મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે નર્મદા જિલ્લાની તેમની મુલાકાત દરમિયાન ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત નાંદોદ તાલુકાના વાવડી ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રામજનોને મળીને તેમની સાથે સહજ અને આત્મીય સંવાદ કરીને ગામમાં ઉપલબ્ધ સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી. તેમણે ઉપસ્થિત બાળકો સાથે પણ વ્હાલભર્યો સંવાદ કરીને બાળકોને મન લગાવીને અભ્યાસ કરવા, શિક્ષણમાં સતત આગળ વધવા અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પદવી પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આ માત્ર પ્રથમ કોન્વોકેશન નથી, પરંતુ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી થયેલા ‘ટ્રાયબલ યુથ ટ્રાન્સફોર્મેશન’નું પ્રથમ સેલિબ્રેશન છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણની ઉપલબ્ધ બનેલી સગવડો તેમજ આદિવાસી વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની વિવિધ યોજનાઓની રૂપરેખા આપવાની સાથોસાથ વિદ્યાર્થીઓને માત્ર યોજનાઓના લાભાર્થી નહીં પરંતુ દેશના વિકાસના ભાગીદાર બનવા અને પ્રાપ્ત જ્ઞાન તથા કૌશલ્ય થકી ‘રાષ્ટ્રહિત પ્રથમ’ની ભાવના સાથે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી રાજપીપળા ખાતે સ્થપાયેલી બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના પ્રથમ દીક્ષાંત સમારોહનું આજે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઐતિહાસિક સમારોહ દરમિયાન મહાનુભાવોના હસ્તે કલા, વાણિજ્ય અને વિજ્ઞાન સહિત વિવિધ વિદ્યાશાખાના કુલ 47 વિદ્યાર્થીઓને ગોલ્ડ-સિલ્વર મેડલ તથા પદવી એનાયત કરવામાં આવ્યા હતા.
LIVE: વડોદરા ખાતે જિલ્લા અને મહાનગરપાલિકાના ₹1274 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. https://t.co/xRnP8QDPzK
મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત આઝાદીની લડત દરમિયાન સરદાર પટેલ, ઝવેરચંદ મેઘાણી, અબ્બાસ તૈયબજી, રવિશંકર મહારાજ અને રસિકલાલ પરીખ જેવા મહાનુભાવોએ સાબરમતી મધ્યસ્થ જેલના જે ઓરડાઓમાં નિવાસ કર્યો હતો તેની મુલાકાત પણ લીધી હતી.
#SevaSankalpAbhiyan
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સાધના અને સુશાસનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદમાં સાબરમતી મધ્યસ્થ જેલની મુલાકાત લઈને કેદીઓ સાથે સહજ સંવાદ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ કેદીઓ પાસેથી ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ભજનનું શ્રવણ કર્યું હતું તેમજ ભજનમાં દર્શાવેલા મૂલ્યોનું અનુસરણ કરી સાચા અર્થમાં વૈષ્ણવજન બનવા તેમજ સંયમના માર્ગે ચાલવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રી સમગ્ર દેશને પોતાનો પરિવાર માને છે, ત્યારે કેદીઓને પણ જરૂરી સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કેદીઓને ફળોનું વિતરણ કર્યું હતું.
#SevaSankalpAbhiyan
મુખ્યમંત્રીશ્રીએ કેદીઓના કૌશલ્ય વિકાસ માટે કાર્યરત કોમ્પ્યુટર સેન્ટર, સુથારીકામ, વણાટકામ અને બુક બાઇન્ડિંગ સેન્ટરની મુલાકાત લઈ વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી મેળવી હતી. તેમણે સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓની ખરીદી પણ કરી હતી.
#SevaSankalpAbhiyan
મુખ્યમંત્રીશ્રીએ આ સ્પર્ધાઓને વિદ્યાર્થીકાળમાં અભ્યાસ અને કારકિર્દી ઘડતર સાથે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો ઉત્તમ અવસર ગણાવતાં જણાવ્યું હતું કે, અનેક નાગરિકો સરકારી યોજનાઓ, તેના માટેની પાત્રતા અને પ્રકિયા અંગે પૂરતી માહિતીના અભાવે લાભથી વંચિત રહી જાય છે, ત્યારે વિદ્યાર્થીઓ ‘યોજના દૂત’ બનીને જરૂરિયાતમંદ લોકો સુધી યોગ્ય માહિતી પહોંચાડી શકે છે.
