આજથી સતત દિન-૦૪ માટે ભયજનક ડ્રાઈવીંગ/રોન્ગસાઈડ ડ્રાઈવીંગ અગે ડ્રાઈવ રાખવામાં આવેલ છે. જે ડ્રાઈવ દરમ્યાન તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ રોન્ગસાઈડ, ભયજનક ડ્રાઈવીંગ કરતા ૮૧ ઈસમો વિરૂધ્ધ FIR દાખલ કરી ૮૧ ઈસમો અટક કરવામાં આવેલ છે.
#ahmedabadtrafficpolice#gujaratpolice@AhmedabadPolice
TATA IPL T20 ક્રિકેટ 2026
અમદાવાદ શહેરમાં આવતીકાલે તા.31/05/2026ના રોજ યોજાનાર TATA IPL T20 ક્રિકેટ 2026ની ફાઇનલ મેચના પોલીસ બંદોબસ્તનું આજરોજ ગ્રાન્ડ રિહર્સલ કરવામા આવ્યું.
અમદાવાદ પોલી�� કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ સમગ્ર પોલીસ બંદોબસ્તના આયોજન અંગે સમીક્ષા કરી અને સ્ટેડિયમ બંદોબસ્ત તથા આસપાસ ના હોલ્ડિંગ એરિયા વિગેરે નિરિક્ષણ કરવામાં આવ્યું.
રિહર્સલ પૂર્ણ થયા બાદ તમામ પોલીસ અધિકારીઓનું બ્રિફિંગ કમિશનરશ્રીએ સ્વયં કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું. આ સાથે તેમણે અધિકારીઓને પ્રોત્સાહિત કર્ય��� તથા આવતીકાલની ફાઇનલ મેચ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનાવવા સૂચનો આપ્યા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @InfoGujarat
#AhmedabadPolice
નિકોલ વિસ્તારમાંથી પર-પ્રાંતિય ભારતીય બનાવટના વિદેશીદારૂની તેમજ અન્ય ચીજવસ્તુઓ મળી કુલ્લે રૂ. *૨,૧૪,૫૮૦/-* ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી.ઝોન-5 ટીમ.
@sanghaviharsh@AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે નવનિર્મિત 'પોલીસ જીમ'નું ઉદ્ઘાટન
અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંગી સુખાકારીને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર કચેરીના પ્રથમ માળે એક આધુનિક અને સુસજ્જ પોલીસ જીમ તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત જીમનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે શ્રી નિપુણા તોરવણે , પ્રિન્સીપાલ સેક્રેટરી ગ્રુહ વિભાગ અને મેનેજિંગ ડિરેક્ટર- ગુજરાત પોલીસ આવાસ નિગમ નાઓ અને અન્ય ઊચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.
આ જીમમાં પોલીસ કર્મચારીઓ માટે વ્યાયામ સાધનો, ફિટનેસ મશીનો તથા આરોગ્યપ્રદ કસરતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના દૈનિક ફરજિયાત કાર્યો સાથે શરીર અને મનને તંદુરસ્ત રાખી શકે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં તા. 16 એપ્રિલ 2026ના રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશ્નરેટના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓ તેમજ સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીનાઓ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં નવનિયુક્ત થયેલ અધિકારીશ્રીઓને શહેર પોલીસની કાર્યપદ્ધતિ થી મે.પોલીસ કમિશ્નરશ્રી દ્વારા વાકેફ કરવામાં આવ્યા.
આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાપન અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન શાંતિ, સુરક્ષા અ��ે કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.
ગુનાખોરીના ડીટેકશન રેટ અને કન્વીકશન રેટમાં સુધારો લાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી.
ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા અમદાવાદ શહેર પોલીસને શહેરના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રતિબદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવે છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
૨૦ એપ્રિલ ૨૦૨૬
Mission Fit Khakhi કાર્યક્રમ આજે સાતમા અઠવાડિયામાં પ્રવેશ્યો છે.
૧૦ માર્ચ ૨૦૨૬થી શરૂ થયેલ ૧૨ અઠવાડિયાના આ અભિયાનમાં પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ તમામ કર્મચારીઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં અપેક્ષિત પ્રમાણેના સકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા.
પોલીસ કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શનને પરિણામે પોલીસ કર્મચારીઓ એક���ા, શિસ્ત અને ટીમ સ્પિરિટ વધુ મજબૂત બની રહી છે.
આ સક્રિય જોડાણ Mission Fit Khakhi અભિયાનના લક્ષ્યોને આગળ ધપાવે છે.
Mission Fit Khakhi પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવા સાથે તેમની માનસિક સ્થિરતા, સ્ટ્રેસ હેન્ડલિંગ, ટીમ વર્ક અને જીવનશૈલીને વધુ સકારાત્મક બનાવવામાં સફળ રહેશે
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
આજરોજ, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી શ્રી જી.એસ. મલિકનાઓએ ગુજરાત કોલેજ અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે આવેલા મતગણતરી કેન્દ્રોની મુલાકાત લીધી.
ગુજરાત કોલેજ ખાતે 21 વોર્ડ ની મતગણતરી થનાર છે અને એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ ખાતે 27 વોર્ડ ની મતગણતરી થનાર છે.
મતગણતરી ��ેન્દ્ર ની ત્રિ સ્તરીય સુરક્ષા વ્યવસ્થાપન અંગે ચકાસણી કરવામાં આવી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીશ્રીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા.
