ઢોલ-નગારાના તાલે અને લોકસંસ્કૃતિના રંગે પરંપરા તથા ભક્તિનો અનોખો સંગમ..
પાંચ વર્ષ પહેલાં લીધેલી માનતા પૂર્ણ થતાં અક્કલકુવા તાલુકાના ખાટકુવા ગામથી શ્રદ્ધા અને અતૂટ આસ્થા સાથે પગપાળા યાત્રા કરી રાજપીપલા પહોંચેલા શ્રદ્ધાળુઓનો ઉત્સાહ.!
આવતીકાલે શ્રદ્ધાળુઓ ભાદરવા ધામ ખાતે પહોંચશે.
દરેક બાળકને પ્રેમાળ અને સુરક્ષિત પરિવારનો અધિકાર છે.
નર્મદા જિલ્લામાં ‘દત્તક ગ્રહણ માસ’ નિમિત્તે કાયદેસર દત્તક પ્રક્રિયા (CARINGS પોર્ટલ) અંગે જનજાગૃતિ અભિયાન યોજાયું..
#Narmada#SafeChildhood#CARINGS
સુરક્ષિત અને સ્વચ્છતાપૂર્ણ શૌચાલયની સુવિધાઓ અંગે જાગૃતિ ફેલાવવા, શૌચાલયના નિયમિત ઉપયોગને પ્રોત્સાહન આપવા તેમજ ખુલ્લામાં શૌચક્રિયાની પ્રથા બંધ કરવા લોકોને પ્રેરિત કરવામાં આવ્યાં
સ્વચ્છ અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે નાગરિકોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન
#WorldToiletDay#Narmada
કારતકી પૂનમે ભાદરવા દેવ ભાથીજી મંદિર ખાતે યોજાનાર બે દિવસીય મેળા દરમ્યાન નર્મદા નદી કિનારો અને મુખ્ય માર્ગો ઢોલ નગારાના તાલે ઝૂમ્યા.....
મહારાષ્ટ્ર અને ગુજરાત થી દર્શનાર્થે પધારેલ હજારોની સંખ્યામાં આવેલ સંઘ સાથે માર્ગો ભાથીજી મહારાજની જયના નાદ થી ગુંજ્યા....
જાહેર વિતરણ વ્યવસ્થાની ગુણવત્તા, અનાજની ઉપલબ્ધતા અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરી, નાગરિકોને પડતી મુશ્કેલીઓનું સમયસર નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી..
#PublicDistributionSystem#FoodSecurity#NarmadaDistrict
નર્મદા જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને મુસાફરોના આરોગ્યની સુરક્ષા તથા ખાદ્ય સુરક્ષાને પ્રાથમિકતા આપી તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.
પ્રવાસીઓના આરોગ્યનું જતન થાય અને તેમને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે સતત પ્રયાસો હાથ ધરાયા.
પોલિયાના બે ટીપાં, સુરક્ષિત બાળપણ તરફનું એક મહત્ત્વપૂર્ણ પગલું! દરેક બાળકનું સ્વસ્થ ભવિષ્ય સુનિશ્ચિત કરવા નર્મદા જિલ્લો પોલિયો મુક્તિના સંકલ્પ સાથે આગળ વધી રહ્યો છે.
#PulsePolio#PolioFreeIndia#HealthyNarmada
કટોકટીના સમયે તાત્કાલિક પોલીસ સહાય અને અન્ય ઇમરજન્સી સેવાઓ મેળવવા માટે ડાયલ કરો 112 અથવા 112 INDIA એપનો ઉપયોગ કરો.!
એક જ એપ્લિકેશન દ્વારા SOS એલર્ટ, લોકેશન શેરિંગ, ઇમરજન્સી કોન્ટેક્ટ્સ સહિતની વિવિધ સુવિધાઓનો લાભ મેળવો..
#112India#EmergencyHelpline#NarmadaPolice#DigitalSafety
પોલિયો અભિયાન માટે જાગૃતિ.!!
પ્રચાર વાહનના માધ્યમથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંગે જનજાગૃતિ ફેલાવી ૦ થી ૫ વર્ષનાં બાળકોને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ...
#PulsePolio#HealthAwareness#ChildHealth#NarmadaDistrict