માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026' સફળતાપૂર્વક યોજાયો.
દરેક બાળકનું શિક્ષણ એ વિકસિત ગુજરાતના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે.
#ShalaPraveshotsav2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ના આજના ત્રીજા અને અંતિમ દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં પીંપણ ગામની આદર્શ પીંપણ પ્રાથમિક શાળા અને સાણંદની મોડલ સ્કૂલ ખાતે વિવિધ વર્ગનાં બાળકોને પ્રવેશ અપાવીને તેમની શિક્ષણ યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો.
નિર્દોષ હાસ્યથી ઝળહળતા બાળમન, આત્મવિશ્વાસથી ભરપૂર દીકરીઓની પ્રેરક રજૂઆત અને નવી વિચારધારાથી ઉજાગર થતી વિદ્યાર્થીઓની સમજણ વચ્ચે જ્ઞાનગંગા વહેતી જોવા મળી. આમ, ઉદ્યોગો અને અત્યાધુનિક ટેક્નોલોજીમાં લીડ લઈ રહેલ સાણંદમાં સર્જાયો શિક્ષણ, સંસ્કાર અને વિકાસનો અનોખો સંગમ.
#CMDistrictDiary
#ShalaPraveshotsav2026
બાવળા ખાતે વોટર લોગિંગના પ્રશ્નને ધ્યાને લઈ સ્થળ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
સ્થળ પર સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી સમસ્યાના કાયમી અને સમયબદ્ધ નિવારણ માટે જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરવા સૂચના આપવામાં આવી.
‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ના લક્ષ્યાંક સાથે શિક્ષણના સર્વાંગી વિકાસ અને પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ���ય માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેને હાંસલ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીના સંભવિત ડ્રોપ-આઉટ ���વાની અગાઉથી આગાહી કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્નિંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડતાં અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાજ્યની 54,000થી વધુ શાળાઓ અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ સાથે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતીનું સંચાલન અને ટ્રેકિંગ કરતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ની મદદથી આ વર્ષે લગભગ 90,212 શાળા છોડ�� ગયેલા બાળકોને શિક્ષણના પ્રવાહમાં પરત લાવવામાં આવ્યા છે.
#ShalaPraveshostav2026
#GujaratGauravGatha
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં શિક્ષણના સ્તરને નવી ઊંચાઈએ લઈ જવાના અને 100% નામાંકનના લક્ષ્ય સાથે ઉજવાઈ રહેલા 24મા 'શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026'ના ત્રીજા દિવસે અમદાવાદ જિલ્લાના સાણંદની મોડેલ સ્કૂલ ખાતે ��ોરણ-9 અને ધોરણ-11 ના કુલ 209 વિધાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા કાર્યક્રમ દરમિયાન શાળાના પ્રતિભાશાળી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું તેમજ શાળાનું 100% પરિણામ લાવવા બદલ શાળાના આચાર્યશ્રી અને શાળાને ઉદાર હાથે દાન આપનાર દાતાશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
#ShalaPraveshostav2026
શિક્ષણ મંત્રીશ્રીની ગાડી બની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની સવારી..!
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બોડીદર અને ચીખલી ગામની શિક્ષણમાંથી ડ્રોપ-આઉટ લીધેલ દીકરીઓને તેમના નિવાસસ્થાને જઈ, અભ્યાસ ચાલુ રાખવ��� માટે પ્રોત્સાહિત કરી, પોતાની જ કારમાં બેસાડીને શાળામાં પુન:પ્રવેશ માટે લાવવાનો રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાનો માનવીય અને સંવેદનાસભર અભિગમ સાચા અર્થમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' મંત્રને સાર્થક કરે છે.
પદ અને પ્રોટોકોલ બાજુમાં રાખી જ્યારે શિક્ષણ મંત્રીશ્રી પોતે દીકરીઓને ગાડીમાં બેસાડી શાળાએ મૂકવા જાય, એને જ તો ‘કન્યા કેળવણી રથયાત્રા’ કહેવાય.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાણંદ તાલુકાની આદર્શ પીંપણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ત્રીજા દિવસે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1 ના ભૂલકાંઓને શૈક્ષિણક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે શિક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ગૌરવપૂ���્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, 2003 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ આજે ગામેગામ એક ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. તેમણે સાણંદમાં થઈ રહેલ ઔદ્યોગિ��� વિકાસનો લાભ આવનાર પેઢીને મળશે તેમ જણાવી, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ જન-જનના દ્વારે પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણની સાથોસાથ સ્વચ્છતા, જળસંગ્રહ, એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ જેવા પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ વ્યાપક બનાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગામડાઓના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshostav2026
મુખ્યમંત્રીશ્રીએ બાળકોને શાળા પ્રવેશ કરાવ્યા બાદ વર્ગખંડની મુલાકાત લીધી હતી તેમજ વાલીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે બેઠક યોજીને શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ ઉપરાંત, મુખ્યમંત્રીશ્રીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે મ��ત્તમ વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી.
