નવરાત્રીની દસ રાત્રીઓ જોતજોતામાં પૂરી થઈ ગઈ. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઘરબે ઘુમ્યા. હજારો શ્રોતાઓએ મન ભરીને ગરબા માણ્યા. વરસાદે બે રાત્રીમાં વિઘ્ન ઉભું કર્યું હોવા છતાં ખેલૈયાઓ અને સ્વયંસેવકોનો ઉત્સાહ સહેજ પણ મોળો પડ્યો ન હતો. વરસાદી વાતાવરણમાં અને વરસતા ફોરાં વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબે રમવાના ઓરતા આ નોરતામાં પુરા કરી લીધા. કલ્ચરલના ગરબામાં એવા ખેલૈયાઓ પણ ગરબે રમે છે કે, જેઓ લંડન, કેનેડા, અમેરિકા કે ન્યૂઝીલેન્ડથી ખાસ નવરાત્રીમાં કલ્ચરલના ગરબામાં ભાગ લેવા ભારત આવે છે. ગાંધીનગર કલ્ચર ફોરમે આવા ખેલૈયાઓનો આભાર માન્યો છે. નવરાત્રીના સમાપન સમય ખેલૈયાઓ અને પ્રેક્ષકો ભાવુક થઈ ગયા હતા. ઘણાની આંખો ભીની થઈ ગઈ હતી.
#culturalnagarba #કલ્ચરલ_ના_ગરબા #કલ્ચરલનાગરબા #gcfnavratri2025 #navratri #gandhinagarculturalforum #GCFGandhinagar #raasgarba #garba #navratrigarba #gandhinagarnavratri #navratri2025 ♥️🙏
નવરાત્રીની દસ રાત્રીઓ જોતજોતામાં પૂરી થઈ ગઈ : ભાવુક ખેલૈયાઓ અને પ્રેક્ષકોએ ભીની આંખે નવરાત્રીને વિદાય આપી
લંડન, કેનેડા, અમેરિકા કે ન્યૂઝીલેન્ડથી નવરાત્રીમાં કલ્ચરલના ગરબામાં ભાગ લેવા ભારત આવેલા ખેલૈયાઓનો ગાંધીનગર કલ્ચર ફોરમે આભાર માન્યો
કલ્ચરલ ફોરમની મેગા ફાઈનલ સ્પર્ધામાં રિદ્ધિબા ડાભી બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે અને ઉત્સવ પરમાર બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા
નવરાત્રીની દસ રાત્રીઓ જોતજોતામાં પૂરી થઈ ગઈ. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ઘરબે ઘુમ્યા. હજારો શ્રોતાઓએ મન ભરીને ગરબા માણ્યા. વરસાદે બે રાત્રીમાં વિઘ્ન ઉભું કર્યું હોવા છતાં ખેલૈયાઓ અને સ્વયંસેવકોનો ઉત્સાહ સહેજ પણ મોળો પડ્યો ન હતો. વરસાદી વાતાવરણમાં અને વરસતા ફોરાં વચ્ચે પણ ખેલૈયાઓએ ગરબે રમવાના ઓરતા આ નોરતામાં પુરા કરી લીધા. કલ્ચરલના ગરબામાં એવા ખેલૈયાઓ પણ ગરબે રમે છે કે, જેઓ લંડન, કેનેડા, અમેરિકા કે ન્યૂઝીલેન્ડથી ખાસ નવરાત્રીમાં કલ્ચરલના ગરબામાં ભાગ લેવા ભારત આવે છે. ગાંધીનગર કલ્ચર ફોરમે આવા ખેલૈયાઓનો આભાર માન્યો છે. નવરાત્રીના સમાપન સમય ખેલૈયાઓ અને પ્રેક્ષકો ભાવુક થઈ ગયા હતા. ઘણાની આંખો ભીની થઈ ગઈ હતી.
છેલ્લા નોરતે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મુખ્ય સરકારી વકીલ શ્રી હિતેશભાઈ રાવલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ શ્રી નિશિત વ્યાસ, ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના કન્વીનર શ્રી જનકભાઈ ઠક્કર, ગાંધીનગર બાર એસોસિએશનના પ્રમુખ શ્રી લાલસિંહ ગોહિલ, અગ્રણી વકીલ શ્રી શંકરસિંહ ગોહિલ તથા અન્ય આગેવાનોએ માતાજીની આરતી ઉતારી હતી.
નવરાત્રી ની છેલ્લી રાત્રે કલ્ચરલના ગરબામાં મેગા ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી. દસે દસ રાત્રીઓના શ્રેષ્ઠ ખેલૈયાઓ વચ્ચે યોજાયેલી મેગા ફાઈનલ સ્પર્ધાએ ગરબા પ્રેમીઓમાં ભારે ઉત્સુકતા જગાવી હતી.
