'દેવ દિવાળી' અને 'કાર્તિક પૂર્ણિમા' ની સૌને અસીમ શુભકામનાઓ.!
દેવ દિવાળીનાં પાવન અવસરે અંધારાના આવરણને પાર કરીને રોશનીના પગલે આપ સૌનું જીવન પ્રગતિના પંથે સતત આગળ વધતું રહે સાથે સાથે રાજ્ય અને દેશ વિકાસનાં માર્ગે ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ.
#DevDiwali
We are Because He Was..
શિક્ષણનાં પ્રખર હિમાયતી,સંવિધાનના શિલ્પી તથા સામાજિક ન્યાયના પ્રણેતા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી અને તેમના દ્વારા રચાયેલ ભારતના સંવિધાનને નમન કરી શિક્ષણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કાર્યાલયની કામગીરી શરૂ કરી
રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા અને શ્રીમતી રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં આજ રોજ ગાંધીનગર સ્થિત ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.
શિસ્ત, સંસ્કાર અને જનસેવાના પ્રતીક ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખની જવાબદારીનો સ્વીકાર માત્ર મારી નહીં પરંતુ પ્રત્યેક કાર્યકર્તાનો નવા સીમાચિહ્ન સર્જવાનો દૃઢ નિર્ધાર છે. આવો આપણે સહુ સાથે મળી તનતોડ મહેનત કરી સંગઠનને 'શક્તિ' બનાવી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ...
જય જય ગરવી ગુજરાત
આધુનિક ભારતના નિર્માતા, ભારતીય સંવિધાનના શિલ્પકાર, સામાજિક અને રાજકીય સુધારક, ભારત રત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીની જન્મજયંતી પર શત્ શત્ પ્રણામ🙏
#BhimraoAmbedkar
'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ'ની દેશની નારીશક્તિને હાર્દિક શુભકામનાઓ.
આપણી સંસ્કૃતિમાં નારીને નારાયણી ગણીને તેમને સન્માન આપવામાં આવે છે. આજનો યુગ છે નારીના એ ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો. આજનો સમય છે નારીની આંતરિક શક્તિઓ અને સંવેદનાની તાકાતને ઉજાગર કરવાનો.
આવો, સૌ સમાજ સાથે મળીને મહિલાઓના સન્માન, શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વાવલંબન માટે પ્રતિબદ્ધ બનીએ. નારી સાચા અર્થમાં શક્તિ બનીને ઉભરી આવે તે આપણે સૌ સુનિશ્ચિત કરીએ.
#InternationalWomensDay
गणतंत्र दिवस की ढेरों शुभकामनाएं!
आज हम अपने गौरवशाली गणतंत्र की 75वीं वर्षगांठ मना रहे हैं। इस अवसर पर हम उन सभी महान विभूतियों को नमन करते हैं, जिन्होंने हमारा संविधान बनाकर यह सुनिश्चित किया कि हमारी विकास यात्रा लोकतंत्र, गरिमा और एकता पर आधारित हो। यह राष्ट्रीय उत्सव हमारे संविधान के मूल्यों को संरक्षित करने के साथ ही एक सशक्त और समृद्ध भारत बनाने की दिशा में हमारे प्रयासों को और मजबूत करे, यही कामना है।
Happy Republic Day.
Today, we celebrate 75 glorious years of being a Republic. We bow to all the great women and men who made our Constitution and ensured that our journey is rooted in democracy, dignity and unity. May this occasion strengthen our efforts towards preserving the ideals of our Constitution and working towards a stronger and prosperous India.