#ShalaPraveshostav2026
ઉર્જા અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ઓઢવ ખાતે મ્યુનિ. પ્રાથમિક શાળામાં ઉજવાયો #ShalaPraveshotsav2026
મંત્રીશ્રીના હસ્તે ઓઢવ ગુજરાતી શાળા નં.3, 6 તથા ઓઢવ હિન્દી શાળા નં.3 અને મહેશ્વરી પબ્લિક સ્કૂલના બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો.
હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં વ્યાપક વૃક્ષારોપણ માટે રિવ્યૂ બેઠક યોજવામાં આવી
બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કંપની પ્રતિનિધિઓ સાથે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તથા CSR ભાગીદારો વચ્ચે સુમેળપૂર્ણ સંકલનથી વૃક્ષારોપણના લક્ષ્યાંકો, સ્થળોની પસંદગી અને અસરકારક અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી.
#TreePlantation #HarialiLoksabha #Ahmedabad
શાળા પ્રવેશોત્સવ 2026 પૂર્વે વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશની તમામ બેઠકો 'હાઉસ ફુલ'
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીના સમન્વય સાથે શિક્ષણના વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન��દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકારી શાળાઓ વિવિધ ઇનોવેટિવ આઇડિયાઝ અને ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગ ઉપરાંત શાળામાં કરાવાતી શિક્ષણ ઉપરાંતની અનેકવિધ પ્રવૃત્તિઓ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું ઉત્તમ માધ્યમ બનેલ છે ત્યારે, હવે સરકારી શાળાઓ વિશેની જૂની માન્યતાઓ બદલાઈ છે અને ખાનગી શાળાઓને બદલે હજારો વાલીઓ પોતાનાં બાળકોને સરકારી સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ અપાવવા ઉત્સુક છે.
શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટતાનું અનોખું ઉદાહરણ બનેલી આવી જ એક સરકારી શાળા એટલે વડોદરાની કવિ દુલા કાગ સરકારી પ્રાથમિક શાળા, જ્યાં નાનાં ભૂલકાંઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડતા શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી પ્રારંભ પહેલાં જ પ્રવેશ માટેની તમામ બેઠકો ભરાઈ ગઈ છે, અને શાળાના મુખ્ય દરવાજાની બહાર ‘એડમિશન ફુલ’નું બોર્ડ લગાવવું પડ્યું છે.
પીએમ-શ્રી યોજનામાં સામેલ અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર આ શાળામાં ઉપલબ્ધ અત્યાધુનિક એર-કન્ડિશન્ડ કમ્પ્યુટર અને વિજ્ઞાન લેબ્સ, લાઇબ્રેરી, ઇન્ટરેક્ટિવ પેનલથી સજ્જ સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમતના મેદાનો, ઔષધીય વનસ્પતિ ઉદ્યાન સાથેના કેમ્પસ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ઉપરાંત વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો અને નેતૃત્વ ક્ષમતા વિકસાવતી 'બાળસંસદ' પહેલ રાજ્ય સરકારની સમયની સાથે કદમ મિલાવીને આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે.
મુખ્યમંત્રીશ્રીના દિશાદર્શનમાં રાજ્યની સરકારી શાળાઓમાં આધુનિક અને ગુણવત્તાસભર શિક્ષણની સાથોસાથ સ્માર્ટ સુવિધાઓ, તાલીમબદ્ધ શિક્ષકો, કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત યોજનાકીય લાભો, સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવા વિવિધ આયામોના પરિણામે શિક્ષિત ગુજરાતના મજબૂત પાયા પર સ્થપાઈ રહ્યો છે 'વિકસિત ભારત, વિકસિત ગુજરાત'ના નિર્માણનો આધારસ્તંભ.
