મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શોના ભાગરૂપે યુવા ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ યોજ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ યુવાનોની ઊર્જા, મહત્વાકાંક્ષા અને નવીન વિચારસરણી થકી આજે ભારત ઐતિહાસિક આર્થિક વૃદ્ધિ પામેલ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કટિંગ-એજ ટેક-ઇનોવેશનથી લઈને નેક્સ્ટ-જનરેશન સ્ટાર્ટ-અપ્સ સુધી, આપણી યુવશક્તિ દેશને વૈશ્વિક નેતૃત્વ તરફ આગળ ધપાવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત એક ગતિશીલ સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ, વર્લ્ડ-કલાસ ઇન્ક્યુબેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ભવિષ્યલક્ષી નીતિઓ થકી 'વિકસિત ભારત'ના નિર્માણમાં નેતૃત્વ લેવા માટે દેશના યુવાનોનું સાચું સશક્તિકરણ કરતું હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે મુંબઈ ખાતે ઉદ્યોગ જગતના અગ્રણીઓ, વિવિધ ઈન્ડસ્ટ્રી એસોશીએશનના પદાધિકારીઓ, વિવિધ રાષ્ટ્રોના કોન્સ્યુલેટ જનરલ્સ તેમજ દેશ-વિદેશના અન્ય આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027’ના ઉપલક્ષમાં રોડ-શો આયોજિત કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ પોતાના પ્રાસંગિક સંબોધન દરમિયાન ગુજરાતના પ્રભાવક વિકાસની ભૂમિકા આપતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ સાથે 'ગ્લોબલ ગેટ-વે ટુ ધ ફ્યુચર' બની ગયું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં ઉમેર્યું હતું કે, ગુજરાત ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથથી અનેક ગણું આગળ વધીને રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન, સેમિકન્ડક્ટર, ગ્રીન મેન્યુફેક્ચરીંગ જેવા ઉભરતા સેક્ટર્સમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવા સજ્જ છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવોને ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીના પાર્ટનર બનવા આગામી જાન્યુઆરીમાં આયોજિત #VGGS2027 માં સહભાગી થવા તેમજ મૂડીરોકાણ કરવા માટે આમંત્રણ પાઠવવાની સાથોસાથ 'કમ ટુ ગુજરાત - ગ્રો ઇન ગુજરાત - ગ્રો વિથ ગુજરાત'નું આહવાન કર્યું હતું.
LIVE: મુંબઈ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામયી ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભે કોન્સ્યુલ જનરલ અને ઉદ્યોગપતિશ્રીઓ સાથે વાર્તાલાપ કાર્યક્રમ. #VGGS2027 https://t.co/8bLQSSJnjt
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન લોટ્ટે ઇન્ડિયા કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેબબ્રત મુખર્જી સાથે બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન આગામી 1 થી 2 વર્ષમાં આઇસક્રીમના વ્યવસાયનો વ્યાપ વધારવાના રોડમેપની સમીક્ષા સાથે ગુજરાતમાં થઈ રહેલ લોટ્ટેના વિસ્તરણ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના ટાયર-2 અને ટાયર-3 શહેરોના બજાર સુધીની પહોંચને સુદ્રઢ કરવા માટે મહેસાણા અને સાણંદ ખાતે કામગીરીના વિસ્તાર તેમજ ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે નવીનતાને પ્રોત્સાહન માટેની R&D સુવિધા સ્થાપવાની સંભાવનાઓ અંગે સકારાત્મક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના ઉપલક્ષમાં આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન પીરામલ ગ્રુપના ચેરમેન શ્રી અજય પીરામલ સાથે મુલાકાત કરીને બેઠક યોજી હતી.
ગુજરાત સાથે પીરામલ ગ્રુપના લાંબા સમયના જોડાણ તથા અમદાવાદમાં ફાર્મા કામગીરીના વિસ્તરણ, દહેજ ખાતે હાઇ-વેલ્યુ મેન્યુફેક્ચરિંગ અને અનંત નેશનલ યુનિવર્સિટીના કેમ્પસના નિર્માણને પૂર્ણ કરવા સહિતના પ્રગતિ હેઠળના પ્રોજેક્ટ્સ માટેના રોકાણોની સમીક્ષા આ બેઠકમાં હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત, ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓના ગેટ-વે સમાન ગિફ્ટ સિટી ખાતે પીરામલ ફાઇનાન્સના વિસ્તરણ કરવા અંગેની વ્યૂહાત્મક તકો પર પણ ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન શ્રી હર્ષ ગોયન્કા તથા વાઇસ ચેરમેન શ્રી અનંત ગોયન્કા સાથે બેઠક યોજી હતી.
આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાતમાં આરપીજી ગ્રુપના 6 સ્થળે કાર્યરત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સના વિસ્તરણ બાબતે ફળદાયી ચર્ચા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના હેવી-એન્જિનિયરિંગ ક્લસ્ટર્સ અને સુદ્રઢ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ગુજરાતમાં પાવર ટ્રાન્સફોર્મર્સ, સ્પેશિયલાઇઝ્ડ ડેટા-સેન્ટર ઇક્વિપમેન્ટ્સના ઉત્પાદન તેમજ હાઇ-વોલ્ટેજ કેબલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજનાઓ સહિત ઉત્પાદન ક્ષેત્રે વૃદ્ધિના નવા અવસરો અંગે પણ વિગતવાર વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન સન ફાર્માના ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી દિલીપ સંઘવી સાથે બેઠક યોજી હતી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને હેલ્થકેર ઇનોવેશન અને આત્મનિર્ભરતાનું ગ્લોબલ પાવરહાઉસ બનાવવાના વિઝનને અનુરૂપ ગુજરાતમાં હાઇ-વેલ્યુ ફોર્મ્યુલેશન્સ, બાયોફાર્મા અને એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સન ફાર્માના વ્યાપને વિસ્તારવા પર આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જંબુસર ખાતેના બલ્ક ડ્રગ પાર્કના વ્યૂહાત્મક ફાયદાઓ, ઇન્વેસ્ટર-ફ્રેન્ડલી નીતિઓ તેમજ ટ્રેઝરી કામગીરી અને ગ્લોબલ કપેબિલિટી સેન્ટર્સ માટે ગિફ્ટ સિટીની ઉભરતી ફાયનાન્શિયલ ઈકોસિસ્ટમની રૂપરેખા આપીને આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત #VGGS2027 માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના ઉપલક્ષમાં આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન સિપ્લા લિમિટેડના ગ્લોબલ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી અચિન ગુપ્તા સાથે બેઠક યોજી હતી.
આ મહત્વપૂર્ણ બેઠકમાં જંબુસર ખાતેના ખાસ બલ્ક ડ્રગ પાર્ક અને રાજ્યની સાનુકૂળ ફાર્મા પોલિસી 2026 અંતર્ગત મળતાં પ્રોત્સાહનોનો લાભ લઈને ગુજરાતમાં સિપ્લાના ઉત્પાદન અને R&D પ્રવૃત્તિના વ્યાપને વિસ્તારવાની સંભાવનાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યની કેમિકલ અને બાયોટેકનોલોજી ઈકોસિસ્ટમના સપોર્ટ થકી બાયોલોજિક્સ, એડવાન્સ્ડ ફોર્મ્યુલેશન્સ અને નેક્સ્ટ જનરેશન હેલ્થકેર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભવિષ્યલક્ષી વિકાસની તકો પર પણ વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન ASSA ABLOY ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ (SAARC) શ્રી રમન કૌલ સાથે બેઠક યોજી હતી.
કંપની દ્વારા જામનગરમાં કરવામાં આવી રહેલ ₹140 કરોડના રોકાણ તેમજ એડવાન્સ્ડ ઓટોમેશન, સ્માર્ટ લોક્સ તથા ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે બીજા ₹70 કરોડના સૂચિત રોકાણ સાથે ગુજરાતમાં સ્વીડનની આ વૈશ્વિક અગ્રણી કંપનીના વિસ્તરતા વ્યાપ અંગે આ બેઠકમાં ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું સક્ષમ સપ્લાયર નેટવર્ક, સુદ્રઢ GIDC ઈકોસિસ્ટમ તેમજ કંડલા અને મુંદ્રા પોર્ટની શ્રેષ્ઠ કનેક્ટિવિટી કંપનીની ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે એક ઉત્કૃષ્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
બેઠક દરમિયાન ભારત-EU FTA થી સર્જાનારી સરહદ પારના વેપારની નવી સંભાવનાઓ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી, જે આંતરરાષ્ટ્રીય ઔદ્યોગિક ભાગીદારી અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ માટે મુખ્ય પ્રવેશદ્વાર તરીકે ગુજરાતની ભૂમિકાને વધુ સુદ્રઢ બનાવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના ઉપલક્ષમાં આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન ગોદરેજ એગ્રોવેટના ચેરપર્સન શ્રી બુર્જીસ ગોદરેજ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડોદરા અને સુરતમાં આગામી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ સહિત રિયલ એસ્ટેટ અને કૃષિ ક્ષેત્રે ગોદરેજ ગ્રુપ દ્વારા કરવામાં આવી રહેલા માતબર રોકાણની સરાહના કરી તેમને આવકાર્યા હતા.
