આજે વાવ–થરાદ જિલ્લામાં આવેલ શૈક્ષણિક સંકુલ, થરાદ ખાતે રબારી સમાજના આગેવાનો, વડીલો તથા યુવાન મિત્રો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને ઉજ્જવળ ભવિષ્યને ધ્યાને રાખી તૈયાર કરાયેલા નવા બંધારણમાં કરાયેલા સુધારાના સમર્થનમાં સૌએ એકમતથી પોતાનું સમર્થન વ્યક્ત કર્યું.
આ અવસર પર સમાજને વધુ સંગઠિત, શિક્ષિત અને સશક્ત બનાવવાની દિશામાં આ સુધારા મહત્વપૂર્ણ પગલું હોવાનું સૌએ જણાવ્યું અને ભવિષ્યમાં સમાજહિત માટે એકસાથે આગળ વધવાનો સંકલ્પ લીધો.
📍 વાવ-થરાદ
રબારી સમાજ શૈક્ષણિક સંકુલ, વાવ–થરાદ ખાતે શ્રી વડવાળા મંદિર, દુધરેજના ગાદીપતિ પ.પૂ. ધ.ધૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી કનીરામદાસજી બાપુશ્રી દ્વારા રૂ. 25,25,525/- (પચીસ લાખ પચીસ હજાર પાંચસો પચીસ)નું સમાજના શિક્ષણ અને ભાવિ પેઢીના નિર્માણ માટે આપેલું આ ઉદાર આર્થિક યોગદાન રબારી સમાજના શૈક્ષણિક વિકાસ માટે મજબૂત પાયો અને દીર્ઘકાળિન પ્રગતિનું પ્રતિક બની રહેશે.
આ પવિત્ર સેવાકાર્ય બદલ રબારી સમાજ બાપુશ્રીના ચરણોમાં શ્રદ્ધા, સમર્પણ અને આદરપૂર્વક વંદન અર્પણ કરે છે. 🙏
આપના આશીર્વાદ સમાજ પર હંમેશા રહે અને સતત રહે—
શિક્ષણની આગવી ઓળખ આપના થકી ઊભી થાય,
અને પેઢીઓ પેઢી રબારી સમાજ આપને આદરપૂર્વક યાદ રાખે. 🙏
રબારી સમાજ સાથે સમ્રગ ગુજરાત નું અણમોલ રત્ન ભામાશા રાજ્યસભાના સાંસદ શ્રી બાબુભાઇ જે. દેસાઈ ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ ..🎊🎉🎂ભગવાન દ્વારકાધીશ દીર્ઘાયુષ્ય અર્પે એજ અભ્યર્થના...👏💐 @babubhaijdesai
એક હાથમાં કલમ, એક હાથમાં બંદૂક,
એક તરફ શાયર, બીજી તરફ રક્ષક. 🇮🇳✏️
વાવ–થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચંદનગઢ ગામના, મારા માસીના દીકરા મહાદેવભાઈના પુત્ર ભાવેશ આલ એક મહેનતુ અને પ્રતિભાશાળી યુવાન છે.
પેન્સિલ આર્ટમાં તેની આગવી કળા છે, જે તેની લાગણી, લગન અને મહેનત દર્શાવે છે.
આજે તે ગૌરવપૂર્વક આર્મીમાં નોકરી કરી દેશસેવાની ફરજ બજાવી રહ્યો છે, અને તેની આર્ટ કળાની ત્યાં પણ કદર થઈ રહી છે. પોતાના ટેલેન્ટ અને સેવાના ભાવથી તે પરિવાર તથા સમગ્ર સમાજનું ગૌરવ વધારી રહ્યો છે.
ઈશ્વર કરે કે ભાવેશ આલ જીવનમાં સતત આગળ વધે, તેની આર્ટ કળા વધુ નીખરે અને દેશસેવા સાથે તેનું નામ વધુ ઉજળું થાય.