#GujaratGauravGatha
#ShalaPraveshotsav2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પ���ેલે ઐતિહાસિક નગર વડનગર ખાતે આકાર લઈ રહેલા અત્યાધુનિક ‘સંગીત સંગ્રહાલય’ની મુલાકાત લઈ નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સંગ્રહાલયના વિવિધ વિભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે વિગતવાર જાણકારી મેળવી હતી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાના-રીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત આ સંગીત સંગ્રહાલય ખાતે ભારતીય સંગીતની હજારો વર્ષ જૂની સફરને આદિમ યુગથી લઈને આધુનિક કાળ સુધીના વિવિધ તબક્કાઓમાં એક અનોખા અને અનુભૂતિમય સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ અનોખો પ્રકલ્પ માત્ર એક પ્રદર્શન પૂરતો સીમિત ન રહેતા, નવી પેઢીને ભારતીય સંગીતના મૂળભૂત તત્વો સાથે જોડવાનું એક સબળ સાંસ્કૃતિક માધ્યમ બની રહેશે અને ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંગીત પરંપરાના સંરક્ષણ અને સંવર્ધન માટે એક મહત્વનું વૈશ્વિક માધ્યમ બની રહેશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા વડનગર વૈશ્વિક નકશા પર ભારતીય સંગીત વારસાના એક જીવંત અને પ્રેરણાદાયી સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળના મહત્વકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘સ���વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત વડનગરની પ્રાચીન ઇમારતો અને શેરીઓને તેના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવાના કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું તેમજ વડનગરના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની નેમ વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડનગરના હેરિટેજ વિસ્તારોની આગવી ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવી રાખવાના આ સ��ગ્ર પ્રોજેક્ટને મુખ્યત્વે ચાર મહત્વના ઝોનમાં વહેંચીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પ્રેરણા સ્કૂલ પરિસર, સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ પરિસર, પથ્થરની હવેલી વિસ્તાર અને શર્મિષ્ઠા તળાવના કિનારા જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની પ્રગતિ મુજબ, કુલ 55 ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલના તબક્કે અન્ય 52 ઇમારતો પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે આગામી સમયમાં વધુ 2 ઇમારતો પર ��િસ્ટોરેશનની પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન છે, જેનાથી વડનગરનો સમગ્ર હેરિટેજ પટ્ટો નવા અવતારમાં પ્રસ્થાપિત થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગર ખાતે રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સહભાગી થયા બાદ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી�� બાળપણમાં જે કુમાર શાળામાં શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું તે શાળા પરિસરમાં નિર્માણ પામેલ ‘પ્રેરણા સંકુલ’ની મુલાકાત લઇને સંકુલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક અને સર્જનાત્મક પાસાંઓનું અવલોકન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઊંડો રસ દાખવી તેમની સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો ��ેમજ સંકુલની શૈક્ષણિક કાર્યપદ્ધતિ વિશે જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 1888માં સ્થાપિત આ ઐતિહાસિક વિદ્યાલયને ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (ASI) દ્વારા ભવિષ્યના આધુનિક શિક્ષણ સંસ્થાન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ સંકુલ માત્ર એક શૈક્ષણિક ઇમારત નથી, પરંતુ માન���ીય વડાપ્રધાનશ્રીના દ્રષ્ટિકોણ મુજબ ભારતભરના વિદ્યાર્થીઓમાં નેતૃત્વ અને મૂલ્યોનું સિંચન કરવાનું એક માધ્યમ છે, જ્યાં અત્યાધુનિક સુવિધાઓ સાથેનું અનુભવાત્મક શિક્ષણ આપવામાં આવે છે. અહીંનો વિશિષ્ટ અભ્યાસક્રમ મુખ્યત્વે નવ દૈનિક જીવન મૂલ્યો પર આધારિત છે, જે ભારતભરના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક તાંતણે જોડીને સાંસ્કૃતિક અને શૈક્ષણિક આદાનપ્રદાન માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડનગરની બી. એન. હાઈસ્કૂલ ખાતે પ્રથમવાર શાળાના પગથિયા ઓળંગી રહેલા આંગણવાડી અને બાલવાટિકાના ભૂલકાંઓ તેમજ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકન��� 390 જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને શાળા પ્રવેશ કરાવી ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026’નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
#ShalaPraveshotsav2026
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2003માં "સૌ ભણે, સૌ આગળ વધે"ના ભાવ સાથે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવી પહેલોથી રાજ્યના વિદ્યાર્થીઓના નામાંકન દર તથા ડ્રોપઆઉટ દરમાં આવેલા સકારાત્મક પરિવર્તન અંગે તેમજ ટેક્નોલોજીના માધ્યમથી સશક્ત બનેલી શિક્ષણ વ્યવસ્થાની ગાથા વ��શે સૌને માહિતગાર કર્યા હતા. સાથે જ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓના વાલીઓ તથા શિક્ષકોને દીકરા-દીકરીઓના શિક્ષણ માટે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું તેમજ આજે શાળા પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી, વિકસિત ભારતના નિર્માણમાં શિક્ષિત ગુજરાત થકી વિકસિત ગુજરાતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
#ShalaPraveshotsav2026
મુખ્યમંત્રીશ્રીએ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વ્યવસ્થાપન કમિટી અને સંચાલક મંડળના સભ્યો સાથે સંવાદ સાધી તેમના પ્રતિભાવો જાણ્યા હતા તેમજ બાળકોની ઉજ્જવળ શૈક્ષણ���ક કારકિર્દીને લગતાં મહત્ત્વપૂર્ણ સૂચનો કર્યાં હતાં. મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે શાળાના પ્રાંગણમાં 'એક પેડ માં કે નામ 3.0' અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતન માટે પ્રેરણા પૂરી પાડી હતી.
#ShalaPraveshotsav2026