પોષણ માસની ઉજવણી અન્વયે વલસાડ જીલ્લા દ્વારા પોષણ ઉત્સવ ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી 'પૌષ્ટિક વાનગી સ્પર્ધા'ની અદભુત ઝાંખી!
આ સ્પર્ધામાં આગણવાડી કાર્યકરોએ પોતાની સુઝબુઝથી પરંપરાગત વાનગીઓમાં પણ પોષક તત્વોનો અદભુત સમન્વય કરીને સાબિત કર્યું કે 'સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે'.
રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬નો શુભ આરંભ!
આ વર્ષે પોષણ માહની ૫ મુખ્ય થીમ્સ પર વિશેષ ભાર:
• વિવિધતાસભર આહાર અને પૂરતું પ્રોટીન
• તાજું અને વૈવિધ્યસભર ગરમ રાંધેલું ભોજન (HCM)
• સામુદાયિક ભાગીદારી અને જવાબદારી
• પોષણ સાથે ECCE
• પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ૧૦ વર્ષ
#PoshanMaah2026
આ લક્ષ્યાંકને સાકાર કરવા, ગુજરાતમાં ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬નો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો.
સુપોષિત ગુજરાતના સંકલ્પ સાથે પોષણને જનભાગીદારી સાથે જોડવાનો સંદેશ.
#PoshanMaah2026#SuposhitGujarat
“દરેક બાળકનું સ્વાસ્થ્ય સશક્ત બને, દરેક માતાનું પોષણ સુનિશ્ચિત બને અને ગુજરાત સુપોષિત બને — એ જ આપણો સંકલ્પ!”
ઉત્તરપ્રદેશના વારાણસી થી શુભારંભ થયેલ ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૬’નો રાજ્યકક્ષાનો ભવ્ય શુભારંભ ગાંધીનગર ખાતેથી કર્યો, આ વર્ષના અભિયાનની મુખ્ય થીમ “આપણી આંગણવાડી, આપણી જવાબદારી” છે. આ થીમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં એક માસ દરમિયાન વિવિધ પેટા-થીમ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓમાં પોષણ અંગે જાગૃતિ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવશે અને આ પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી પોતાનો લક્ષ્યાંક સિદ્ધ કરશે.
આ પ્રસંગે પોષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીશ્રીઓનું સન્માન કરી, લાભાર્થીઓને ટેક હોમ રાશન (THR)નું વિતરણ કરવામાં આવ્યું.
બાળકોને વધુ પોષણ અને પ્રોટીન મળી રહે તેવા હેતુથી હોટ કૂકડ મીલમાં અઠવાડિયામાં બે દિવસ મગનો સમાવેશ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો.
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર બાળકો, સગર્ભા-ધાત્રી માતાઓ અને કિશોરીઓના પોષણ તથા સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે.
આંગણવાડી કેન્દ્રોને વધુ સક્ષમ, આધુનિક અને બાળસ્નેહી બનાવીને રાજ્યના દરેક બાળક સુધી ગુણવત્તાસભર પોષણ અને સંભાળ પહોંચાડવા મહિલા અને બાળ વિકાસ વિભાગ સતત કાર્યરત છે.
૨ કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓનું લક્ષ્ય
સુપોષિત ગુજરાતના સંકલ્પ સાથે સમગ્ર રાજ્યમાં ૨ કરોડથી વધુ પોષણલક્ષી પ્રવૃત્તિઓનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આ પોષણ માહને જનભાગીદારી, પોષણ, આરોગ્ય અને બાળ વિકાસ સાથે જોડીને સુપોષિત ગુજરાત તરફ વધુ એક મજબૂત પગલું.
#SuposhitGujarat
માતૃ આરોગ્યથી સુપોષિત પરિવાર સુધી
સગર્ભા અને ધાત્રી માતાઓ, બાળકો અને કિશોરીઓ સુધી પોષણ સેવાઓ પહોંચાડીને સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા રાજ્યભરમાં સંકલિત પ્રયાસો હાથ ધરાશે.
સાથે જ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ૧૦ વર્ષની સિદ્ધિઓને પણ પોષણ માહ સાથે જોડવામાં આવી છે.
#PMMVY