મુખ્યમંત્રીશ્રીએ સૌ વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે શિક્ષણ, સ્પર્ધા અને સરકારી યોજનાઓના લાભો અંગે જાગૃતિનો સમન્વય ધરાવતી G3Q તેમજ સમાજ અને વ્યવસ્થામાં પડતી મુશ્કેલીઓના નવીન અને વ્યવહારુ ઉકેલો શોધવા માટે હેકાથોન જેવા પ્રયાસો યુવાનોને પોતાની સર્જનાત્મકતા અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની તક પૂરી પાડતી SFIC સ્પર્ધામાં સહભાગી થવા ઉપરાંત માનનીય વડાપ્રધાનશ્રીની 25 વર્ષની જાહેર જીવનની સેવા સાધના સંદર્ભમાં યોજાનારા ‘સેવા સંકલ્પ અભિયાન’માં પણ સક્રિયપણે જોડાવા અનુરોધ કર્યો હતો.
#SevaSankalpAbhiyan
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)’ અને ‘સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ (SFIC)’નો શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા તથા અન્ય મહાનુભાવો ઉપરાંત શિક્ષણવિદો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર-રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છેલ્લા 25 વર્ષની સેવા અને સમર્પણની વિકાસયાત્રા તથા શિક્ષણ ક્ષેત્રે થયેલા હરણફાળ વિકાસને જન-જન તેમજ યુવા જગત સુધી પહોંચાડવા માટે જ્ઞાન અને ગમ્મત સાથેની અનોખી સ્પર્ધાઓનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગ દ્વારા સંયુક્તપણે કરવામાં આવ્યું છે.
#SevaSankalpAbhiyan
आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अद्वितीय कार्यकौशल और सर्वसमावेशी नेतृत्व पर भारत के पूर्व वित्त एवं राजस्व सचिव और वर्तमान में गुजरात के मुख्यमंत्री श्री @Bhupendrapbjp के मुख्य सलाहकार डॉ.हसमुख अधिया जी का एक अत्यंत प्रभावशाली लेख।
माननीय पीएम श्री @narendramodi जी के व्यक्तित्व को असाधारण बनाने वाले दूरगामी सोच, उत्कृष्ट प्रबंधन, गरीबों और वंचितों के प्रति गहरी संवेदना तथा आध्यात्मिक निष्ठा जैसे गुण के साथ सशक्त नेतृत्व और कर्मयोग की गुजरात से लेकर राष्ट्र सेवा तक की इस प्रेरणादायी यात्रा पर आधारित यह विशेष लेख अवश्य पढ़ें।
LIVE: ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ G3Q 2026 અને સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જ શુભારંભ કાર્યક્રમ. https://t.co/s2niG7MnK8
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ, કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રો. એસ.પી.સિંહ બઘેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ભારત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ડીપ સી ફિશિંગને પ્રોત્સાહન આપવા અને એક્સેસ પાસ-LoA ધારકો સાથે સંવાદ અંગેના નેશનલ વર્કશોપનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય સાગરખેડૂતોને ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) અને હાઈ સીઝમાં ઉપલબ્ધ ઉચ્ચ-મૂલ્યના મત્સ્ય સંસાધનોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો તેમજ માછીમારો સામે રહેલા જમીની પડકારોને સમજીને તેના નીતિગત ઉકેલો શોધવાનો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મત્સ્યપાલન અને મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતે મહત્તમ લાભ લેવાનો છે. તેમણે 'ડીપ-સી ફીશિંગ' માટે વિશેષ તાલીમનું મહત્ત્વ સમજાવી રાજ્યના વિપુલ દરિયાઈ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કરવા સાગરખેડૂતોને હાકલ કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોમનાથ મંદિરની વિવિધ અભિનવ પહેલનું આજે ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા લોંચીંગ કર્યું હતું.
