટે વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધનનો સંકલ્પ લઈએ.
વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ...!!
#worldenvironmentday2026
આજ રોજ આયુષ્યમાન આરોગ્ય મંદિર બહેડિયા ખાતે આરોગ્ય લક્ષી કામગીરી માં જૂન માસ ઉજવણી NVBDCP સર્વે કરવામાં આવ્યો. તથા શંકાસ્પદ તાવના કેસ ની લોહીના નમુના લેવામાં આવ્યા.અને જેમાં પાણી ના પાત્રો ની ચકાસણી કરવામાં આવી પોરા જોવા મળેલ પાત્રો માં એબેટ કામગીરી કરવામાં આવી.
AAM બહેડિયા ખાતે આદિવાસી દુર્ગમ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેડવા ખાતે સફળ સ્વૈચ્છિક #રક્તદાન કેમ્પ યોજાયો।
ડોનરોના ઉત્સાહપૂર્ણ સહયોગથી કુલ 21 બોટલ રક્ત એકત્રિત થયું।
આરોગ્ય ટીમની મહેનતથી કેમ્પ સફળ રહ્યો।
#BloodDonation #રક્તદાનએમહાદાન#