Member of Legislative Assembly From Jamalpur-Khadia(Gujarat) Constituency 2012-2017|Former Municipal Councillor 2000-2015|Ex.Gen.Secretary Karnavati(Ahmedabad)|
વર્ષ ૨૦૧૨માં ગુજરાત વિધાનસભામાં જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો તે સમયે ઈશ્વરની સાક્ષીએ અને તે સમયના મુખ્યમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા વડીલોની ઉપસ્થિતમાં શપથ લીધા હતા તેની યાદગાર ક્ષણ.🙏
.
.
@narendramodi
એક વર્ષ પહેલા અમદાવાદના મેઘાણીનગર ખાતે થયેલી દુઃખદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત આત્માઓની પવિત્ર સ્મૃતિમાં પદ્મશ્રી હેમંત ચૌહાણ તથા તેમના સાથી કલાકારો દ્વારા આયોજિત ભજનસંધ્યામાં ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા.
આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર હિતેષભાઈ બારોટએ પણ ઉપસ્થિત રહી ભાવાંજલિ અર્પણ કરી.
ૐ શાંતિ. 🙏🏻
@HiteshBarotBJP
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી,પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.🙏
જનસેવા,સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને ગુજરાતના વિકાસ માટે આપેલ તેમનું યોગદાન સદાય સ્મરણીય રહેશે. તેમનું સાદગીભર્યું વ્યક્તિત્વ,કાર્યકર્તા કેન્દ્રિત નેતૃત્વ અને જનકલ્યાણ માટેનું સમર્પિત જીવન આપણાં સૌ માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
@vijayrupanibjp
માનનીય પ્રધાનમંત્રી શ્રી. Narendra Modi જી દેશના સૌથી લાંબો સમય સેવારત રહેનારા પ્રધાનમંત્રી બન્યા છે, જે તેમના પ્રત્યે જન-જનના અતૂટ વિશ્વાસનું પ્રતીક છે.
માનનીય પ્રધાનમંત્રીશ્રી દીર્ઘાયુ રહે અને તેમનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તેવી મંગલ કામના સાથે જમાલપુર-ખાડિયા વિધાનસભાના ખાડિયા વોર્ડ ખાતે હાટકેશ્વર મંદિરમાં આવેલ બહુચર માતાની મંદિરમાં આરતી ઉતારી.
આ અવસરે ખાડીયાના પૂર્વ મ્યુન્સિપલ કાઉન્સિલર શ્રી.મયુરભાઈ દવે,પ્રદેશ મીડિયાના ડિબેટ પેનલિસ્ટ સભ્ય શ્રી.ડો હેમંતભાઈ ભટ્ટ ખાડિયા વોર્ડ ભાજપના પ્રમુખ શ્રી.જયેશભાઇ રામી,વોર્ડ ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી.રાકેશભાઈ ભાવસાર તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Birthday Greetings to BJP leader and former Home Minister of Gujarat Shri.Pradipsinh Jadeja Ji.
May the Almighty bless you with Good health and long life and may you keep serving the country with the same zeal forever!
@PradipsinhGuj
જય જગન્નાથ! 🙏
આજે પવિત્ર જગન્નાથ મંદિર ખાતેગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી.દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી મહાઆરતીમાં ઉપસ્થિત રહી પ્રભુ શ્રી જગન્નાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi સાહેબના નેતૃત્વ હેઠળના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશની સતત પ્રગતિ, સુશાસન અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી.
@darshnavaghela_
From the soil of Gujarat in 2001 to the global stage today, Hon’ble Prime Minister Shri Narendra Modi Ji’s journey has been one of unwavering dedication and selfless service to Bharat Mata.
Under his visionary leadership, India has witnessed transformative progress, strengthened trust in governance, and accelerated the path of inclusive development.
As we commemorate 12 Years of Vikas, Vishvas & Jan Kalyan, we celebrate a remarkable era of service, empowerment, and nation-building that continues to inspire millions.
A stronger, self-reliant, and prosperous India stands as a testament to his commitment and leadership.
#12YearsOfSeva #VikasVishvasJanKalyan #NarendraModi #NewIndia #SevaSushasanGaribKalyan
@narendramodi@PMOIndia
12 વર્ષ - વિશ્વાસના, વિકાસના,જનકલ્યાણના.🪷
આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી.નરેન્દ્રભાઈ મોદીજીના "સ્વચ્છ ભારત અભિયાન"ના આહવાનને આગળ ધપાવવા માટે જમાલપુર વોર્ડ ભાજપ દ્વારા એક વિશેષ સફાઈ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું.
