મધ્ય ગુજરાતના વિકાસને નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે વડોદરા ખાતે યોજાશે 'Vibrant Gujarat Regional Conferences - Central Gujarat', જ્યાં Investmentsને મળશે Opportunities, Industriesને મળશે Innovations અને Start-upsને મળશે Scale..!
દૂરંદેશી વિચારો જ્યારે રોકાણ સાથે મળે છે,
ત્યારે નવી તકો સર્જાય છે.
સ્થાનિક શક્તિ જ્યારે વૈશ્વિક જોડાણ સાથે મળે છે,
ત્યારે વિકાસની નવી દિશાઓ ખુલે છે.
એવા જ એક મહાસંગમ માટે તૈયાર થઈ રહ્યું છે મધ્ય ગુજરાત.
Vibrant Gujarat Regional Conference – Central Gujarat 2026
📅 29th & 30th June, 2026
📍 GSFC University, Vadodara
#VGRCCentralGujarat #VibrantGujarat #VGRC #VGRCCentral #VibrantGujaratRegionalConferences #VGRC2026 #InvestInGujarat #CentralGujarat #GujaratForGrowth #GrowthEngineOfGujarat
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ના આજના ત્રીજા અને અંતિમ દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પીંપણ ગામની આદર્શ પીંપણ પ્રાથમિક શાળા અને સાણંદની મોડલ સ્કૂલ ખાતે વિવિધ વર્ગનાં બાળકોને પ્રવેશ અપાવીને તેમની શિક્ષણ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
નિર્દોષ હાસ્યથી ઝળહળતા બાળમન, આત્મવિશ્વાસથી ભરપૂર દીકરીઓની પ્રેરક રજૂઆત અને નવી વિચારધારાથી ઉજાગર થતી વિદ્યાર્થીઓની સમજણ વચ્ચે જ્ઞાનગંગા વહેતી જોવા મળી. આમ, ઉદ્યોગો અને અત્યાધુનિક ટેક્નોલોજીમાં લીડ લઈ રહેલ સાણંદમાં સર્જાયો શિક્ષણ, સંસ્કાર અને વિકાસનો અનોખો સંગમ.
#CMDistrictDiary
#ShalaPraveshotsav2026
‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ના લક્ષ્યાંક સાથે શિક્ષણના સર્વાંગી વિકાસ અને પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેને હાંસલ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીના સંભવિત ડ્રોપ-આઉટ થવાની અગાઉથી આગાહી કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડતાં અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાજ્યની 54,000થી વધુ શાળાઓ અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ સાથે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતીનું સંચાલન અને ટ્રેકિંગ કરતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ની મદદથી આ વર્ષે લગભગ 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણના પ્રવાહમાં પરત લાવવામાં આવ્યા છે.
#ShalaPraveshostav2026
#GujaratGauravGatha
મુખ્યમંત્રીશ્રીએ સાણંદ મોડેલ સ્કૂલ પરિસરની મુલાકાત લઈને અદ્યતન એક્ટીવીટી બેઝડ સાયન્સ લેબની મુલાકાત લઈને ‘સ્માર્ટ’ શૈક્ષણિક સુવિધાઓ નિહાળી હતી તેમજ શાળામાં કાર્યરત કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલની મુલાકાત લઈને વ્યવસ્થાઓ નિહાળી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) અને શાળા વ્યવસ્થાપન વિકાસ સમિતિ (SMDC)ના સભ્યો તથા વાલીગણ સાથે બેઠક યોજીને સંવાદ સાધીને શાળાના સર્વાંગી વિકાસ, ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા અને શિક્ષણની ગુણવત્તા જાળવી રાખવા અંગે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પર્યાવરણની જાળવણી અને હરિયાળીના સંદેશ સાથે શાળા પ્રાગંણમાં વૃક્ષારોપણ કર્યું હતું.
#ShalaPraveshostav2026
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં શિક્ષણના સ્તરને નવી ઊંચાઈએ લઈ જવાના અને 100% નામાંકનના લક્ષ્ય સાથે ઉજવાઈ રહેલા 24મા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ના ત્રીજા દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ધોરણ-9 અને ધોરણ-11 ના કુલ 209 વિધાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું તેમજ શાળાનું 100% પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અને શાળાને ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે શિક્ષણનું બીજ રોપ્યું હતું, તે આજે વટવૃક્ષ બની આગળ વધતું દેખાય છે. તેમણે આજે દીકરીઓએ વિવિધ વિષયો પર રજૂ કરેલ વિચારો, તેમનો આત્મવિશ્વાસ અને તેમના અનેરા ઉત્સાહને બિરદાવી, ટેક્નોલોજીના સકારાત્મક ઉપયોગ માટે સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આવેલ પરિવર્તનની રૂપરેખા આપી, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા ગુજરાત લીડ લેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshostav2026
શિક્ષણ મંત્રીશ્રીની ગાડી બની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની સવારી..!
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બોડીદર અને ચીખલી ગામની શિક્ષણમાંથી ડ્રોપ-આઉટ લીધેલ દીકરીઓને તેમના નિવાસસ્થાને જઈ, અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી, પોતાની જ કારમાં બેસાડીને શાળામાં પુન:પ્રવેશ માટે લાવવાનો રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાનો માનવીય અને સંવેદનાસભર અભિગમ સાચા અર્થમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' મંત્રને સાર્થક કરે છે.
