ખૌફનાક! રોમાન્સના નામે દગો: પ્રેમિકાએ પ્રેમીના હાથ-પગ બાંધી તેને જીવતો સળગાવ્યો, બેંગલુરુની ઘટનાથી ખળભળાટ
બેંગલુરુના અંજનાનગરમાંથી માનવતાને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 21 એપ્રિલના રોજ કિરણ નામનો યુવાન તેની પ્રેમિકાના ઘરે ગયો હતો, જ્યાં પ્રેમિકાએ ‘અંગ્રેજી સ્ટાઇલમાં રોમાન્સ’ કરવાનું કહી કિરણના હાથ-પગ પલંગ સાથે બાંધી દીધા હતા અને આંખે પટ્ટી બાંધી દીધી હતી. કિરણ કશું સમજે તે પહેલાં જ ક્રૂર પ્રેમિકાએ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને જીવતો સળગાવી દીધો હતો. ગંભીર રીતે દાઝેલા યુવાનને હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે આ ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી મચાવી દીધી છે.
📍 અંજનાનગર, બેંગલુરુ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#BengaluruCrime #ShockingNews #CrimeUpdate #HorrificIncident #AmdavadPost
શોકદાયક! હરિયાણવી એક્ટ્રેસ દિવ્યાંકા સિરોહીનું 30 વર્ષની વયે નિધન, ચક્કર આવતા જમીન પર પટકાઈ અને જીવ ગુમાવ્યો
હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી દિવ્યાંકા સિરોહીના મોતના સમાચારથી ચાહકોમાં શોકની લહેર ફરી વળી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં માત્ર 30 વર્ષની વયે દિવ્યાંકાનું નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને અચાનક ચક્કર આવતા તે જમીન પર પડી હતી અને માથામાં ગંભીર ઈજા થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. દિવ્યાંકા ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતી હતી અને ખૂબ જ લોકપ્રિય હતી. પરિવારે તેના અંતિમ સંસ્કાર કરી દીધા છે.
📍 ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#DivyankaSirohi #HaryanviActress #BreakingNews #RIP #AmdavadPost
ચાંદખેડામાં બાળકીનું મૃતદેહ ફરી બહાર કાઢ્યું, ફૂડ પોઈઝનિંગ શંકા કેસ ગરમાયો!
અમદાવાદ પોસ્ટ - ચાંદખેડા વિસ્તારમાં બે નાની બાળકીના મોતના મામલે તપાસ તેજ બની છે. પ્રાથમિક શંકાને આધારે દફનાવવામાં આવેલ અઢી માસની બાળકીનો મૃતદેહ FSLની હાજરીમાં બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.
પરિવાર દ્વારા ડેરીમાંથી લાવવામાં આવેલા તૈયાર ખીરા કારણે ફૂડ પોઈઝનિંગ થવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ખીરાના નમૂનાઓની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે.
માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તેથી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
📍 ચાંદખેડા, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#Ahmedabad #Chandkheda #BreakingNews #Investigation #AmdavadPost
રાજકોટ RTO ને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મચ્યો ભારે ખળભળાટ! બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે, તાત્કાલિક કચેરી ખાલી કરાવાઈ
રાજકોટ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ ફેલાયો છે. ધમકીના સમાચાર મળતા જ સુરક્ષાના કારણોસર RTO કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે અને ટેસ્ટ ટ્રેક પર આવેલા લોકોને પણ પાછા મોકલી દેવાયા છે. હાલમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કચેરીમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે.
📍 રાજકોટ, ગુજરાત
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#RajkotRTO #BombThreat #BreakingNews #Rajkot #AmdavadPost
ચાંદખેડામાં હાહાકાર: બજારમાંથી લાવેલા ખીરાના ઢોંસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ મોત, પરિવારમાં આક્રંદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બે દિવસ અગાઉ એક પરિવારે બજારમાંથી તૈયાર ખીરું લાવીને ઘરે ઢોંસા બનાવ્યા હતા. આ ઢોંસા ખાધા બાદ પરિવારની ૩ મહિના અને ૪ વર્ષની બે માસૂમ બાળકીઓની તબિયત લથડી હતી અને ટૂંકી સારવાર બાદ બંનેના મોત નીપજ્યા છે. પરિવારનો ગંભીર આરોપ છે કે ઢોંસા ખાધા પછી જ બાળકોને ઝેરી અસર થઈ હતી. હાલમાં બાળકીઓના માતા-પિતા પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📍 ચાંદખેડા, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#Chandkheda #AhmedabadNews #Tragedy #FoodPoisoning #AmdavadPost
અમદાવાદ RTOને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા મચ્યો ભારે હડકંપ! તાત્કાલિક કચેરી ખાલી કરાવાઈ, પોલીસનો કાફલો ઘટનાસ્થળે
અમદાવાદ RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકી મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર આખી RTO કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી છે. ખાસ કરીને ટ્રેક ટેસ્ટ માટે આવેલા લોકોને પણ અધવચ્ચેથી જ પાછા મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
📍 સુભાષબ્રિજ RTO, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#AhmedabadRTO #BombThreat #BreakingNews #Gujarat #AmdavadPost
અમદાવાદ: ચાંદખેડામાં વિકૃત શખ્સની ગંદી કરતૂત! ચોરીના ઈરાદે આવેલા શખ્સે નગ્ન થઈ અશ્લીલ હરકતો કરી, CCTV ફૂટેજ આવ્યા સામે
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક શખ્સ બાઇક પર સોસાયટીમાં દાખલ થયો હતો, જે શરૂઆતમાં ચોર જેવો લાગતો હતો. પરંતુ થોડી જ વારમાં તેણે પોતાના કપડાં ઉતારી નાખ્યા અને અશ્લીલ હરકતો કરવાનું શરૂ કર્યું હતું. સ્થાનિકો જાગી જતાં અને બૂમાબૂમ થતાં આ વિકૃત શખ્સ નગ્ન અવસ્થામાં જ ત્યાંથી બાઇક લઈને ભાગી છૂટ્યો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.
📍 ચાંદખેડા, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#ChandkhedaNews #ViralCCTV #CrimeAlert #AhmedabadPolice #AmdavadPost
અસલાલી પોલીસને ‘ચશ્મા’ પહેરાવો કે પછી ‘હપ્તા’ ની અસર છે? જનતાએ દારૂ પકડ્યો ને પોલીસ ‘કુંભકર્ણ’ ની નિંદ્રામાં!
અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનની હદમાં એક ગજબનો કિસ્સો બન્યો છે! જે દારૂ પોલીસના સીસીટીવી કે બાતમીદારોને નથી દેખાતો, તે આજે અસલાલીની જનતાને દેખાઈ ગયો. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી રાજેશ સોની અને સ્થાનિક રહીશોએ ‘સિંઘમ’ બનીને દારૂના અડ્ડા પર એવી રેડ કરી કે પોલીસની આબરૂના લીરેલીરા ઉડી ગયા છે. કોથળા ભરીને દેશી દારૂ પકડાયો પણ અસલાલી પોલીસ તો હજુ ‘ઘોર નિંદ્રા’ માં જ છે! હવે સવાલ એ છે કે શું પોલીસને દારૂની ગંધ નથી આવતી કે પછી બુટલેગરો સાથે ‘સેટિંગ’ પાક્કું છે? જનતાની આ રેડ ખાખી વર્દી માટે જોરદાર લપડાક છે!
📍 અસલાલી રિંગરોડ, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#AslaliPolice #JanataRaid #PoliceRoast #AmdavadPost
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત પર ગોપાલ ઇટાલિયા ભડક્યા! સરકાર અને પોલીસ પર કર્યા આકરા પ્રહાર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવતા રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સરકાર વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની અટકાયતને તેમણે લોકશાહીની હત્યા ગણાવી છે. આ ઘટના બાદ આપ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ બન્યું છે.
📍 ગુજરાત
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#GopalItalia #AAPGujarat #PoliticalWar #BreakingNews #AmdavadPost
અમદાવાદ: બાપુનગર ESIC હોસ્પિટલમાં દર્દીઓના જમવામાં ઇયળો નીકળતા ભારે હોબાળો, સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખની લેખિત ફરિયાદ
અમદાવાદની બાપુનગર ESIC હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. અહીં દાખલ 42 જેટલી મહિલા દર્દીઓને પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખ હોસ્પિટલ પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. જાણવા મળ્યું છે કે કિચનની જવાબદારી સંભાળતા અધિકારી કોઈ મોટા અધિકારીના સગા હોવાથી તેમની સામે કાર્યવાહી થતી નથી. આ મામલે હવે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સુધી લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
📍 બાપુનગર જનરલ હોસ્પિટલ, અમદાવાદ
📍વધુ સમાચાર અને માહિતી માટે ફોલો કરો @amdavadpost
#BapunagarNews #ESICHospital #MedicalNegligence #AhmedabadNews #AmdavadPost