ગુજરાતના વિશિષ્ટ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને એગ્રીબિઝનેસ નીતિઓનો મહત્તમ લાભ લઈને એડિબલ ઓઇલ, ક્રોપ પ્રોટેક્શન સોલ્યુશન્સ અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા એગ્રી-ઈનપુટ્સના ક્ષેત્રમાં કંપની માટે નવા અવસરો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ શ્રી ગોદરેજ સાથે ગુજરાતમાં રોકાણની અનંત સંભાવનાઓ અંગે ચર્ચા કરવાની સાથોસાથ #VGGS2027 માં સહભાગી થવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના અનુસંધાને મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન STT GDC Indiaના CEO શ્રી બિમલ ખંડેલવાલ સાથે બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન ગુજરાતમાં વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ ગ્રીન એનર્જી, સુદ્રઢ ડિજિટલ નીતિઓ તેમજ સસ્ટેનેબલ અને ઉચ્ચ ક્ષમતા ધરાવતું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે કંપની દ્વારા કરવામાં આવી રહેલા ફિઝિબિલિટી સ્ટડી અંગે સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન સ્વાન કોર્પના મેનેજિંગ ડિરેક્ટર શ્રી નિખિલ મર્ચન્ટ સાથે બેઠક યોજી હતી.
આ મુલાકાત દરમિયાન મેરિટાઇમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી અને હેવી એન્જિનિયરિંગ ક્ષેત્રે ગુજરાતમાં કંપનીના વિસ્તરણ અને આધુનિકીકરણ કરવા બાબતે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત, કંપનીની મલ્ટિમોડલ કનેક્ટિવિટી અને ગ્લોબલ લોજિસ્ટિક્સને વધુ સુદ્રઢ બનાવવાની વ્યૂહાત્મક પહેલની પણ વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના CEO શ્રી અમિત હરલાલકાએ ફળદાયી બેઠક યોજી હતી.
આ બેઠક દરમિયાન શ્રી હરલાલકાએ ગુજરાતમાં 25 મિલિયન ટનની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાના કંપનીના વિઝનને રજૂ કર્યું હતું. આ ઉપરાંત, જૂન માસ સુધીમાં પૂર્ણ થવાના લક્ષ્યાંક સાથે ચાલી રહેલા ₹80,000 કરોડના મૂડી રોકાણના પ્રોજેક્ટ્સની નોંધપાત્ર પ્રગતિ તેમજ ₹10,000 કરોડના રોકાણ સાથે હજીરા ખાતે રિન્યુએબલ એનર્જી તથા બેટરી સ્ટોરેજ સિસ્ટમ બાબતે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના પૂર્વાધરૂપે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સતીશ પાઈ સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠક દરમિયાન કોપર રિસાયક્લિંગ, ઇ-વેસ્ટ મેનેજમેન્ટ અને સર્ક્યુલર ઇકોનોમી આધારિત પહેલો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હિન્દાલ્કોની ઉપસ્થિતિને વધુ સુદ્રઢ કરવા અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, આગામી ડિસેમ્બર મહિનામાં પ્રસ્તાવિત કોપર રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદઘાટન અંગે સમીક્ષા કરવાની સાથોસાથ ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રણી કોપર હબ તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશથી નવા રોકાણો અને સસ્ટેનેબલ ઔદ્યોગિક પદ્ધતિઓ અપનાવવાની સંભાવનાઓ વિચારવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના અનુસંધાને મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન વેલસ્પન લિવિંગ લિમિટેડના CEO અને MD શ્રીમતી દીપાલી ગોયન્કાએ મુલાકાત કરી હતી.
અંજાર (કચ્છ) અને વાપી ખાતે વિશ્વસ્તરીય ઉત્પાદન એકમો સ્થાપીને વૈશ્વિક હોમ ટેક્સટાઇલ સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવનાર વેલસ્પન ગ્રુપ સાથેની બેઠક દરમિયાન 'ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2024' અંતર્ગત મળતા પ્રોત્સાહનોનો લાભ મેળવીને ટેક્સટાઈલ ક્ષેત્રે ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન ઉપરાંત ગુજરાતમાં કંપનીના વિસ્તરણ તેમજ રોકાણો સંબંધિત ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના ઉપલક્ષમાં આજે મુંબઈ ખાતે આયોજિત રોડ-શો દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ચેરમેન શ્રી આનંદ મહિન્દ્રા સાથે બેઠક યોજી હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) ઉત્પાદન તેમજ ગિફ્ટ સિટીમાં રોકાણની સંભાવનાઓ બાબતે સકારાત્મક અને ફળદાયી ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ શ્રી આનંદ મહિન્દ્રાને #VGGS2027 માં સહભાગી થવા માટે આમંત્રણ આપ્યું હતું.