આ ઉપરાંત શહેરના અન્ય સંવેદનશીલ મતદાન મથકો સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યુ.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
👮♂️ લોકશાહીના પર્વમાં સુરક્ષા અને સહયોગની સમીક્ષા 🗳️
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - 2026 અંતર્ગત, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ. મલિકનાઓ દ્વારા આજે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી સુરક્ષા વ્યવસ્થાની મુલાકાત લેવામાં આવી .
મતદાન મથકો પર તૈનાત પોલીસ જવાનો અને અધિકારીઓ સાથે વાતચીત કરી, સુરક્ષા વ્��વસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને જરૂરી માર્ગદર્શન આપ્યું.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
આજરોજ, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી શ્રી જી.એસ. મલિકનાઓએ શહેર વિસ્તારના અસારવા, દાણીલીમડાના પિરાણા રોડ, બહેરામપુરા અને શાહપુર વિસ્તારના રંગીલા ચોકીમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીશ્રીઓ તથા ચૂંટણી અધિ���ારીશ્રીઓ પણ સાથે હાજર રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રીએ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થાનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને મતદાનના દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું.
અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પ્રતિબદ્ધ છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice
@dgpgujarat
#AhmedabadPolice
01/04/2026
10 માર્ચ 2026 થી શરુ કરવામાં આવેલ Mission Fit Khakhi કાર્યક્રમનો આગળનો તબક્કો આજથી શરૂ થયો.
ચોથા અઠવાડિયાના આ તબક્કામાં ધ્યાન અને મેડિટેશનને પ્રાથમિકતા આપી તાલીમમાં સામેલ કરવામાં આવ્યું છે, જેથી શારીરિક સાથે માનસિક તંદુરસ્તી પણ મજબૂત બને. આગળના આયોજન અને કાર્યક્રમની રૂપરેખા પોલીસ કમિશ્નરશ્રી દ્વારા રજૂ કરવામાં આવી.
આ અભિયાનથી પોલીસ કર્મચાર���ઓની તંદુરસ્તી વધશે અને કાર્યક્ષમતા સુધરશે. સ્વસ્થ જીવન, સુરક્ષિત સેવા.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat @PoliceAhmedabad
#AhmedabadPolice
ગુજરાતના ધો.૧૦ અને ધો.૧૨ ની પરીક્ષા આપી રહેલા વિ��્યાર્થીઓને સફળતા માટે શુભકામનાઓ. ગભરાયા વગર, શાંત ચિત્તે પેપર લખશો.
ગુજરાત પોલીસ આપની મિત્ર છે એટલે કંઈ પણ સમસ્યા - મુશ્કેલી પડે તો સૌથી પહેલાં આપના આ મિત્રનો સંપર્ક કરશો.
આ સાથેસફળતાના મંત્રો ચોક્કસ યાદ રાખો -
- પૂરતી ઊંઘ લો. 😴
- પ્રશ્નપત્રને ધ્યાનથી વાંચો. 📖
- તમારા પર વિશ્વાસ રાખો. 💪
- ધ્યાનથી રસીદ અને અન્ય વસ્તુઓ સાથે લો. 📝
આજરોજ,
પોલીસ કમિશનર શ્રી જી.એસ. માલિકનાઓની અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ ની ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું.
અમદાવાદ શહેરના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તેમજ તેમનાથી ઉપરના દરજ્જાના ત��ામ અધિકારી ઉપસ્થિત રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રીએ, અમદાવાદ શહેરના કાયદો અને વ્યવસ્થાપન અંગેની સ્થિતિની સમીક્ષા કરી,
સાઇબર ક્રાઇમ અંગેની ગુનેગારો દ્વારા આચરવામાં આવતી વિવિધ પદ્ધતિ�� અંગે જરુરી તપાસ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી, બાળકો અને મહિલાઓ અને સિનિયર સિટીઝનમાં આધુનિક યુગ માં થતા ગુનાઓ અંગે જાગૃતતા આવે તે માટે સ્થાનિક સ્તરે સંવેદનશીલ રીતે કામગીરી કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો.
યુવાનોમાં ડ્રગ્સનું દુષણ નાથવા માટે અસરકારક કામગીરી કરવા સુચના આપવામાં આવી.
આગામી સમયમાં શહેરના પોલીસ ટ્રાફિક સમસ્યા અને સાઇબર ફ્રોડ સામે વધુ સજ્જ બને અને અસરકારક કામગીરી થાય તે માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આગામી દિવસોમાં યોજાનાર SSC/HSC પરીક્ષા બંદોબસ્ત અંગે, ક્રિકેટ મેચ બંદોબસ્ત અંગે તથા હોળી - ધુળેટી બંદોબસ્ત આયોજન અંગે જરુરી સમીક્ષા કરી.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh @GujaratPolice @dgpgujarat
#AhmedabadPolice
Cyber Capacity Building:
સાઇબર ક્રાઇમના વ્યાપને નાથવા, અમદાવાદ શહેર પોલીસનાં પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને સતત બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ મળી રહે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્રાઇમ શાખા ખાતે ટ્રેનિંગ સેન્ટર બનાવાવામાં આવેલ છે.
શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની સાઇબર સજ્જતા અંગેની તાલીમની ત્રણ બેચ તૈયાર થઈ ગયેલ છે , અને ચોથી બેચ હાલ તાલીમ લઈ રહેલ છે.
પોલીસ કમિશ્નરશ્રી નાઓએ આજે સાઇબર ક્રાઇમ ટ્રેનિંગ સેન્ટર ની મુલાકાત કરી, અને ભવિષ્યના સાઇબર ક્રાઇમના પડકારો સામે સજ્જ થઈ રહેલા પોલીસ કર્મચારીઓની તાલીમની સમીક્ષા કરી.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@cybercrimeahd@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice