આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી ચાણસ્મા ના વરદ હસ્તે હારીજ રાજકોટ બસનું મુસાફર સુવિધા માટે લોકાર્પણ કરેલ છે. હારીજ એસ.ટી ડેપોને નવીન બે ગુજર નગરી બસ મળેલ છે. શંખેશ્વર અંબાજી પણ ગુર્જર નગરી બસ શરૂ કરેલ છે.
આગામી ૭ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનપ્રતિનિધિઓના વરદ હસ્તે ૫૧ નવીન અત્યાધુનિક બસો તથા ૫ બસ સ્ટેશનોનું લોકાર્પણ તથા ૨૩ બસ સ્ટેશન/વર્કશોપનું ખાતમુહૂર્ત સંપન્ન થશે.
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જનતાની સેવામાં GSRTC દ્વારા કુલ રૂ. ૨૬૦ કરોડના પ્રકલ્પો સાથે નવીન સુવિધાઓનું ઉમેરણ થશે.
આજ રોજ હારીજ ડેપો ખાતે શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત મુસાફર માં જાગૃતતા લાવેલ જેમાં પાટણ જિલ્લા ના ઉપ પ્રમુખ શ્રી ગોવિદભાઈ માલધારી હાજર રહી જાગૃતતા બાબત નો સંદેશ મુસાફર જનતા ને આપેલ