ભદ્રકાળી મંદિર📍
Filed my nomination as an independent candidate for my 4th term as Rajya Sabha member from Jharkhand. It is a very emotional moment for me as I started my journey as a Rajya Sabha member from Jharkhand in 2008 and served 2 terms as an MP from here. Jharkhand has been my Karmabhoomi and I feel very fortunate to have the opportunity to serve the people of Jharkhand once again. I thank Hon PM Shri Narendra Modi, Hon UHM Shri Amit Shah, BJP National President Shri Nitin Nabin, various stakeholders of the BJP and BJP led NDA for their support. Also seeking support from other parties for the development of the people of Jharkhand. It would be a privilege for me to serve my Karmabhoomi again. Johar Jharkhand!!
@narendramodi@AmitShah@NitinNabin@AdityaPdSahu@yourBabulal@roysaryu@BJP4Jharkhand
પ્રધાનમંત્રી શ્રી.નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ : વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ પૂર્ણ થવાના અવસરે જમાલપુર-ખાડિયા વિધાનસભાના ખાડિયા વોર્ડમાં ઐતિહાસિક માણેકચોક ખાતે યુવા મોરચાના કાર્યકર્તાઓ સાથે સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો.
પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ દેશ વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે,ત્યારે સ્વચ્છતા,સેવા અને જનભાગીદારી જેવા મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ પણ એટલો જ મહત્વપૂર્ણ છે.આવા કાર્યક્રમો સમાજમાં જાગૃતિ લાવી નાગરિક કર્તવ્યો પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે ખાડિયા વોર્ડના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી.જયેશભાઈ રામી સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૭-૦૬-૨૦૨૬ના રવિવારે સ્વ. અશોકભાઈ ભટ્ટની સ્મૃતિમાં જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાતી નિઃશુલ્ક પુસ્તક પરબમાં ઉપસ્થિત રહી વાંચનપ્રેમી વાચકો સાથે મુલાકાત કરી.
૬ વર્ષથી ચાલતી આ પુસ્તક પરબમાં નિયમિત રીતે આવતા વાચકોનો ઉત્સાહ અને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ ખરેખર પ્રેરણાદાયી છે. વાંચનની સંસ્કૃતિ સમાજમાં જળવાઈ રહે અને નવી પેઢીમાં જ્ઞાન પ્રત્યેનો રસ વધે તેવા શુભ આશય સાથે આ સેવા યજ્ઞ સતત આગળ વધી રહ્યો છે.
જનસંપર્ક કાર્યાલય રાયપુર(ખાડિયા)📍
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર દર્શન, પૂજા-અર્ચન અને અભિષેકનો લાભ પ્રાપ્ત થયો.
ૐ નમઃ શિવાય! 🔱🙏
હર હર મહાદેવ! 🚩🕉️
पवित्र यात्राधाम देवभूमि द्वारका में प्रवासके दौरान शारदा पीठ के जगद्गुरु शंकराचार्य स्वामी सदानन्द सरस्वतीजी के पावन सान्निध्य में उनके आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
उनके आशीर्वचन एवं मार्गदर्शन से आध्यात्मिक ऊर्जा और प्रेरणा प्राप्त हुई। प्रभु से प्रार्थना है कि उनका स्नेह,आशीर्वाद एवं मार्गदर्शन सदैव प्राप्त होता रहे।
🙏🏻🚩
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન અને માંજલપુરના ધારાસભ્ય સ્વ.યોગેશભાઈ પટેલના નિધનથી પક્ષે એક સાચા લોકનેતા અને કાર્યકર્તાઓએ પોતાના માર્ગદર્શક ગુમાવ્યા છે.
આજે સ્વ.યોગેશભાઈ પટેલની અંતિમયાત્રામાં સહભાગી થઈ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ શોકાકુલ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી.
ૐ શાંતિ. 🙏
બેટ દ્વારકાના પવિત્ર ધામમાં ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શનનો પાવન લાભ લીધો. 🙏🚩
આધ્યાત્મિકતા,શ્રદ્ધા અને ભક્તિના આ પાવન સ્થળે પ્રાપ્ત થયેલી દિવ્ય અનુભૂતિ જીવનને નવી ઊર્જા અને પ્રેરણા આપે છે.