સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી ઓળખ બનાવી વિશ્વાસ જીતવાનો અને ત્યારબાદ નાણાંની માંગણી કરીને છેતરપિંડી કરવાનો ટ્રેન્ડ સતત વધી રહ્યો છે.
ઓળખીતા વ્યક્તિ, મિત્ર કે સંસ્થાના નામે આવતી દરેક વિનંતી સાચી હોય જ એવું જરૂરી નથી. કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કરતાં પહેલાં સંબંધિત વ્યક્તિની ઓળખ અને માહિતીની ચકાસણી કરવી જરૂરી છે.
MISSION OTP અભિયાન અંતર્ગત સાયબર અપરાધીઓ દ્વારા અપનાવવામાં આવતી આવી છેતરપિંડીની પદ્ધતિઓ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો ગુજરાત પોલીસનો પ્રયાસ.
#MissionOTP #CyberSafety #GujaratPolice
સાયબર અપરાધીઓ સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
આ અભિયાન દરમિયાન સાઇબર ફ્રોડના વિશાળ નેટવર્કનો પર્દાફાશ કરી અનેક ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. નાગરિકોની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવા ગુજરાત પોલીસ સતત સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.
સુરક્ષિત ગુજરાત માટે આપનો સહકાર અને જાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક !
ગુજરાતના નાગરિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે હાથ ધરાયેલું 'ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦' સાયબર ક્રાઇમની કમર તોડવામાં અત્યંત અસરકારક સાબિત થયું છે. I4C, NCRP પોર્ટલ અને ૧૯૩૦ હેલ્પલાઈનના સંકલિત ડેટા અને બેંકો સાથેના રિયલ-ટાઇમ કો-ઓર્ડિનેશનના કારણે રૂ.૨૨૮૯ કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ થયો છે.
🚨 આગામી સમયમાં આ લડાઈને વધુ મજબૂત કરવા માટે RBI ના માર્ગદર્શન હેઠળ Indian Digital Payment Intelligence Corporation (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અને https://t.co/o9iUwLPQyA રજિસ્ટ્રી કાર્યરત કરવામાં આવી રહી છે, જે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સને તાત્કાલિક બ્લોક કરશે.
ઓપરેશનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ-
🚨 ૯૧૩ શંકાસ્પદ મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી
🚨 ૫૬૫ FIR નોંધીને ૬૩૮ સાયબર ગુનેગારોની ધરપકડ
🚨 ચેક દ્વારા થતા શંકાસ્પદ ઉપાડમાં ૭૫% નો ધરખમ ઘટાડો
🚨 ATM દ્વારા થતા ફ્રોડ ઉપાડમાં ૬૬% નો ઘટાડો
સાયબર સુરક્ષા એ હવે માત્ર આર્થિક સુરક્ષા નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ સાયબર ગુનેગારોના મૂળ સુધી પહોંચીને તેમને આકરી સજા અપાવવા સજ્જ છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહીએ, જાગૃત રહીએ. 🤝
Big discounts. Urgent sale. “Army seller”. Courier charges.
Cyber criminals often use trust-building tactics and attractive deals to target people on online buying and resale platforms.
🚨 સાવધાન… તમારા ફોટાનો પણ દુરુપયોગ થઈ શકે છે!
હવે સાયબર ઠગો AI અને Face Authentication નો ઉપયોગ કરીને AEPS (Aadhaar Enabled Payment System) મારફતે ફ્રોડ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
✅ આજે જ તમારું આધાર બાયોમેટ્રિક લોક કરો
#CyberSafety#AEPSFraud#AadhaarSafety#CyberAwareness
"વેકેશનમાં મજા કરો… પણ સાયબર સુરક્ષા ભૂલશો નહીં! ☀️📱"
બાળકો ગેમ્સ, રીલ્સ અને ઓનલાઈન એક્ટિવિટી વધુ કરે છે… પણ એક નાની ભૂલ તેમને સાયબર ફ્રોડનો શિકાર બનાવી શકે છે 😨
👉 અજાણી લિંક પર ક્લિક ન કરો
👉 ફક્ત ઓફિશિયલ એપ્સ જ ડાઉનલોડ કરો
👮♂️ સાવચેત રહો, સુરક્ષિત રહો!
🚨 હોટલ બુકિંગ કરતા પહેલા સાવધાન!
ઓનલાઇન સસ્તા રેટમાં હોટલ બુકિંગ બતાવીને ઠગાઈ વધી રહી છે 😨
👉 ફેક વેબસાઈટ / Google નંબર પરથી બુકિંગ ન કરો
👉 એડવાન્સ પૈસા મોકલતા પહેલા ચેક કરો
👉 હંમેશા ઑફિશિયલ વેબસાઈટ અથવા એપનો ઉપયોગ કરો
💡 એક નાની ભૂલ → મોટી છેતરપિંડી બની શકે