ઓપરેશન મ્યૂલ હન્ટ અંતર્ગત એક અઠવાડિયામાં રાજ્યમાં 494 FIR દાખલ કરીને 340 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી...
કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીશ્રી સહિત સમગ્ર મંત્રીમંડળે ગુજરાત સાયબર ક્રાઇમ સેલની કામગીરીને બિરદાવી...
જો તમે સાયબર ક્રાઇમ કે નાણાકીય છેતરપિંડીનો ભોગ બનો છો તો 1930 નંબર પર ફરિયાદ નોંધાવી તમારી મહેનતના નાણાં બચાવી શકો છો...
#operationmulehunt #CyberAwareness #Dial1930 @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@GujaratPolice@CyberGujarat
આપદાની વેળાએ ધરતીપુત્રોને સહાયની સંવેદના... આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી
તાજેતરના કમોસમી અસાધારણ વરસાદમાં ખેડૂતોની પડખે ઊભા રહીને ₹10 હજાર કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરી આ પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરનારા અસરગ્રસ્ત ખેડૂતોને અત્યાર સુધીમાં ₹5300 કરોડથી વધુની સહાય રકમ ઓનલાઇન DBTથી ચૂકવી દેવા બદલ રાજ્યની વિવિધ APMC, માર્કેટયાર્ડ, ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ તેમજ કિસાન અગ્રણીઓએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગાંધીનગરમાં રૂબરૂ મળીને આભાર સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
આ અવસરે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ઉપરાંત મંત્રીશ્રીઓ સર્વ શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
Congratulations to our Men's Junior Hockey Team on scripting history at the FIH Hockey Men’s Junior World Cup 2025! Our young and spirited team has secured India’s first-ever Bronze medal at this prestigious tournament. This incredible achievement inspires countless youngsters across the nation.
આજે માન.કલેકટરશ્રી સાથે સંયુક્ત રીતે વસો તાલુકાના પલાણા ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઈ ઈ-ગ્રામ કેન્દ્ર દ્વારા ગ્રામજનોને ઉપલબ્ધ કરાવવામાં આવતી વિવિધ મહત્વપૂર્ણ યોજનાકીય અને ડિજિટલ સેવાઓની કામગીરી બાબતે સમીક્ષા કરી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે હાજર સ્ટાફને જરૂરી સૂચનો આપ્યા.
આજે વસો તાલુકાના પલાણા ગ્રામ પંચાયત ખાતે 'One Day Service' હેઠળ મળતી નાગરિક સેવાઓનું આકસ્મિક નિરીક્ષણ કર્યું. નાગરિકોને મળીને તેમની સમસ્યાઓ જાણી અને સેવાઓ સરળતાથી મળે તે માટે જરૂરી સૂચનાઓ આપી.
આજે નડિયાદ ખાતે "આયુષ મેળા"નું આયોજન કરી જનમાનસ માટે ખુલ્લો મુકવામાં આવ્યો જેમાં ઋતુચર્યા, યોગ પ્રદર્શન, મર્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સા, વ્યસન મુક્તિ શિબિર સાથે આયુર્વેદ અને હોમિયોપેથી ઓપીડી કેમ્પ ગોઠવી જાહેર જનતાને આયુર્વેદ સંબધી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.
जिस मंत्र और जयघोष ने देश की आजादी के आंदोलन को ऊर्जा और प्रेरणा दी थी, त्याग और तपस्या का मार्ग दिखाया था, उस वंदेमातरम् का पुण्य स्मरण हम सबका परम सौभाग्य है।
આજરોજ કઠલાલ તાલુકાની કલેસર પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી જે દરમિયાન શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરી વધુમાં શાળામાં અપાતા શિક્ષણ અને મધ્યાહન ભોજનની ગુણવત્તા બાબતે સમીક્ષા કરવામાં આવી.
ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં બુથ લેવલ અધિકારીઓ દ્વારા ઘેર ઘેર જઈને ગણતરી ફોર્મના વિતરણનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.મતદાર યાદીની સુધારણા પ્રક્રિયામાં આ એક મહત્વનું પગલું છે.જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આ BLOને સંપૂર્ણ સહયોગ આપી,ક્ષતિવિહીન મતદારયાદી બનાવીએ.
આજે જીલ્લા પોલીસ તંત્ર અને SRPF ગ્રુપ-૭ દ્વારા આયોજિત સાયકલ રેલીમાં ભાગ લીધો. પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે આ એક સરાહનીય પહેલ છે.ફિટ ઈન્ડિયાનું સપનું સાકાર કરવા તરફનું એક વધુ કદમ એટલે આજની સાયકલ રેલી.
#FIT_INDIA#મેદસ્વિતા_મુક્ત_ગુજરાત
આજરોજ ઝુલેલાલ મંદિર નડિયાદ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેની મુલાકાત લઈ તે વિસ્તારમાં રહેતા પ્રજાજનોને તેમના ઘર આંગણે જ નિઃશુલ્ક તબીબી સારવાર મળી રહે અને વધુમાં વધુ લોકો આ આરોગ્ય સારવાર કેમ્પનો લાભ લે તે સુનિશ્ચિત કરવા હાજર સ્ટાફને જરૂરી માર્ગદર્શન આપ્યું.