મેગા ફાઈનલ સ્પર્ધા પૂર્વે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રીકૃષ્ણકાન્તભાઈ જહાએ કલ્ચરલના ગરબાના આયોજનમાં સહયોગ આપનારા સૌ કોઈનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે માતાજીની અસીમ કૃપા અને ગાંધીનગરના નાગરિકોના, ગરબા પ્રેમીઓના અને ખેલૈયાઓના અપાર પ્રેમને કારણે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા લોકપ્રિય છે. ભાવભક્તિ પૂર્વક ઉજવાતા કલ્ચરલના ગરબામાં ઉપસ્થિત હર કોઈને દિવ્યતાની અનુભૂતિ થાય છે, અતિ વિશિષ્ટ ઉર્જાનો અહેસાસ થાય છે. આ અનુભૂતિ માટે તેમણે માતાજીના ચરણોમાં પ્રણામપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી 2025 ની મેગા ફાઈનલ સ્પર્ધામાં રિદ્ધિબા ડાભી બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ તરીકે વિજેતા થયા હતા. તેમને ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી હોન્ડા (ડિયો) ટુ વ્હીલર ભેટ મળ્યું હતું. જ્યારે ઉત્સવ પરમાર બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. તેમને ગાંધીનગર કલ્ચરલ ફોરમ તરફથી હોન્ડા બાઇક ભેટ મળ્યું હતું. આ કેટેગરીમાં ધરાંગી પટેલ અને રાહુલ વાઘેલા રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસની કેટેગરીમાં પ્રિયંકા પરમારને સ્પેશિયલ જ્યુરી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. કલ્ચરલના ગરબામાં જીનલ દખણી અને જીલ જોશીની જોડી ધ બેસ્ટ પેર બની હતી. જીનલ દખણીને હોન્ડા બાઇક અને જીલ જોશીને કલ્ચરલ ફોરમ તરફથી હૉન્ડા (ડિયો) ટુ વ્હીલર ભેટમાં મળ્યા હતા. તીર્થ જોશી અને નિલય વાણીયાની જોડી હતી.
મેગા ફાઈનલ સ્પર્ધામાં 35 વર્ષથી વધુ વયના શ્રેષ્ઠ ખેલૈયાઓ માટેના પુરસ્કારમાં પિંકી મુન્ધ્રા બેસ્ટ ક્વીન અને દુર્ગેશ શર્મા બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા. બંનેને રૂપિયા 25,000 નું રોકડ ઇનામ મળ્યું હતું. બેસ્ટ કિંગ કેટેગરીમાં વિપુલ ડોડીયાને સ્પેશિયલ જ્યુરી પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. આ કેટેગરીમાં હેતલ ભટ્ટી અને અર્પણ પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે દેવાંગી મહેતા વિજેતા થયા હતા. જ્યારે નૃપેશ પુરબીયા બેસ્ટ ડ્રેસ પ્રિન્સનું ઇનામ જીતી ગયા હતા. બંને વિજેતાઓને રૂપિયા 27,500 નું રોકડ ઇનામ મળ્યું હતું. આ કેટેગરીમાં કામાક્ષીદેવી રાઓલ અને દિવ્યરાજસિંહ રાઓલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર પ્રિન્સેસ તરીકે દિશા શર્મા અને પ્રિન્સ તરીકે રુદ્ર શાહ વિજેતા થયા હતા. બંનેને રુ. 17,500 નું કેશ પ્રાઇસ મળ્યું હતું. આ કેટેગરીમાં ખનક બારોટ અને ઑમ નાગર રનર્સ અપ રહ્યા હતા.
બેસ્ટ કીડ કેટેગરીમાં આરના ઓઝા અને આશિષ ભરવાડ વિજેતા થયા હતા. જ્યારે પ્રિન્સી સોની અને હેત ઠાકોર રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં દેવયાનીબા ગોહિલ અને મંથ દેસાઈ વિજેતા થયા હતા, જ્યારે પ્રેક્ષા વસાવા અને તનુષ ઠાકોર રનર્સ અપ રહ્યા હતા.
કલ્ચરલના ગરબામાં નિર્ણાયક તરીકે ડૉ. અમૂલ પરમાર, શ્રીમતી નીપાબેન ઠક્કર, શ્રીમતી રૂચાબેન ભટ્ટ, શ્રી ડૉ. હેમાંગ વ્યાસ અને ડૉ. ખ્યાતિ મેર જેવા સિદ્ધહસ્ત વરિષ્ઠ કલાકારોએ સેવાઓ આપી હતી.
