જનસેવા અને સુશાસનની અવિરત યાત્રાના 25 વર્ષ પૂર્ણ કરી રહેલા માનનીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જી પ્રત્યે સ્નેહ, કૃતજ્ઞતા અને શુભકામનાઓ વ્યક્ત કરવા 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે પોતાના ઘર આંગણે 'આશીર્વાદનો દીવો' પ્રગટાવીએ.
એક દીવો આશીર્વાદનો, એક સંકલ્પ વિકસિત ભારતનો! 🪔
યુવા મોરચો એ માત્ર સંગઠન જ નથી, પણ એ જીવનભરના ભાઈબંધોની બનાવવાની પાઠશાળા છે. ❤️
-માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ.
https://t.co/wcJvURlYfj
માન. પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાયેલા 'નશા મુક્ત યુવા – વિકસિત ભારત સંકલ્પ' અભિયાન અંતર્ગત આજે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે આયોજિત 'યુવા સંવાદ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાઓ સાથે સંવાદ કર્યો તેમજ નશામુક્ત, સંસ્કારસભર તથા રાષ્ટ્રનિર્માણ માટે સમર્પિત જીવન જીવવા પ્રેરિત કરતા માનનીય મોદીજીના ઓજસ્વી વિચારોનું શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો.
આ પ્રસંગે માન. જિલ્લા સમાહર્તા શ્રી અજય દહિયા સાહેબ, યુનિવર્સિટી કુલપતિ માન. પ્રો. હરિભાઈ કાતરિયા સાહેબ તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવા શક્તિ સાથે સંવાદ સાધવાનો અવસર મળ્યો.
નશામુક્ત યુવા જ વિકસિત ભારતના મજબૂત પાયાનું નિર્માણ કરી શકે છે. આવો, નશામુક્ત સમાજ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌ સાથે મળીને આગળ વધીએ.
#NashaMuktYuva #ViksitBharat #YuvaSamvad #sggu #BJPGujarat
प्रदेश भाजपा के संगठन महामंत्री, कुशल संगठनकर्ता एवं कार्यकर्ताओं के प्रेरणास्रोत माननीय @ratnakar273 जी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ।
ईश्वर से प्रार्थना है कि आपको दीर्घायु, उत्तम स्वास्थ्य एवं निरंतर सफलता के साथ जनसेवा के पथ पर आगे बढ़ने की असीम ऊर्जा प्रदान करें.!
આજરોજ ગોધરા વિધાનસભાના બખ્ખર બુથ નંબર 33 માં #SIR ની કામગીરી કરતા BLO ની મુલાકાત લીધી.
મુલાકાત દરમિયાન જવાબદાર સુપરવાઈઝર સાથે વાતચીત કરી SIR કામગીરીની સ્થિતિ જાણી; સાથે જ SIR પ્રક્રિયા ઝડપી બને અને આ કામગીરી દરમિયાન બુથ પ્રમુખ,BLA-2 અને કાર્યકર્તાઓ સહાયક બને તે બાબતે જરૂરી પગલા લઇ સહકાર આપવા અપીલ કરી.
"વિકસિત ભારત ક્વિઝ"
Young leaders Dialogue...Present your Ideas Direct to PM Modi sir..last date to be a part of this Quiz is 15th October.
Hurry up!!
#viksitbharatquiz
ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતીય રાજનીતિના યુગપુરુષ, 'ભારત રત્ન' શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીને પુણ્યતિથિ પર કોટિ કોટિ વંદન.
ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓના માર્ગદર્શક, અજાતશત્રુ એવા અટલજી રાષ્ટ્રસેવા માટે સદૈવ સમર્પિત રહ્યા. ઓજસ્વી વાણી અને સુશાસન થકી તેમણે દેશવાસીઓના હૃદયમાં અનન્ય સ્થાન બનાવ્યું. જ્ઞાન અને વિવેકથી સભર તેમનું જીવન અને ઉચ્ચ મૂલ્યો આપણા સૌ માટે પ્રેરણારૂપ છે.
વર્ષ 1942 માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ના નેતૃત્વ હેઠળ શરૂ થયેલ ભારત છોડો આંદોલન અંતર્ગત અસંખ્ય ક્રાંતિકારીઓએ અંગ્રેજો વિરુદ્ધ અવાજ ઉઠાવીને માતૃભૂમિના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું.
'ઓગસ્ટ ક્રાંતિ દિવસ' નિમિત્તે સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞ નમન.
ભાઈ બહેનના પ્રેમને વંદન, આ સંબંધ તો જાણે કે ચંદન,
બંને રક્ષા કરે એકમેકની, તેથી જ તો છે રક્ષાબંધન
ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક સમાન "રક્ષાબંધન" પર્વની આપ સૌને અનેકાનેક શુભકામનાઓ.
#RakshaBandhan