આજે કાંધ ગામના કૂવા ફળિયામાં NVBDCP સર્વે, ક્લોરીનેશન ટેસ્ટ, બ્લડ શુગર ટેસ્ટ વગેરે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી. 🩺💧
જનઆરોગ્ય અને રોગપ્રતિરોધક કામગીરી અંતર્ગત ટીમ દ્વારા સ્થળ પર જરૂરી તપાસ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.
#HealthForAll#NVBDCP#PublicHealth#HealthCheckup
આજે કોંઢ ગામના મસુરી ફળિયામાં NVBDCP સર્વે, ક્લોરિન ટેસ્ટ, ANC/PNC વિઝિટ તથા LMP ટ્રેકિંગની કામગીરી કરવામાં આવી. આરોગ્ય સેવાઓ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત મેદાની કામગીરી કરવામાં આવી.
#NVBDCP#HealthForAll#ANC#PNC#LMP#PublicHealth
આજે કોંધ ગામ ખાતે શુક્રવારે અંતર્ગત Leprosy survey, Sub-NVBDCP, TB દર્દીઓની મુલાકાત, H2H સર્વે, TB સર્વે વગેરે આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી. ગ્રામ્ય વિસ્તારમાં રોગ નિયંત્રણ અને જનઆરોગ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ હાથ ધરવામાં આવી.
#HealthForAll#Leprosy#TB#NVBDCP
વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે Kondh ગામમાં NVBDCP Survey, H2H Survey, Blood Sugar Check તથા ANC/PNC Check-upનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોમાં મચ્છરજન્ય રોગોથી બચવા માટે જાગૃતિ ફેલાવી જરૂરી આરોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું.
#WorldMosquitoDay#NVBDCP#HealthSurvey#ANC#PNC
આજ રોજ કૉંધ ગામે High-Risk TB દર્દીની મુલાકાત STS તથા ડૉ. આયુષ દ્વારા લેવામાં આવી. મુલાકાત દરમિયાન દર્દીની સારવાર અને આરોગ્યની સ્થિતિ અંગે જરૂરી માહિતી મેળવવામાં આવી તેમજ દર્દીને TBની નિયમિત સારવાર, દવાઓ સમયસર લેવાની અગત્યતા, પોષણ અને નિયમિત ફોલોઅપ અંગે વિગતવાર સમજણ આપવામાં આવી.
આજે Kondhના Royal Park ખાતે આરોગ્ય વિભાગ દ્વારા TB દર્દીઓનું follow-up, ABHA Card Generation, NVBDCP Survey, ANC/PNC Visit તથા Blood Sugar Testing જેવી વિવિધ આરોગ્ય સેવાઓ કરવામાં આવી.
સર્વજન સુધી ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે સતત પ્રયત્નશીલ. 🏥💙
#HealthForAll
આજે કોંઢની S.M. બડાત પ્રાથમિક શાળા, નવચેતન સ્કૂલ તથા ભીલવાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને કૃમિનાશક દવાનું સેવન કરાવવામાં આવ્યું. આ પ્રસંગે આયુષ મેડિકલ ઓફિસર દ્વારા કૃમિનાશક દવાના મહત્વ, સેવન પદ્ધતિ તથા આરોગ્ય અને સ્વચ્છતા અંગે જરૂરી માર્ગદર્શન અને સમજ આપવામાં આવી.