રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના મોટી ખરજની રાહડુંગરી પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત વ્હાલા બાળકોની વચ્ચે ઉપસ્થિત રહેવાનો અનેરો આનંદ મળ્યો.
આંગણવાડી, બાળવાટિકા, ધોરણ 1 અને 9 ના બાળકો તેમજ પુનઃપ્રવેશ મેળવનાર ભૂલકાઓ, દીકરા-દીકરીઓને કુમકુમ તિલક કરી અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને જ્ઞાનની દુનિયામાં પ્રવેશ કરાવ્યો અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવ્યા.
આ પ્રસંગે રમતગમત તેમજ અન્ય ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી બાળકોને સન્માનિત કર્યા.
કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા વિશે એક દીકરાએ આપેલું સુંદર વક્તવ્ય અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરતી દીકરીનો આત્મવિશ્વાસ જોઈને ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ખીલી રહેલી નવી પેઢીના સામર્થ્ય અંગેની શ્રદ્ધા વધુ મજબૂત થઈ.
બાળકોમાં સામાજિક જવાબદારી પ્રત્યેની જાગૃતિ વધે તે હેતુથી ઉપસ્થિત સૌ નાગરિકો અને બાળકોને માર્ગ સલામતીના શપથ પણ લેવડાવ્યા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો પહેલાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીનું જે બીજ રોપ્યું હતું, તે આજે દાહોદ સહિત સમગ્ર આદિવાસી પટ્ટાના અંતરિયાળ વિસ્તારોમાં વટવૃક્ષ બનીને લહેરાઈ રહ્યું છે, તેનો સુખદ સાક્ષાત્કાર થયો.
આવો, સૌ સાથે મળીને શિક્ષણની આ જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ અને ગુજરાતના ભવિષ્યને વધુ સુદ્રઢ બનાવીએ.
#ShalaPraveshotsav2026
માલપુર તાલુકાના માલજીના પહાડિયા તેમજ ટીસ્કી ગ્રાપં સામાન્ય દફતર ચકાસણી કરવામાં આવી સાથે વેરા વસુલાત,પીમએવાય,નરેગાની યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવી સાથે જ આવાસો ઝડપથી પુરા થાય, વેરો નિયમિત રીતે ટાર્ગેટ મુજબ વસૂલ કરવા તલાટીશ્રી અને સરપંચ શ્રીને તાકીદ કરવામાં આવી. @CMOGuj
મેઘરજ તાલુકાના ઝરડા ગામે આંગણવાડી કેન્દ્રની અને પ્રાથમિક શાળાની મુલાકાત લઇ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત આપવામાં આવતા ભોજનની ચકાસણી કરવામાં આવી તેમજ બાળકો અને શિક્ષકો સાથે સંવાદ કરવામાં આવ્યો આ સિવાય ગામમાં ચાલી રહેલ વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું@CMOGuj@GujPRHDept
આજ રોજ તા ૧૧/૦૬/૨૦૨૬ સ્વચ્છતા સપ્તાહ અભિયાન અંતર્ગત માન.મંત્રીશ્રી પી.સી.બરંડા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુર પટેલ તેમજ સ્થાનિક આગેવાનોએ ઉત્સાહભેર શ્રમદાન કર્યું અને બજાર તથા આસપાસના રોડ રસ્તાની સફાઈ કરી.@CMOGuj@GujPRHDept@sanghaviharsh
આજ રોજ ધનસુરા તાલુકાના વડાગામ ગ્રામ પંચાયતની મુલાકાત કરી વિકાસના કામોની ચકાસણી કરવામાં આવી તેમજ આંગણવાડી કેન્દ્ર તથા PHC સેન્ટરની મુલાકાત કરી આરોગ્યલક્ષી સેવાઓની ચકાસણી કરી @CMOGuj@GujPRHDept@sanghaviharsh
શીણાવાડ ગ્રામ પંચાયતni મુલાકાત કરી રેકર્ડ નિરીક્ષણ કરવામાં આવ્યું તેમજ નિર્માણાધિન નવીન ગ્રામ પંચાયત ભવનનું નિરીક્ષણ કર્યું.@CMOGuj@GujPRHDept@sanghaviharsh
આજરોજ શામળાજી તાલુકાના અઢેરા ગ્રામ પંચાયત ખાતે તળાવ ઉંડુ કરવાની કામગીરી રૂબરૂ સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કરવામાં આવ્યું અને જળ સંચયની મહત્વપૂર્ણ કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયબદ્ધુ થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી@CMOGuj@GujPRHDept@sanghaviharsh
આજ રોજ શામળાજી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો તેમાં હાજરી આપી અરજદારશ્રીઓની રજૂઆતો સાંભળી ,સંબંધિત અધિકારીશ્રીઓને નિયમોનુસાર તાત્કાલિક નિકાલ કરવા માટે સૂચના આપી.@GujPRHDept@CMOGuj@sanghaviharsh
અરવલ્લી જિલ્લામાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત ધનસુરા ઘટકની આધારશિલા અભ્યાસક્રમ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી કાર્યકર બહેનોને નવા અભ્યાસક્રમ મુજબ પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ,૨૦૨૬ ના અમલીકરણ અંતર્ગત નામ. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલ ડાયરેક્શન અનુસંધાને અરવલ્લી જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીશ્રોઓની જિલ્લા પંચાયત ખાતે બેઠક કરી જરૂરી સૂચનો આપવામાં આવ્યા તથા ફોર્મ-૪ની વિગતો બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.@GujPRHDept
જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત-ફરિયાદ નિવારણ
કાર્યક્રમમાં આવેલા અરજદારોના ૧૪ પ્રશ્નોને પ્રત્યક્ષ રજુઆતો અને તેમના પ્રશ્રોને સાંભળી તેના નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ગહન ચર્ચા કરી નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું. @CMOGuj@SWAGATOnlineGuj
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગેની પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અરવલ્લી જિલ્લા વાસીઓને તથા યુવાનો, વડીલો અને મહિલાઓને લોકશાહીના પર્વને મજબૂત કરવા આપ બધા મોટી સંખ્યામાં આવી મતદાન કરવા અપીલ કરવામાં આવે છે.આપ અચૂક મતદાન કરો. @SECGujarat