મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી દિલ્હી ખાતે યોજાયેલ #VGGS2027 ના કર્ટન રેઝર કાર્યક્રમ દરમિયાન JSW MG મોટર ઈન્ડિયાના MD શ્રી અનુરાગ મેહરોત્રા સાથે બેઠક યોજી હતી, જેમાં હાલોલ ખાતે કંપની દ્વારા ₹3750 કરોડથી વધુના રોકાણ સાથે વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1.1લાખ યુનિટથી વધારીને 5 લાખ વાહનો સુધી લઈ જવાના આયોજન બાબતે ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પ્રોડક્શન ક્ષમતાના વિસ્તરણમાં 80% હિસ્સો ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs)નો રાખવાના કંપનીના નિર્ણય ઉપરાંત પ્લાન્ટમાં 40% મહિલા વર્કફોર્સની ભાગીદારી દ્વારા મહિલા સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા બદલ કંપનીની સરાહના કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે #VGGS2027 ના સંદર્ભમાં નવી દિલ્હી ખાતે આયોજિત કર્ટન રેઝર કાર્યક્રમના ભાગરૂપે અગ્રણી ઉદ્યોગકારો સાથેની વન-ટુ-વન મિટિંગની શરૂઆત ટાટા પાવર રિન્યુએબલ એનર્જી લિમિટેડના CEO અને MD શ્રી સંજય બંગા સાથે બેઠક યોજીને કરી હતી.
આ બેઠક દરમિયાન નવી સોલાર-વિન્ડ ક્ષમતાઓના નિર્માણ, 4 GW ની સુવિધા તેમજ ધોલેરા ખાતે આગામી 20 GW બેટરી સ્ટોરેજ ઇકોસિસ્ટમ વિકસાવવા જેવી મહત્ત્વની બાબતો સહિત રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવા ઉપરાંત અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન હેઠળ ગુજરાત સસ્ટેનેબલ અને નેટ-ઝીરો ભવિષ્યના નિર્માણ માટે કટિબદ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 સંદર્ભમાં કર્ટન રેઈઝર ઈવેન્ટનું આજે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા તથા ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજનો અવસર માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની 25 વર્ષની અવિરત વિકાસયાત્રાની સફળતાનો ઉત્સવ અને નવા ગુજરાતની આકાંક્ષાઓનો ઉદઘોષ છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના વિઝનથી રાજ્યમાં આવેલા પરિવર્તનની રૂપરેખા રજૂ કરીને વાઈબ્રન્ટ ગુજરાત સમિટને જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાનનું ઉત્તમ વૈશ્વિક મંચ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને રાજ્યમાં સર્જાયેલી રોકાણની તકો અંગે માહિતી આપતાં ગ્રીન ફ્યુચર માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી, મૂડી રોકાણકારોને ‘વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર’ની થીમ સાથે આગામી જાન્યુઆરી મહિનામાં આયોજિત #VGGS2027 માં સહભાગી થઈ ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવ્યું હતું તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ થકી દેશના ગ્રોથ એન્જિન તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
The countdown to Vibrant Gujarat Global Summit 2027 begins today.
The Govt of Gujarat to hold a Curtain Raiser event for the upcoming #VGGS2027 under the leadership of CM Shri @Bhupendrapbjp at New Delhi today.
PM SVANidhi Yojana is helping lakhs of women street vendors expand their businesses, increase their incomes and build a better future for their families.
#MannKiBaat
પ્રજાની વચ્ચે પ્રજાના માણસ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે મહેસાણા ખાતેના એક કાર્યક્રમમાંથી ગાંધીનગર પરત ફરતી વખતે મેવડ ગામે અચાનક કાફલો રોકી, કોઈ જ પ્રોટોકોલ કે આડંબર વગર ગ્રામીણ યુવાનો સાથે ચાની ચુસકી લેતાં વિવિધ સુવિધાઓ તેમજ સરકારની જનકલ્યાણકારી યોજનાઓ બાબતે સાહજિક સંવાદ સાધ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ બહુચરાજી ખાતે માં બહુચરના દર્શન કરીને શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે આદ્યશક્તિની પૂજા-અર્ચના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ માતાજીના ચરણોમાં રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી.
સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિવિધ પહેલ, પોલિસી અને પ્રકલ્પો થકી આંતરરાષ્ટ્રીય સ્તરે 'સ્પોર્ટ્સ હબ' તરીકે ઉભરી રહેલ ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
હૉકીના જાદુગર તરીકે વિખ્યાત મેજર ધ્યાનચંદની જન્મજયંતીએ તેમના સન્માનમાં ઉજવાતા 'રાષ્ટ્રીય રમતગમત દિવસ'ની તમામ ખેલરત્નો અને રમતપ્રેમીઓને શુભેચ્છાઓ..!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'ખેલો ઈન્ડિયા' અને 'ફિટ ઈન્ડિયા' જેવા અભિયાનો થકી આજે સમગ્ર દેશમાં એક નવી ખેલ સંસ્કૃતિનો ઉદય થયો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા 'ખેલ મહાકુંભ' જેવા આયોજનોના કારણે ગ્રામીણથી લઈને રાજ્યસ્તર સુધી રમતવીરોની પ્રતિભા ઝળકી છે.
આવો, આપણે સૌ રમતગમતને આપણા દૈનિક જીવનનો હિસ્સો બનાવી સ્વસ્થ-સશક્ત ભારતનું નિર્માણ કરવા પ્રતિબદ્ધ થઈએ.
#NationalSportsDay
Gujarat continues to redefine excellence in sports development..!
Under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi and CM Shri @Bhupendrapbjp, Gujarat proudly launches India’s first Sports Genomics Program, the landmark initiative harnesses DNA analysis and biotechnology to decode genetic potential, delivering personalized, data-driven training for our athletes.
The combination of science and sports will nurture world-class champions and prepare for landmark global arenas, including the 2030 Commonwealth Games.
Gujarat is setting a new benchmark in elite athlete development by combining sports science and cutting-edge biotechnology to nurture India’s future champions! 🏅
Hard work defines an athlete, but science unlocks their full potential. In a historic leap forward, Gujarat has launched India’s first Sports Genomics Programme an initiative designed to decode biological capabilities and optimize athletic performance.
Driven by the vision of Hon’ble PM Shri @narendramodi Ji for evidence-based sports development, this pioneering project is executed by the Gujarat Biotechnology Research Centre (GBRC) under the Department of Science & Technology, guided by Hon’ble CM Shri @Bhupendrapbjp Ji and Hon’ble Deputy CM Shri @sanghaviharsh Ji.
How it Works:
By analyzing DNA samples to build comprehensive genomic profiles, the programme integrates genomics with sports science, physiology, and performance nutrition to deliver tailored, data-driven training.
Key Milestones & Roadmap:
🔹 Phase 1: DNA sample collection initiated for athletes from the Gujarat State Tennis Association (GSTA).
🔹 Phase 2: Expansion to Archery, Fencing, Judo, and Shooting athletes.
🔹 2026 Target: Scientific profiling and analysis of 2,000 athlete samples.
As Gujarat prepares to host the 2030 Commonwealth Games, this initiative creates a foundation for scientific talent identification, personalized nutrition and high-performance preparation.
#SportsGenomics #GujaratSports #AthleteDevelopment #SportsScience #CommonwealthGames2030 #GBRC
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ વિશ્વાસની ઉજવણીના પાવન પર્વ રક્ષાબંધનનની સૌ નાગરિકોને શુભેચ્છા..!
રાજ્યની પ્રત્યેક નારીશક્તિ સુરક્ષિત, સન્માનિત અને સશક્ત બને તે જ આ મંગળ અવસરનો સાચો સંકલ્પ છે.
#RakshaBandhan
નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કેન્દ્ર સરકારની વયોશ્રી યોજના અંતર્ગત દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અર્થે વિશિષ્ટ કેમ્પનું આયોજન સંવેદનશીલતા અને સેવાભાવના સાથેના સુશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
હજારો જરૂરિયાતમંદ નાગરિકો સુધી સહાય અને સન્માન પહોંચાડવાની આ પહેલ અત્યંત પ્રશંસનીય છે. જનસેવાના આ ભગીરથ કાર્યમાં સમર્પિત ભાવે જોડાયેલા કર્મયોગીઓ અને સ્વયંસેવકો સંગઠિત સેવાભાવનાને ઉજાગર કરે છે. સરકાર અને સમાજનું સામુહિક ઉત્તરદાયિત્વ દિવ્યાંગો અને વડીલોના જીવનમાં આત્મનિર્ભરતાનો નવો પ્રકાશ રેલાવશે.
જિલ્લામાં દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકો માટે આયોજિત ALIMCO એસેસમેન્ટ કેમ્પ આજરોજ સમાપ્ત થયા છે. કુલ-5942 વરિષ્ઠ નાગરિકો અને 1515 દિવ્યાંગજનો એમ કુલ-7457 લાભાર્થીનું એસેસમેન્ટ પૂર્ણ કરવામાં આવ્યું છે.હવે આ તમામને સાધનો વિતરણ કરવામાં આવશે.
જિલ્લાના તમામ નાગરિકોનો સહકાર બદલ આભાર.