એક સંકલ્પ – જાગૃતિનો,
એક સંકલ્પ – પરિવારની સુરક્ષાનો...🛡️
ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી મચ્છરો ઘરમાં જમા થયેલા ચોખ્ખા પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસ દરમિયાન કરડે છે. થોડીક સાવચેતી રાખીને આપણે આપણા પરિવારને ડેન્ગ્યુના જોખમથી બચાવી શકીએ છીએ...
#AntiDengueMonth#AntiDengue #DenguePrevention
➡️ ચોમાસામાં મચ્છરજન્ય રોગો સામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક્શન મોડમાં કામગીરી; મેલેરિયાના રેકોર્ડબ્રેક 94 લાખથી વધુ ટેસ્ટ, 486 દર્દીઓને મળી ફ્રી સારવાર
➡️ રાજ્યમાં 19,500થી વધુ આરોગ્યની ટીમ દ્વારા 6.51 કરોડની વસ્તીનું સર્વેલન્સ, 29 લાખ બ્રીડિંગ સાઇટ્સનો નાશ કરાયો
➡️ મચ્છરોના સફાયા માટે 3 લાખથી વધુ ઘરોમાં ફોગિંગ -ધુમાડો કરાયો; મચ્છરોનો ફેલાવો અટકાવવા કાયમી ધોરણે પાણી ભરાઈ રહેતું હોય તેવા 4,998 સ્થળો પર મચ્છરોના પોરા ખાઈ જતી ખાસ 'પોરાભક્ષક' -લાર્વીવોરસ માછલીઓ મૂકાઈ
➡️ ગુજરાતને વાહકજન્ય રોગોથી સંપૂર્ણ સુરક્ષિત રાખવા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર પરિસ્થિતિનું દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે કડક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે
#GujaratInformation @prafulpbjp@HealthDeptGuj
‘ભારત ટેક્સી’માં વાહનચાલકો માત્ર ડ્રાઇવર નથી, પણ ‘સારથિ’ તરીકે ઓળખાય છે. દેશભરના 7 લાખથી વધુ સારથિઓ ‘ભારત ટેક્સી’ના સહ માલિક-શેરહોલ્ડર બન્યા છે.
#MahitiMorning#FactualFriday#BharatTaxi
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદમાં મેમનગર SGVP ગુરુકુળની 19મી રથયાત્રાનું ભવ્ય પ્રસ્થાન; મુખ્યમંત્રીશ્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને આરતી કરી મેળવ્યા આશીર્વાદ...
રથયાત્રાના પ્રસ્થાન સમયે ગુરુકુળ પરિસરમાં એકત્રિત થયેલા હજારો હરિભક્તો અને શ્રદ્ધાળુઓએ 'જય રણછોડ, માખણ ચોર'ના જયઘોષ સાથે સમગ્ર માહોલને આધ્યાત્મિક ઊર્જાથી ભરી દીધો...
ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા મેમનગર અને તેની આસપાસના વિસ્તારોમાં અંદાજે 7 કિમી જેટલા લાંબા રૂટ પર પરિભ્રમણ કરીને નગરજનોને દર્શનનો લાભ આપ્યા બાદ મોડી સાંજે પરત ગુરુકુળ કેમ્પસ ખાતે સંપન્ન થશે...
ભરૂચ જિલ્લામાં કૃષિ પહેલ અંર્તગત આત્મા પ્રોજેક્ટ દ્નારા કૃષિ પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું
***
ખેડૂતોને યોગ્ય ભાવ અને નાગરિકોને રાસાયણમુક્ત ગુણવત્તાસભર ખેત પેદાશો ઉપલબ્ધ બનશે
@CMOGuj@InfoGujarat@DDOBHARUCH1@CollectorBharch
માધ્યમોમાં આવેલા પરિવર્તનો અને પ્રવાહો, નવીન તકો ઉપર પ્રકાશ…
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા સાથે MoU કરી નોલેજ શેરિંગ પાર્ટનર બનનારી પ્રાદેશિક માહિતી કચેરી, વડોદરા દ્વારા ફેકલ્ટી ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનમાં અધિક માહિતી નિયામકશ્રી ડૉ. સંજય કચોટના ખાસ લેક્ચરનું આયોજન…
ડૉ. કચોટે છાત્રો સાથે સંવાદ સાધી માહિતી ખાતાની પોલિસી કોમ્યુનિકેશનની કામગીરી સુપેરે વર્ણવી તેમજ કોન્ટેન્ટ અને કોન્સર્ટ ઇકોનોમી માંડીને બેંગોલ ગેઝેટ્સ સુધીની સફર દરમિયાન માધ્યમોમાં આવેલા પરિવર્તનો અને પ્રવાહો, નવીન તકો ઉપર પ્રકાશ પાડ્યો...