ઉજ્જવળ ભવિષ્ય માટે હૃદયપૂર્વક શુભકામનાઓ 🙏💐
@adgpi
ડો. શ્રી નરેશભાઈ કે. દેસાઈ (Dr. Naresh K. Desai) ને પ્રદેશ યુવા મોરચાના પુનઃ મહામંત્રી તરીકે નિમણૂંક થવા બદલ હાર્દિક અભિનંદન અને દિલથી શુભેચ્છાઓ. 💐
તમારું નેતૃત્વ, સંગઠન શક્તિ અને સમાજપ્રતિની નિષ્ઠા યુવા શક્તિને નવી દિશા અને ઊર્જા આપે તેવી શુભકામનાઓ. આવનારા સમયમાં આપ વધુ સફળતા પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા. 🌟
પ.પૂ. ધ.ધૂ. શ્રી મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી બાપુના પાવન આશીર્વાદ થી રબારી સમાજની પવિત્ર ગુરૂગાદી — શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે લઘુમહંત તરીકે પરમ પૂજ્ય શ્રી નાગરદાસજી બાપુની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પવિત્ર નિમણૂક સમગ્ર સમાજ માટે ગૌરવ, આધ્યાત્મિક શક્તિ અને સંસ્કારની નવી દિશા આપનાર બની રહે તેવી હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શ્રી વડવાળા દેવ તથા ગુરૂવરના આશીર્વાદ સર્વે પર વરસતા રહે તેવી પ્રાર્થના. 🙏
@vadwaladudhrej
પ.પૂ. ધ.ધૂ. મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કનીરામદાસજી બાપુને જગતગુરૂ ની પદવી પ્રાપ્ત થવા બદલ પવિત્ર ચરણોમાં કોટિ કોટિ વંદન. 🙏
શ્રી વડવાળા દુધરેજ મંદિરના લઘુ મહંત તરીકે શ્રી નાગરદાસબાપુની વરણી — સમગ્ર સમાજ માટે ગૌરવ અને આનંદનો ઐતિહાસિક ક્ષણ.
જય વડવાળા દેવ!
🚩 જય શ્રી મહાકાળી માં 🚩
વિહોતર ગ્રુપ ઓફ ઇન્ડિયા – વડોદરા જિલ્લો દ્વારા ચૈત્ર નવરાત્રી નિમિત્તે મહાકાળી માતાજીના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે રબારી સમાજ મેગા સેવા કેમ્પ – 2026 નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પવિત્ર સેવા કાર્યમાં પધારવા હાર્દિક આમંત્રણ. 🙏
અમારા પરમ મિત્ર ઘેટા અને ઉન વિકાસ નિગમ ના પુર્વ ઉપાધ્યક્ષ એવા શ્રી અમરશીભાઈ ખાંભલ્યા ને જન્મદિવસની #હાર્દિક_શુભકામનાઓ સહ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી ભગવાન શ્રી વડવાળા દેવ ને પ્રાર્થના.
@AmarKhambhaliya
શાહીનું આ નિશાન, લોકશાહીનું સન્માન! ☝️
લોકશાહીના મહાપર્વમાં મેં મારી ફરજ નિભાવતાં મતદાન કર્યું.
આપ સૌને વિનંતી છે—પરિવાર સાથે જરૂર મતદાન કરો.
તમારો એક મત, દેશનું ભવિષ્ય ઘડે છે.
"અમારા પરિવારનું રત્ન લક્ષ્મી! ✨ મારા ભત્રીજા સરપંચ શ્રી જગદીશભાઈની દીકરી રિદ્ધિને ધોરણ-૧૦ માં શાનદાર સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન! 💐🎊
દીકરીએ A2 ગ્રેડ મેળવીને માત્ર પિતાનું જ નહીં, પણ સમગ્ર પરિવાર અને ગામનું નામ રોશન કર્યું છે. ખૂબ પ્રગતિ કર બેટા, તારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી બધી શુભેચ્છાઓ! 🩺🎓"
#ProudFamily #SarpanchDaughter #SSCResult #Congratulations #BrightFuture
ભરૂચ જિલ્લાના લોકપ્રિય, બાહોશ પોલીસ અધિક્ષક (SP) અને મારા પરમ સ્નેહી મિત્ર એવા શ્રી અક્ષયરાજ (IPS) સાહેબને જન્મદિવસની હાર્દિક અને આત્મીય શુભેચ્છાઓ.
તમારું સમર્પણ, નેતૃત્વ અને જિલ્લા પ્રત્યેની સેવા ખરેખર પ્રશંસનીય છે અને એકદમ સરળ સ્વભાવ, જાહેરહિત ના કાર્યો માં સત્યનિષ્ઠા સાથે જિલ્લા ના લોકો માટે અવિરત કામ કરવામાં ક્યારેય પણ આળસ ન હોય એવા બાહોશ, નિડર વ્યક્તિવ ને મારા તરફ થી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ અને સાહેબ શ્રી નુ આવનારું વર્ષ સફળતા, સારું સ્વાસ્થ્ય અને ખુશીઓ લાવે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ...
#Happy_Birthday #SP_Akshayraj_MakwanaSir