નારીશક્તિનું સામર્થ્ય બન્યું સ્વમાન અને સમૃદ્ધિનું રક્ષા કવચ.
વલસાડ જિલ્લાના કકવાડી ગામની 'રૂપા માતા સ્વસહાય જૂથ'ની બહેનોએ રક્ષાબંધનના પવિત્ર પર્વે આત્મનિર્ભરતાની પ્રેરણાદાયી મિસાલ કાયમ કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના આર્થિક સહયોગથી પ્રોત્સાહિત રાજ્યના સ્વસહાય જૂથોની અનેક બહેનો 'વોકલ ફોર લોકલ'ના મંત્રને સાકાર કરી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા આપી રહી છે.
सेवा और सुरक्षा का संकल्प..!
मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल के नेतृत्व में राज्य सरकार प्रत्येक नागरिक की सुरक्षा और सलामती सुनिश्चित करने के लिए प्रतिबद्ध है।
उप-मुख्यमंत्री और गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी के दिशादर्शन में, गुजरात पुलिस की '112 जनरक्षक सेवा' में 500 नए हाई-टेक वाहनों के शामिल होने से राज्य में इमरजेंसी रिस्पॉन्स सपोर्ट सिस्टम और मज़बूत होगी और किसी भी तरह की आपात स्थिति में नागरिकों की सुरक्षा कुछ ही पलों में सुनिश्चित हो सकेगी।
नागरिक सुरक्षा के लिए गुजरात पुलिस के बेड़े में 500 नए अत्याधुनिक 112 ‘जनरक्षक’ वाहन शामिल होंगे
राज्य में अब 24 घंटे कुल 1,000 जनरक्षक वाहन आपातकालीन सेवा के लिए कार्यरत रहेंगे।
घटना स्थल के सबसे नजदीक उपलब्ध जनरक्षक वाहन तत्काल पहुंचकर सेवा प्रदान करेगा।
अत्याधुनिक तकनीक और CAD सिस्टम से औसत रिस्पॉन्स टाइम घटकर 10:49 मिनट हुआ।
उपमुख्यमंत्री हर्ष संघवी नए सचिवालय से 500 और जनरक्षक वाहनों को फ्लैग ऑफ करेंगे।
ओला, उबर, रैपिडो और भारत टैक्सी ऐप्स में भी 112 पैनिक बटन इंटीग्रेट किया गया है।
राज्य के नागरिकों को त्वरित सुरक्षा और सेवा उपलब्ध कराने के लिए 112 ‘जनरक्षक’ परियोजना का विस्तार किया जा रहा है। इसके तहत कल, 25 अगस्त को उपमुख्यमंत्री श्री हर्ष संघवी के हाथों गुजरात पुलिस को 500 नए अत्याधुनिक ‘जनरक्षक’ वाहन समर्पित किए जाएंगे।
राज्य में बढ़ती आबादी, शहरी विस्तार और भौगोलिक क्षेत्र को ध्यान में रखते हुए पुलिस बेड़े में 500 नए जनरक्षक वाहन शामिल किए जाएंगे। इन नए वाहनों के साथ अब पूरे राज्य में 24 घंटे कुल 1,000 जनरक्षक वाहन आपातकालीन रिस्पॉन्स के लिए उपलब्ध रहेंगे।
जनरक्षक सेवा के लागू होने के मात्र 11 महीनों के अल्प समय में 11.04 लाख से अधिक आपातकालीन मामलों में समन्वित सेवाएं प्रदान की गई हैं। इसके अलावा 6.74 लाख से अधिक पुलिस आपातकालीन घटनाओं में तत्काल सेवा उपलब्ध कराई गई है।
आधुनिक 150 सीटों वाले कॉल सेंटर, CAD (कंप्यूटर एडेड डिस्पैच) सिस्टम और कॉलर लोकेशन तकनीक के उपयोग से राज्य का औसत रिस्पॉन्स टाइम 27 मिनट से घटकर 10:49 मिनट हो गया है। नए वाहनों और आधुनिक तकनीक के माध्यम से इस समय को और कम करने का लक्ष्य रखा गया है।
अब सीमावर्ती सीमाएं बाधा न बनें, इसके लिए नई स्टैंडर्ड ऑपरेटिंग प्रोसीजर भी लागू की गई है। इसके तहत घटना स्थल से सबसे नजदीक उपलब्ध PCR वाहन को तुरंत रवाना किया जाएगा।
डायल 112 के तहत पुलिस (100), एम्बुलेंस (108), फायर (101), महिला हेल्पलाइन (181), चाइल्ड हेल्पलाइन (1098), डिजास्टर हेल्पलाइन (1070) के साथ-साथ ट्रैफिक हेल्पलाइन जैसी विभिन्न आपातकालीन सेवाएं एक ही प्लेटफॉर्म पर समन्वित रूप से उपलब्ध कराई गई हैं। हाल ही में ओला, उबर, रैपिडो और भारत टैक्सी ऐप्स में भी 112 पैनिक बटन इंटीग्रेट किया गया है।
