ખેતર નું પાણી ખેતરમાં
અને ગામનું પાણી ગામમાં
ડીસા તાલુકાના શેરપુરા ગામના ખેડૂત શ્રી કરનાજી ખેંગારજી જાટ વરસાદી પાણીનો આયોજનબદ્ધ નિકાલ કરી ખેતરમાં બનાવેલી ખેત તલાવડીને રિચાર્જ કરી રહ્યા છે. જળસંચયના આ ઉમદા કાર્ય માટે તેમને બિરદાવું છું.
#Deesa#banaskantha#khettalwadi#water
અમદાવાદ શહેરમાં ભારે વરસાદના કારણે રોડમાં ભૂઓ પડ્યો
ક્લબ O7 રોડ પર આવેલી ઓર્ચિડ સ્કાય સીટી કોમ્પેલક્ષ પાસે પડ્યો ભૂઓ
એક સાઈડનો રોડ કરાયો બંધ
#Ahmedabad#Rain@AhmedabadPolice@CollectorAhd
મોરબીમાં બપોરે મુશળધાર વરસાદ.. બે કલાકમાં બે ઇંચ વરસાદ પડ્યો. બપોરે 12 થી 2 માં સુરતમાં વધુ એક ઇંચ વરસાદ પડતા કુલ વરસાદ નો આંકડો પાંચ ઇંચ ઉપર પહોંચ્યો. પલસાણામાં બપોર સુધીમાં કુલ છ ઇંચ વરસાદ. સવારે 6 થીબપોરે 2 વાગ્યા સુધીમાં 164 તાલુકામાં વરસાદ
Big Breaking -લોકસભામાં રાહુલ ગાંધી બન્યાં વિપક્ષના નેતા
લાંબા સમયથી ચાલતી ચર્ચા વિચારણા નો આવ્યો અંત
હવે લોકસભામાં શાસક પક્ષ અને વિપક્ષ પક્ષ વચ્ચે જુબાની જંગ જામશે
અનેક નીતિવિષયક નિર્ણયમાં વડાપ્રધાન સાથે બેઠકમાં હાજરી આપશે રાહુલ ગાંધી
ધરોઈ ડેમમાંથી ગઈ કાલથી સાબરમતી નદીમાં પાણી છોડતા ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદીના કિનારાના/નીચાણવાળા ગામોના વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલ છે તેમજ સંતસરોવર ડેમ ઈન્દ્રોડા, ગાંધીનગરમાં પાણીની આવક વધતા આજ રોજ ૬૬૦૦૦ કયુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવેલ છે.. (1/2)
જે અંતર્ગત મામલતદારશ્રી ગાંધીનગર અને તેઓની ટીમ ધ્વારા નદી કિનારાના ગામોમાં જઈ લોકોને સાવચેત કરી ગ્રામ્ય કક્ષાએ ટીમો સ્ટેન્ડબાય રાખી અગમચેતીના ૫ગલાં લેવામાં આવેલ છે. (2/2)
બનાસકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદને કારણે દાંતીવાડા તાલુકાના પાંથાવાડાથી ઝાત જતા રસ્તા પર આવેલ ચેકડેમને બિલકુલ નુકસાન થયા વગર રોડ આગળ વહોળો પહોળો બનાવી રોડ પરના 4 ફૂટ જેટલા પાણી નિકાલની કામગીરી કરવામાં આવી છે.