#culturalnagarba #કલ્ચરલ_ના_ગરબા #કલ્ચરલનાગરબા #gcfnavratri2025 #navratri #gandhinagarculturalforum #GCFGandhinagar #raasgarba #garba #navratrigarba #gandhinagarnavratri #navratri2025 ♥️🙏
કલ્ચરલ ફોરમમાં ખેલૈયાઓએ પ્રકૃતિની પ્રતિકૂળતાથી પરેશાન થયા વિના પ્રસન્નતા પૂર્વક ગરબા કર્યા
અનેક મર્યાદાઓ વચ્ચે પણ નિશા ઉપાધ્યાય કાપડિયાએ સુરીલા કંઠે ગરબા ગાયા : મંડળી ગરબાની રમઝટ જામી
ગાંધીનગર કલ્ચરલ ફોરમ નવરાત્રીમાં પરંપરાગત રીતે માતાજીનું સ્થાપન કરીને ગરબાનું આયોજન કરે છે ગ્રાઉન્ડની મધ્યમાં માતાજીની માંડવડીમાં ગરબાનું સ્થાપન પણ કરાય છે. માતાજીની આરતી ઉતારવાના સમયે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડૉ. હર્ષદ પટેલ અને પરિવારજનો સમયસર પધાર્યા હતા. ઝરમર વરસતા વરસાદમાં પણ સૌએ ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરતી ઉતારી હતી. પૂર્વ ધારાસભ્ય શ્રી પૂનમભાઈ મકવાણા તથા ગાંધીનગર જૈન સમાજના આગેવાનો શ્રી સી. એમ. શાહ, શ્રી હેમેન્દ્રભાઈ શાહ અને શ્રી હિતેન્દ્રભાઈ શાહ તથા અન્ય પદાધિકારીઓ પણ આરતી ઉતારવા પધાર્યા હતા. માતાજી કૃપા વરસાવે એવી પ્રાર્થના સાથે સૌએ આરતી કરી હતી.
આરતી પછી કલ્ચર ફોરમના ગ્રાઉન્ડમાં ફૂડ કોર્ટ વિસ્તારમાં ગરબાની રમઝટ જામી હતી. ગુજરાતી સુગમ સંગીત ના સુપ્રસિદ્ધ ગાયિકા નિશા ઉપાધ્યાય કાપડિયા ગરબે રમાડવા પધાર્યા હતા. અનેક મર્યાદાઓ વચ્ચે પણ નિશા ઉપાધ્યાય કાપડિયાએ પોતાના સુરીલા કંઠે ગરબા ગાયા હતા અને ઉપસ્થિત હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓએ પ્રકૃતિથી પરેશાન થયા વિના પ્રસન્નતા પૂર્વક ગરબા કર્યા હતા. મધરાત સુધી ગરબો જામ્યો હતો. મધરાત પછી પરંપરાગત રીતે મંડળી ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓ રાત્રિના લગભગ બે વાગ્યા સુધી મન મૂકીને ગરબે રમ્યા હતા.
ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં વરસાદ પણ વિઘ્ન નાખી શક્યો ન હતો. નવરાત્રીના સાતમા દિવસે સાંજે ગાંધીનગરમાં વરસાદના ઝાપટાં પડ્યાં હતાં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના સ્વયંસેવકો પાણી ઉલેચવા લાગી પડ્યા હતા. કલ્ચરલના ગરબામાં ગરબે રમતા ખેલૈયાઓ ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવા આવ્યા હતા, તેઓ પણ પાણી ઉલેચવાના કામમાં લાગી ગયા હતા. ગરબા રમવા માટે ગ્રાઉન્ડ તૈયાર પણ થઈ ગયું હતું અને મોડી સાંજે ફરી એક ઝાપટું પડતાં ગ્રાઉન્ડ ગરબા રમવા લાયક રહ્યું ન હતું એટલે પછી ખેલૈયાઓએ ફૂડ કોર્ટમાં જ ગરબાની મોજ માણી હતી.
#culturalnagarba #કલ્ચરલ_ના_ગરબા #કલ્ચરલનાગરબા #gcfnavratri2025 #navratri #gandhinagarculturalforum #GCFGandhinagar #raasgarba #garba #navratrigarba #gandhinagarnavratri #navratri2025 ♥️🙏
Offline Pass : GCF Garba Ground (Time : 5:30pm)
Online Pass :
BookMyShow https://t.co/Hlw4xkmHzH
&
Endless Event https://t.co/WfFzlpfgD3
ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં નવરાત્રીની છઠ્ઠી રાત્રીએ ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા
મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગરના ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા
મા ને અરજ, આપણા નગરની...ના ભાવ સાથે આયોજિત ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે ગુજરાતના ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ શ્રી કૃષ્ણકાન્ત જહાએ ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. ગાંધીનગરના શ્રેષ્ઠ ખેલૈયાઓને પરંપરાગત ગામઠી પહેરવેશમાં ગરબે રમતા જોઈને ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. તેમણે ખેલૈયાઓનું અભિવાદન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે અને ગાંધીનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ ગાંધીનગરના ખેલૈયાઓ સાથે ગરબે રમ્યા હતા. 'મા ને અરજ આપણા નગરની' ના ભાવ સાથે ઉજવાઈ રહેલી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે છઠ્ઠી રાત્રીએ ખેલૈયાઓ એક એકથી ચઢિયાતા ભાતીગળ વસ્ત્રોમાં સજ્જ થઈને ગરબે રમવા આવ્યા હતા. કલ્પતરુ પ્રોજેક્ટસ ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ શ્રી રાજીવ દલેલા અને પ્લાન્ટસ હેડ શ્રી કુમાર દેવેન કલ્ચરલના ગરબા માણવા પધાર્યા હતા.