नए जनरक्षक PCR वाहनों की मुख्य विशेषताएं:
• 24x7 संचालन के लिए वाहन AC युक्त होंगे और इनमें सेफ्टी ग्रिल/प्रोटेक्टिव स्ट्रक्चर लगा होगा।
• रियल-टाइम जानकारी के लिए Mobile Data Terminal (MDT) और GPS वाहन ट्रैकिंग की सुविधा होगी।
• इमरजेंसी लाइट बार विद सायरन, पब्लिक एड्रेसिंग सिस्टम (PAS), फायर एक्सटिंग्विशर, फर्स्ट-एड किट और सर्च लाइट टॉर्च उपलब्ध होगी।
• स्टाफ के लिए बॉडी-वॉर्न कैमरा, हेलमेट, प्रोटेक्टिव गियर और डैश कैम की सुविधा होगी।
• प्रत्येक वाहन पर 24x7 ड्यूटी के लिए 1 ASI/HC + 2 कॉन्स्टेबल + 1 ड्राइवर तैनात रहेंगे।
@CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સન્માનમાં ટોરેન્ટો ખાતે ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત-કેનેડા દ્વારા સત્કાર સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ગૌરવભેર જણાવ્યું હતું કે, જ્યાં પણ વસ્યા હોય ત્યાં ગુજરાતનો માહોલ ઊભો કરી શકે તે ગુજરાતીની આગવી ઓળખ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી સમુદાય સાથે સંવાદ કરતાં ગુજરાતની દેશના ગ્રોથ એન્જિન તરીકેની બનેલ ઓળખ બાબતે વિષદ છણાવટ કરતાં કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા મોટા લક્ષ્યો સાથે વિકાસનો જે વિચાર આપ્યો છે તેના જ પરિણામે આજે આખા ગુજરાતનું ડેવલપમેન્ટ ખૂબ સારી રીતે થઈ શક્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સર્વાંગી વિકાસની ભૂમિકા આપતાં કહ્યું હતું કે, ગુજરાત અને વિકાસ આ બેય શબ્દો પર્યાય બની ગયા છે. તેમણે કેનેડાના અર્થતંત્રમાં મળી રહેલા ગુજરાતીઓના મજબૂત સહયોગ અને સહકારની પ્રશંસા કરીને અભિનંદન પાઠવવાની સાથોસાથ કેનેડાના ગુજરાતી ઉદ્યોગ સાહસિકોએ જન્મભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવા ગુજરાતમાં પણ રોકાણો માટે આવવા આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાની રૂપરેખા આપી આગામી ‘વાયબ્રન્ટ સમિટ 2027’માં કેનેડાના ગુજરાતી સમુદાયોને જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ડેલીગેશન સાથે યુ.એસ. પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને કેનેડા પહોંચ્યા ત્યારે ટોરેન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પરંપરાગત રીતે ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં માત્ર વર્તમાન વિકાસ જ નહીં, પરંતુ વિકાસનું ભવિષ્યલક્ષી આયોજન કરતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
વિશ્વભરમાં વસતા સૌ ગુર્જરજનોને યુગદ્રષ્ટા કવિ શ્રી નર્મદની જન્મજયંતી અવસરે ઉજવાતા આજના 'વિશ્વ ગુજરાતી ભાષા દિવસ'ની શુભકામનાઓ.
આવો, માતૃત્વની મીઠાશ અને સંસ્કારની સુવાસ ધરાવતી આપણી ગુજરાતી ભાષાના ગૌરવ અને અસ્મિતાનું જતન કરવા સંકલ્પબદ્ધ થઈએ.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે આયોજિત યંગ CEO મીટ દરમિયાન અમેરિકા ખાતે કાર્યરત યુવા ઉદ્યોગસાહસિકો, CEO, ટેક્નોલોજી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે બેઠક યોજીને ગુજરાતના વિકાસ અને રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત સંવાદ સાધ્યો હતી.
યુવા ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચામાં નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ફિનટેક, ડિજિટલ ઇકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઉદ્યોગો માટે અનુકૂળ ઇકોસિસ્ટમ, પારદર્શક નીતિ માળખું, કુશળ માનવબળ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટી ઉપરાંત રોકાણ માટે ઉપલબ્ધ તકો, રાજ્યની રોકાણકારલક્ષી નીતિઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિસ્તૃત માહિતી આપીને યુવા CEOને ગુજરાત સાથે નવી ભાગીદારી અને રોકાણની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂજર્સી’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યા બાદ થયેલી વિકાસયાત્રાએ આજે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કર્યું છે અને ગુજરાત આજે દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતે માત્ર વર્તમાન વિકાસને જ નહીં, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને નીતિલક્ષી આયોજન કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિવિધ ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવી, ગુજરાતી તથા ભારતીય સમુદાયને આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થઈને ગુજરાતમાં રોકાણ કરવા તેમજ રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યુ હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂજર્સી સ્થિત BAPS સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ અક્ષરધામ સંકુલ ખાતે ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને માનવસેવાના વિવિધ આયામોને નિહાળીને વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જીવંત રાખવા માટે સ્વામિનારાયણ સંપ્રદાય તેમજ ગુજરાતી તથા ભારતીય સમુદાયની ભૂમિકાની પ્રશંસા કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની ન્યૂયોર્ક મુલાકાત દરમિયાન વિશ્વની અગ્રણી અમેરિકન મલ્ટિનેશનલ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી મધુ કન્નન સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં શ્રી કન્નને ગુજરાતના Tier-2 અને Tier-3 શહેરોમાં ઉબરના વિસ્તરણ બાબતે ઊંડો રસ દર્શાવ્યો હતો, જેનાથી રાજ્યના નાના અને મધ્યમ શહેરોમાં પરિવહન અને કનેક્ટિવિટીની સુવિધાઓ વધુ મજબૂત બનવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતની ઇવેન્ટ્સ માટે પણ ઉબરે ભાગીદારીની સંભાવનાઓ અંગે રસ દાખવ્યો હતો. આ પ્રકારના સહયોગથી ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે સુગમ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં નવી તકો સર્જાઈ શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સહયોગની સંભાવનાઓ ચકાસવા ન્યૂયોર્કના યોર્કટાઉન હાઈટ્સ ખાતે આવેલા IBM રિસર્ચની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ
આ મુલાકાત દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટર્સમાં થઈ રહેલા અદ્યતન રિસર્ચ અને ઇનોવેશનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારત અને ગુજરાતમાં R&D ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ, નોલેજ શેરિંગ અને ઈનોવેશનના ક્ષેત્રે રહેલી તકો અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યૂયોર્કમાં ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સંજીવ આહુજા સાથે બેઠક યોજી હતી.
શ્રી આહુજાએ ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ, ખાસ કરીને પ્રોગ્રેસિવ ડેટા સેન્ટર પોલિસીની આ બેઠકમાં પ્રશંસા કરવાની સાથોસાથ યોગ્ય પોલિસી-એન્વાયરમેન્ટ અને સરકાર-ઉદ્યોગ વચ્ચેનો મજબૂત સહયોગ ડેટા સેન્ટર સેક્ટરના વિકાસને વધુ ઝડપી બનાવશે તેવો મત વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોલુબ કેપિટલના ન્યૂયોર્ક ખાતેના કો-પ્રેસિડેન્ટ શ્રી જેરી કીફ સાથે બેઠક યોજી હતી.
ગોલુબ કેપિટલ કંપનીએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં અને બેન્કિંગ, ઇન્શ્યોરન્સ તથા એક્સચેન્જ ક્ષેત્રે તેના સહયોગી ગ્લોબલ પ્લેયર્સને ગિફ્ટ સિટીના પ્લેટફોર્મ સાથે જોડવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ગુજરાત ટીમ સાથેના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક ખાતે જેપી મોર્ગનના ગ્લોબલ હેડ ઓફ પેમેન્ટ્સ શ્રી મેક્સ ન્યુકિર્ચન સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાએ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકે વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં ચર્ચા હાથ ધરી હતી.
જેપી મોર્ગનના પ્રતિનિધિએ ગિફ્ટ સિટીમાં પોતાની પ્રેઝન્સ વધારવાની અને બિઝનેસ એક્સપાન્શનની યોજનાની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સનો વધતો વિશ્વાસ ગિફ્ટ સિટીને અગ્રણી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.