#GujaratInformation
સ્વચ્છ ભારત મિશન યોજના (ગ્રામીણ) હેઠળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામના ઉષાબેનને બાયોગેસ પ્લાન્ટ થકી મળ્યો ચૂલાના ધુમાડાથી છુટકારો...
ઉષાબેને સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, સરકારશ્રીની સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ મળતાં છેલ્લાં એક વર્ષથી ઘરે બેઠાં જમવાનું બનાવું છું તેમજ ગાયો-ભેંસના છાણનો પણ ઉપયોગ થઈ જાય છે...
બાયોગેસ પ્લાન્ટના લીધે હવે જંગલમાં બળતણના લાકડાં લેવા જવું પડતું નથી : લાભાર્થી ઉષાબેન
#GujaratInformation
ઇનોવેશન, ઇન્ડસ્ટ્રી અને એક્સલન્સના ત્રિવેણી સંગમ સાથે યુવાઓનું કૌશલ્ય ઝળહળશે...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવી પેઢીના કૌશલ્ય વર્ધન અને ઔદ્યોગિક વિકાસને વધુ વેગ આપવા માટે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર 'કૌશલ્ય વિકાસ ભવન'નું ભૂમિપૂજન કર્યુ; લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત અને ઉદ્યોગ વિકાસ પરિષદના આ પ્રશંસનીય પ્રકલ્પને ઉદ્યોગ વિકાસ કેન્દ્ર (Centre of Excellence) તરીકે વિકસાવવામાં આવશે...
આ ભવનમાં તાલીમ, સેમિનાર, ટેકનિકલ વર્કશોપ, સ્કિલ ડેવલપમેન્ટ તેમજ ઉદ્યોગ અને સ્ટાર્ટઅપ માટેનું માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ દ્વારા નવા ઉદ્યોગસાહસિકો તૈયાર થશે અને સ્વરોજગાર તથા રોજગારીની નવી તકો ઊભી થશે...
#GujaratInformation
રથયાત્રાનું રિયલ ટાઇમ મોનિટરિંગ...
અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની 149મી રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવ્યા બાદ ગાંધીનગર ખાતે CM ડેશબોર્ડની વીડિયો વોલ પરથી રથયાત્રાના રુટનું રિયલ ટાઇમ મોનિટરિંગ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ...
મુખ્યમંત્રીશ્રીએ રથના લોકેશન, AI અને ડ્રોન ટેક્નોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી...
#RathYatra #RathYatra2026 @CMOGuj@sanghaviharsh@GujaratPolice
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જગન્નાથ પુરીની ઝાંખી કરાવતા અડાલજ જગન્નાથ મંદિરની પંચમ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો; મુખ્યમંત્રીશ્રીએ ‘પહિંદ વિધિ’ અને આરતી કરીને ધન્યતા અનુભવી...
સવારે 9:00 કલાકે શરૂ થયેલી આ રથયાત્રા પૂર્વે મંદિર પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પુષ્પહાર તેમજ પરંપરાગત પાઘડી પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરાયું...
અડાલજથી શરૂ થયેલી આ રથયાત્રા શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ થઈને માઁ અન્નપૂર્ણા મંદિર ખાતે પહોંચશે; અન્નપૂર્ણા મંદિર ખાતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન, જ્યાં વિરામ બાદ રથયાત્રા પુનઃ નિજ મંદિરે પરત ફરશે...
#RathYatra #RathYatra2026
વૈશ્વિક રોકાણનું કેન્દ્ર સ્થાન,
ગુજરાતનું ગૌરવ અને ભારતનું સન્માન!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં અગ્રેસર એવા ગુજરાતના ગૌરવ સમા Gift Cityની મુલાકાત લઈ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્માણાધીન કોમર્શિયલ અને માળખાકીય વિકાસ કાર્યોની સમીક્ષા કરી...
#GIFTCity #GujaratInformation