ગાંધીનગરના પૂર્વ મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ગાંધીનગર નાગરિક કો-ઓપરેટીવ બેંકના ચેરમેન શ્રી મહેન્દ્રભાઈ પટેલ (દાસ), દૂધ વાપરનારાઓની સહકારી મંડળી, ગાંધીનગરના ચેરમેન શ્રી દિલીપસિંહ ચૌહાણ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિએશનના સેક્રેટરી શ્રી એચ.એમ.પટેલ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. ટી. એસ. જોશી, ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. સી. પટેલ, ગાંધીનગર વૈષ્ણવ સમાજ, વીવાયઓ ગાંધીનગર, એસવીવીપી ગાંધીનગર અને સમસ્ત ખડાયતા સમાજ ગાંધીનગરના આગેવાનો મા આદ્યશક્તિની આરતી ઉતારવા માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે પધાર્યા હતા.
ગુજરાતના જાણીતા કવિ શ્રી અંકિત ત્રિવેદીના સાંનિધ્યમાં ગાયક આનંદ વસાવડા અને દેવર્ષિ સોનેજી તથા સાથી કલાકારોએ ગુજરાતી પ્રાચીન પરંપરાગત ગરબાને સ્વરે મઢીને ધૂમ મચાવી હતી.
નવરાત્રીની છઠ્ઠી રાત્રીએ કલ્ચરલના ગરબામાં કશિષ પંચાલ બેસ્ટ પર્ફોર્મન્સ પ્રિન્સેસ અને હર્ષિલ ત્રિવેદી પ્રિન્સ તરીકે વિજેતા થયા હતા. અનુપા પંડ્યા અને નિરવ ગઢવી રનર્સ અપ રહ્યા હતા. દિવ્યેશ મકવાણા અને કુણાલ મકવાણાની જોડી બેસ્ટ પેર તરીકે વિજેતા થઈ હતી, જ્યારે નિલય વાણીયા અને તીર્થ જોશીની જોડી રનર્સ અપ રહી હતી. પિંકી મુન્ધ્રા બેસ્ટ ક્વીન અને અર્પણ પટેલ બેસ્ટ કિંગ તરીકે વિજેતા થયા હતા, જ્યારે દર્શના સોલંકી અને મિલન પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ડ્રેસ પ્રિન્સેસ તરીકે દેવાંગી મહેતા અને પ્રિન્સ તરીકે જીનલ જૈન વિજેતા થયા હતા. આ કેટેગરીમાં માહી પંડ્યા અને ભૌમિક ચૌહાણ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ટીનેજર ગર્લ અન્વી માને અને બેસ્ટ ટીનેજર બોય તરીકે રુદ્ર શાહ વિજેતા થયા હતા. આ કેટેગરીમાં પલ્લવી પટેલ અને માનુષ પટેલ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ કીડની કેટેગરીમાં આરાધ્યા જંગમ અને માહિર પટેલ વિજેતા થયા હતા, જ્યારે નવ્યાબા રાઓલ અને શ્રેય ચૌહાણ રનર્સ અપ રહ્યા હતા. બેસ્ટ ચાઈલ્ડ કેટેગરીમાં તનિષ્કા નાઈ અને હેનરીક શ્રીગોળ વિજેતા થયા હતા, જ્યારે શ્લોકા પંડ્યા અને જીયાન્સ ડોડીયા રનર્સ અપ રહ્યા હતા. નિર્ણાયક તરીકે ડૉ. ભાવેશ એરડા, સેજલ ઠક્કર, પ્રાચીબા સોલંકી, કવિતા દહીયા અને નિરાલી પઢિયારે સેવાઓ આપી હતી.
#culturalnagarba #કલ્ચરલ_ના_ગરબા #કલ્ચરલનાગરબા #gcfnavratri2025 #navratri #gandhinagarculturalforum #GCFGandhinagar #raasgarba #garba #navratrigarba #gandhinagarnavratri #navratri2025 ♥️🙏
Offline Pass : GCF Garba Ground (Time : 5:30pm)
Online Pass :
BookMyShow https://t.co/Hlw4xkm9K9
&
Endless Event https://t.co/WfFzlpeINv