પદ અને પ્રોટોકોલ બાજુમાં રાખી જ્યારે શિક્ષણ મંત્રીશ્રી પોતે દીકરીઓને ગાડીમાં બેસાડી શાળાએ મૂકવા જાય, એને જ તો ‘કન્યા કેળવણી રથયાત્રા’ કહેવાય.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રીશ્રીએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યા બાદ વર્ગખંડની મુલાકાત લીધી હતી તેમજ વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક યોજીને શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાણંદ તાલુકાની આદર્શ પીંપણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ત્રીજા દિવસે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1 ના ભૂલકાંઓને શૈક્ષિણક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે શિક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, 2003 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ આજે ગામેગામ એક ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. તેમણે સાણંદમાં થઈ રહેલ ઔદ્યોગિક વિકાસનો લાભ આવનાર પેઢીને મળશે તેમ જણાવી, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જન-જનના દ્વારે પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની સાથોસાથ સ્વચ્છતા, જળસંગ્રહ, એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ વ્યાપક બનાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગામડાઓના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshostav2026
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોટી ખરજની રાહડુંગરી અને ગાંગરડા પ્રાથમિક શાળાઓમાં 300થી વધુ બાળકોને કુમકુમ તિલક કરીને અને શૈક્ષણિક કીટ આપીને શાળા પ્રવેશ કરાવ્યો.
શાળા પ્રવેશ બાદ દ્રષ્ટિ નેત્રાલય અને ભગિની ગૃહ ઉદ્યોગની મુલાકાતે સેવા અને સશક્તિકરણની ભાવનાને વધુ પ્રગાઢ બનાવી. આમ, શિક્ષણ, સેવા, સંવેદના અને સ્વાવલંબનના સુંદર સમન્વયનો સાક્ષી બન્યો દાહોદ જિલ્લાનો મુખ્યમંત્રીશ્રીનો પ્રવાસ.
#CMDistrictDiary
યોગની વાત આવે ત્યારે સામાન્ય માન્યતા એવી હોય છે કે ફક્ત મોટી ઉંમરના લોકો જ યોગ કરી શકે છે, પરંતુ પ્રવેશોત્સવમાં આંગણવાડી કેન્દ્રનાં ભૂલકાંઓ દ્વારા સૂર્યનમસ્કાર અને યોગના આસનોનું નિદર્શન તેમના ઉત્સાહ અને આત્મવિશ્વાસની સાથોસાથ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની આંગણવાડીઓમાં થતા બાળકોના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરે છે.
બાળકોને તેમના બૌદ્ધિક વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવતા યોગાસનો કરવાની બાળપણથી જ ટેવ પાડીએ અને એક સ્વસ્થ જીવનની અણમોલ ભેટ આપીએ.
#ShalaPraveshostav2026
આંગણવાડી કેન્દ્ર વેરાવળ-12, તાલુકો કોટડાસાંગાણી, જિલ્લા રાજકોટ ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નિમિત્તે નાનાં ભૂલકાઓએ યોગની સુંદર કૃતિ રજૂ કરી સૌનું મન મોહી લીધું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દાહોદ જિલ્લામાં ગરબાડા તાલુકાની ગાંગરડા પ્રાથમિક શાળા ખાતે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026’ના ભાગરૂપે આંગણવાડી, બાલવાટિકા અને પ્રાથમિક ઉપરાંત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટના વિતરણ સાથે શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે શિક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને તેમજ શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ બાળકો-વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યના શુભાશિષ પાઠવતાં જણાવ્યું હતું કે, દીકરા-દીકરીઓના ભણતરમાં કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર તરફથી સુચારૂ આયોજન હરહંમેશ કરવામાં આવતું રહ્યું છે. તેમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના આદિવાસી વિસ્તારમાં થયેલ શિક્ષણની કાયાપલટ તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના વિશે સૌને માહિતગાર કર્યાં હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ છેવાડાના માનવીના કલ્યાણની નેમ વ્યક્ત કરી, બાળકોને મોબાઈલ-ટીવીના આ યુગમાં ભણતર પર વધારે ફોકસ કરવા માટે તેમજ જળ સંરક્ષણ અને ગ્રીન કવર વધારવા માટેના પ્રયાસો હાથ ધરવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026’ના દ્વિતીય દિવસે દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાંઓ તેમજ પ્રાથમિક અને માધ્યમિકના કુલ 300થી વધુ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શિક્ષણ સહિત કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓને તેમજ શાળાના વિકાસ અને શિક્ષણના યજ્ઞમાં યોગદાન આપનાર દાતાશ્રીઓને સન્માનિત કરીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે શિક્ષણની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વાહન વ્યવહારના નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વિવિધ વિષયો પર પોતાના પ્રતિભાવો રજૂ કરનાર વિધાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી શિક્ષણનો કાયાકલ્પ થયો છે. તેમણે ટેક્નોલોજીના માધ્યમથી આધુનિક બનેલ શિક્ષણ વિશે તેમજ બાળકોના ઘડતરમાં વાલીઓ અને શિક્ષકોની ભૂમિકા વિશે સૌને માહિતગાર કર્યાં હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના તેમજ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના જેવી શૈક્ષણિક યોજનાઓનો વધુને વધુ લાભ લેવા સૌને અનુરોધ કરી, વિકસિત ભારત માટે શિક્ષિત ગુજરાતથી વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshotsav2026