સોમનાથ ટ્રસ્ટની શ્રદ્ધા, સુવિધા અને સેવાના ત્રિવેણી સંગમ સમી આ પહેલમાં સોમનાથ દાદાના પ્રસાદનું ઈકો ફ્રેન્ડલી-રિયુઝેબલ પેકીંગ, દેશ-વિદેશના યાત્રિકોની સોમનાથ યાત્રા વધુ સુલભ-સરળ અને વેલ પ્લાન્ડ બનાવતા વન સ્ટોપ સોલ્યુશન ‘સોમનાથ યાત્રા’ એપ્લીકેશનનું અપડેટેડ વર્ઝન તથા સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવતા વસ્ત્રોનું ‘સૌના નાથ સોમનાથ’ અભિયાન અન્વયે 134 વૃદ્ધાશ્રમોના 10 હજારથી વધુ વડીલોને વિતરણ કરવાનો સમાવેશ થાય છે.
#SevaSankalpAbhiyan
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વંચિત, દલિત, પછાત વર્ગોના હિતોને કેન્દ્રમાં રાખીને જ કલ્યાણ યોજનાઓ બનાવી છે તેમજ દરેક યોજનાના લાભ લાભાર્થીઓને મળે અને તેમના જીવનમાં આર્થિક સામાજિક પરિવર્તન આવે તે માટે સેચ્યુરેશન એપ્રોચ અપનાવ્યો છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્ર સમર્પિત અને 25 વર્ષની જનસેવા સાધનાથી ગરીબોના કલ્યાણ માટે વ્યતિત કર્યુ હોવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ સમરસતાના ભાવ સાથે જનસેવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
માનનીય રાજ્યપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ આ કાર્યક્રમ બાદ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા આમંત્રિત મહેમાનો સાથે ભોજન ગ્રહણ કર્યું હતું.
#SevaSankalpAbhiyan
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા વડનગર રેલવે સ્ટેશન તથા અન્ય સ્થાને સ્વચ્છતા અભિયાનમાં શ્રમદાન કરી નાગરિકોને પોતાના પરિસરને સ્વચ્છ રાખવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો તેમજ પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ‘એક પેડ માં કે નામ’ ઝુંબેશ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
#SevaSankalpAbhiyan
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવાથી રાષ્ટ્રસેવાના અવિરત 25 વર્ષના ઐતિહાસિક ઉપલક્ષમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’નો માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, કેન્દ્રીય મંત્રી શ્રીમતી અનુપ્રિયા પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતી દ્વારા ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવનને ‘ભારત પ્રથમ’ના મંત્ર અને ગરીબ કલ્યાણ માટે સમર્પિત હોવાનું જણાવી ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકેના તેમના 25 વર્ષના નેતૃત્વમાં વિકસિત રાષ્ટ્ર બનવાના આત્મવિશ્વાસ સાથે ભારતે વૈશ્વિકસ્તરે સર કરેલ સિદ્ધિઓની રૂપરેખા આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીએ સમર્પણ ભાવથી સતત અને અવિરત જનસેવાથી દેશમાં મોટું પરિવર્તન લાવી દીધું હોવાની વિસ્તૃત ભૂમિકા આપી હતી. તેમણે વડનગરને વિરાસત અને વિકાસના અનોખા સમન્વયનું દ્રષ્ટાંત ગણાવી વિકસિત ભારતના સંકલ્પમાં સૌને જોડવાનું આહવાન કર્યું હતું.
#SevaSankalpAbhiyan
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રીશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા શર્મિષ્ઠા ઘાટ ખાતેથી કળશમાં જળ ગ્રહણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શર્મિષ્ઠા તળાવથી સુપ્રસિદ્ધ હાટકેશ્વર મંદિર સુધી પદયાત્રા યોજી હતી તેમજ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં શીશ નમાવી દેશ અને રાજ્યની પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. મહાનુભાવો દ્વારા વડનગર હાટકેશ્વર મંદિર ખાતેથી અનંત અનાદિ વડનગરથી આધ્યાત્મિક નગરી વારાણસી સુધી રાષ્ટ્રસેવા અને જનજાગૃતિનો સંદેશ પ્રસરાવતી ભવ્ય બાઈક રેલીને ફ્લેગ-ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું.
#SevaSankalpAbhiyan