શિષ્ય જયારે સદગુરુને સેવે છે
ત્યારે તે સદગુરુનો પડછાયો બની જાય છે
તન મન ધનથી સદગુરુને આધીન બની જાય છે
સદગુરુથી અલગ કાઈ રહેતું નથી
પરમતત્વની જાણ માત્રથી બેનો ભાવ મટી જાય.
જે સદગુરુના શરણે નથી ગયા, માત્ર પોથી જ્ઞાન કરે છે.
તે વ્યક્તિ બિન અનુભવી
તેમજ સદગુરુ તત્વથી અજાણ હોય છે..!!
ગમે તેટલાં દેશ દેશાવર ફરો..
કુદરતી સૌંદર્યના સાનિધ્યમાં રહો કે પ્રકૃતિની ગોદ માં રહો...
જે શીતલતા, જે આનંદ ગુરુના ચરણમાં મળે એ બીજે ક્યાંય મળતા નથી. 🙏
।। વાસુદેવ કૃપા હિ કેવલમ્ ।।