માનનીય અધ્યક્ષશ્રીના વરદ્ હસ્તે થરાદ બસ સ્ટેશન ખાતે ત્રણ ‘ગ્રામ હાટ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું! 🛍️✨
ગ્રામીણ રોજગારીને વેગ આપતી આ સુંદર પહેલ બદલ NRLM બનાસકાંઠા અને વાવ-થરાદ ટીમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન!
#GramHaat#Tharad#NRLM#BanasKantha#VavTharad@GlpcLivelihood
"સશક્ત નારી, સશક્ત ગુજરાત"
રાજકોટ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે રાજ્યના 27 જિલ્લાના બસ સ્ટેશનો પર સખી મંડળો દ્વારા સંચાલિત 136 ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ અને વિવિધ મહિલાલક્ષી યોજનાઓનો શુભારંભ કરવામાં આવ્યો.
આવો, નિહા��ીએ મહિલા સશક્તિકરણને નવી દિશા આપતા આ કાર્યક્રમની ઝલક…
#NariShakti #SHG #GLPC #MahilaSashaktikaran
સખી મંડળોથી લખપતિ દીદી સુધીની સફર!
સખી મંડળોની બહેનોને સફળ મહિલા ઉદ્યોગસાહસિક બનાવવા GLPC દ્વારા વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ અને હિતધારકો સાથે સમજૂતી કરાર (MoU) કરવામાં આવી રહ્યા છે.
વ્યવસાય શરૂ કરવાના સ્વપ્નથી સફળ ઉદ્યોગસાહસિક બનવા સુધીની સફરમાં વ્યક્તિગત માર્ગદર્શન, બેંક ધિરાણ માટે તૈયાર પ્રોજેક્ટ રિપોર્ટ, વ્યવસાયલક્ષી તાલીમ, ઈ-કોમર્સ અને બજાર જોડાણ દ્વારા બહેનોને સશક્ત બનાવવાનો સંકલ્પ!
સશક્ત નારી, આત્મનિર્ભર નારી — લખપતિ દીદી, સમૃદ્ધ ગુજરાત!
#GLPC #LakhpatiDidi #સખીમંડળ #મહિલાસશક્તિકરણ
માનનીય મુખ્ય સચિવશ્રી શ્રી મનોજ કુમાર દાસ, IASની અધ્યક્ષતામાં તથા અગ્ર સચિવશ્રી શ્રી ધનંજય દ્વિવેદી, IAS, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ તા. ૦૭-૧૦-૨૦૨��ના રોજ GLPC દ્વારા બેન્કર્સ મીટિંગ યોજાઈ.
આ પ્રસંગે GLPCના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી પ્રશસ્તિ પારીક, IAS દ્વારા ગ્રામ્ય મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટેની વિવિધ પહેલ અંગે અને લખપતિ દીદી સશક્તિકરણ યોજના હેઠળ ગ્રામ્ય મહિલાઓને રૂ. ૨૦ લાખ સુધીના ધિરાણ માટે બેન્કો સાથે સંકલન અંગે ચર્ચા થઈ.
૨૦થી વધુ બેન્કો, NABARD અને RBIના પ્રતિનિધિઓની ઉપસ્થિતિએ સખી મંડળોને ઝડપી અને સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવા માટે બેન્ક–GLPC સંકલનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત થયો.
#GLPC #MissionMangalam #DAYNRLM #LakhpatiDidi #SakhiMandal #WomenEmpowerment #MicroFinance #FinancialInclusion #RuralWomen #Gujarat
આજ રોજ res. જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી એ દાંતા તાલુકા ના કણબીયાવાસ ગામ મા મુલાકાત કરેલ જેમાં યોજનાકીય સમીક્ષા કરેલ, લખપતી દીદી ની ઓળખ કરેલ અને જૂથ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુ નું મીશો પર વિચાણ થાય અને બેનો ને સારી આવક થાય એ માટે જરૂરી માર્ગદર્શન આપેલ.
@GlpcLivelihood