ઔદ્યોગિક સુરક્ષા જાગૃતિ અભિયાન #GSDMA અને સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા ધ્રાંગધ્રાના રાજસીતાપુર સ્થિત 'Omex Cotspin' ખાતે 'ફાયર સેફ્ટી અને પ્રાથમિક સારવાર' મોકડ્રીલ યોજાઈ. કર્મચારીઓને આપત્તિ બચાવનું જીવંત નિદર્શન અપાયું. સુરક્ષા એ જ સાચી સાવચેતી!
#Surendranagar#FireSafety
કાચા સૂતરના દોરે બંધાયો સુરક્ષાનો અતૂટ વિશ્વાસ! 🌸
આ રક્ષાબંધને ભાઈ-બહેનના પ્રેમની સાથે એક નવો સંકલ્પ લઈએ. માત્ર એકબીજાની જ નહીં, પરંતુ કોઈપણ કુદરતી આપત્તિ સમયે આપણા પરિવાર અને સમાજની રક્ષા માટે 'સજ્જ' બનીએ. સાચી રક્ષા એ જ છે, જે મુશ્કેલી પહેલાંની તૈયારીમાં છે.
#RakshaBandhan
શું તમારું બાળક ચાંદીપુરા વાયરસથી સુરક્ષિત છે? 🦠
'સેન્ડફ્લાય'થી ફેલાતો આ વાયરસ બાળકો માટે ગંભીર સાબિત થઈ શકે છે. ૧૦૩° થી ૧૦૭° સુધીનો તાવ અને ખેંચ આવવી તેના મુખ્ય લક્ષણો છે. વિડિયો જુઓ અને જાણો બચાવના સચોટ ઉપાયો. લક્ષણો જણાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.
#ChandipuraVirus
સ્વચ્છ પાણી, તંદુરસ્ત જિંદગી – એ જ આપણી નૈતિક જવાબદારી!
શું તમે જાણો છો કે ઘરે પીવાના પાણીને 100% શુદ્ધ અને સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય? ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) ની આ માર્ગદર્શિકા અનુસરો અને તમારા પરિવારને જળજન્ય રોગોથી બચાવો.
#GSDMA#SafeWater
❓શું પૂર પછી તમારું ઘર ખરેખર સુરક્ષિત છે?
ઘરમાં પ્રવેશતા પહેલા આ ૫ 'જીવનરક્ષક' નિયમો જાણી લો
યાદ રાખો: સાવધાની એ જ સલામતી.
રાજ્યના નાગરિકોની સુરક્ષા કાજે આ વિડિયો શેર કરવાનું ચૂકશો નહીં. 🤝
☎️ આપાતકાલીન સંપર્ક: 1077 અથવા 1070
#GSDMAUpdates#GujaratAlert#FloodSafety
આ ગૌરવશાળી અવસરે આકર્ષક પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કૃતિઓની રજૂઆત સાથે જિલ્લાના ૫૬ ઉત્કૃષ્ટ નાગરિકોને તેમની પ્રશંસનીય કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.
🚨 એક નાની ભૂલ પડી શકે છે ભારે! પૂરના પાણીમાં પલળેલું અનાજ કે 'સીલબંધ પેકેટ'નું ફૂડ ઝેર સમાન છે.
પૂરનું ગંદુ પાણી પેકેટમાં પણ જંતુઓ ફેલાવે છે. તેને ખાશો નહીં, તુરંત નિકાલ કરો અને રોગચાળાથી બચો!
📞 ઈમરજન્સી: 1077 / 1070
#GSDMA#Gujarat#HealthAlert
The devastating 7.4-magnitude earthquake in Colombia reminds us of nature's unpredictable power. Our prayers are with the affected. 🇨🇴
GSDMA emphasizes that disaster preparedness and awareness are our best defense.🙏
#ColombiaEarthquake#GSDMA#Gujarat
પૂરના પાણી ઓસર્યા પછી સાવચેતી એ જ સલામતી! ⛈️🛡️
#GSDMA ની અગત્યની માર્ગદર્શિકા:
🔹બીમારીના લક્ષણો દેખાય તો તુરંત સારવાર લો.
🔹 અજાણ્યા/ઊંડા પાણીમાં ન ઉતરો.
🔹 નદી કે પ્રવાહ પાસે જવાનું ટાળો.
🔹 ગંદા પાણીમાં દવાનો છંટકાવ કરાવો.
🚨 ઇમરજન્સી: 1077/1076 #SafetyFirst#Gujarat