માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે GIDCના પ્લોટ ધારકો માટે એક મહત્વનો નિર્ણય કર્યો છે.
GIDC પ્લોટના અગાઉના ટ્રાન્સફર (તબદીલી) વખતે બાકી રહી ગયેલી સ્ટેમ્પ ડ્યુટી તથા તેની પેનલ્ટીમાં રાહત આપવા માટે ગુજરાત સરકારે 'GIDC એમ્નેસ્ટી સ્કીમ' (માફી યોજના) અમલમાં મૂકી છે. આ યોજના અંતર્ગત MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80 ટકા સુધીની રાહત મળશે.
આ યોજના થકી બમણો લાભ પ્રાપ્ત થશે, એક ઉદ્યોગકારોને આર્થિક રાહત મળશે તેમજ સરકારશ્રીના બાકી નાણાંની વસૂલાતની પ્રક્રિયા સરળ બનશે.