શિક્ષણની ગુણવત્તા, સમર્પણ અને શ્રેષ્ઠતાના આ ઉત્સવમાં સન્માનિત થયેલ તમામ કર્મયોગીઓ, વિદ્યાર્થીઓ અને શાળાઓને હાર્દિક અભિનંદ�� તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.
આવો, આપણે સૌ સાથે મળીને ‘શિક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત’ થકી ‘શિક્ષિત ભારત, વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરીએ.
આ પ્રસંગે શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાશાળી શિક્ષકો, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્��ા તેમજ તેજસ્વી તારલાઓને સન્માનપત્ર અને શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરનાર શાળાઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા.
ગત રોજ ગાંધીનગર ખાતે માનનીય કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમ્નભાઈ વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મુખ્ય હોદ્દેદારશ્રીઓ સાથે શિક્ષણ ક્ષેત્રના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે બેઠક યોજી, શિક્ષણની ગુણવત્તામાં વધારો,(1/2)
@Bhupendrapbjp@sanghaviharsh ગુણવત્તાયુક્ત અને સર્વાંગી વિકાસની નવી દિશા નિર્ધાર��ત થઈ છે.
શાળા પ્રવેશોત્સવ માત્ર એક સરકારી કાર્યક્રમ નહીં, પરંતુ દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનું એક જનઆંદોલન છે. શિક્ષિત, સંસ્કારી અને સ��ક્ત પેઢીના નિર્માણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ છે.(3/4)
@Bhupendrapbjp@sanghaviharsh કાર્યક્રમો અંગે વિચાર રજૂ કર્યા.
આ પ્રસંગે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 આધારિત State Curriculum Framework (SCF), School Quality Assessment and Assurance Framework (SQAAF) ના લોકાર્પણ તેમજ ‘નિપુણ ગુજરાત’ કાર્યક્રમના પ્રારંભ સાથે ગુજરાતના શિક્ષણ ક્���ેત્રે(2/4)
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની યોજાયેલ બેઠકમાં ઉપસ્થિત રહી વિભાગના અધિકારીઓ સાથે બાળ સુરક્ષાના વિવિધ પેહલુઓ પર અર્થપૂર્ણ ચર્ચા સાધી, તેમજ બાળ અધિક���ર સંરક્ષણને લગતા વિષયો પર જરૂરી સૂચનો કર્યા.
📍સ્વર્ણિમ સંકુલ-1, ગાંધીનગર
વિદ્યાર્થીઓ સુધી પા���્યપુસ્તકો પહોંચે તે માટે યુદ્ધના ધોરણે કામગીરી...
વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરવા પાઠ્યપુસ્તક બોર્ડના ગોડાઉનની મુલાકાત લીધી.
આ પ્રસંગે વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી. આ માટે બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કઠોર પરિશ્રમ કરી રહ્યા છે, તેમની નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે.
“સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ 2025-26 માં ગુજરાત સમગ્ર દેશમાં પ્���થમ”
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સ્વચ્છ એવમ હરિત વિદ્યાલય રેટિંગ (SHVR) 2025-26 અંતર્ગત ગુજરાતને સમગ્ર દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું.
આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના માર્ગદર્શન હેઠળ ગુણવત્તાયુક્ત, સ્વચ્છ અને હરિત વિધાલયના નિર્માણ માટે અમે સતત પ્રતિબદ્ધ છીએ.
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર શિક્ષણ પરિવારને હાર્દિક અભિનંદન અને શ���ભેચ્છાઓ.
@CMOGuj l @PMOIndia l @InfoGujarat
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વર્ષ 2003માં શરૂ કરા��ેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવથી રાજ્યમાં નામાંકન દર 100% અને ડ્રોપઆઉટ રેશિયો લગભગ નહિવત બન્યો છે. તેમણે આ પહેલ થકી રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં આવેલ પરિવર્તન અંગેની રૂપરેખા આપી, સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ અવસરે ��ુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના વરદ્હસ્તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) આધારિત રાજ્ય અભ્યાસક્રમ રૂપરેખા શાળા શિક્ષણ (SCF) પુસ્તિકા તેમજ શાળાઓમાં વૈશ્વિક ધોરણો મુજબ મૂલ્યાંકન સુનિશ્ચિત કરત��� સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF) પુસ્તિકાનું વિમોચન તેમજ રાજ્યભરની હયાત પ્રાથમિક શાળામાં નવી મંજૂર થયેલી માધ્યમિક શાળાના મંજૂરી પત્રો પણ એનાયત કરવામાં આવ્યાં.
શિક્ષિત ગુજરાતથી, વિકસિત ગુજરાત
ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના અધ્યક્ષસ્થાને તથા નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જીની પ્રેરક ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026’ના આયોજન અને શાળા નિરીક્ષણ બાબતે માર્ગદર્શક બેઠક તેમજ NEP-2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF) તથા સ્કૂલ ક્વૉલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)નું લોકાર્પણ અને નિપુણ ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો.