Dear Chartered Accountants,
Some people will have a problem with your CA prefix. Others will complain about the small CA sticker on the back of your car. Some may even question why you introduce yourself as a Chartered Accountant.
Don't worry about it.
You worked hard for years to become a Chartered Accountant. You cleared one of the toughest professional courses in the country. There is nothing wrong with being proud of your achievement.
Using CA before your name is your choice. Putting a CA sticker on your car is your choice. Introducing yourself as a Chartered Accountant is also your choice. None of these things harm anyone.
Every professional has the right to be proud of their qualification. A doctor uses Dr., an advocate introduces themselves as an advocate, and an architect proudly mentions their profession. A Chartered Accountant has the same right.
So keep using the CA prefix if you want. Keep the CA sticker on your car if you like. Keep introducing yourself as a Chartered Accountant wherever you want to.
You earned this qualification through years of hard work. Be proud of it. Never feel the need to hide your professional identity just because someone else doesn't like it.
લાલ બહાદુર શાસ્ત્રીજીએ જ્યારે કહ્યું હતું કે "એક ટાઈમનું જમવાનું છોડી દો", ત્યારે દેશે જમવાનું છોડી દીધું હતું.. કેમ? કારણકે એ આદેશ પોતાના ઘરના રસોડાનો ચૂલો બંધ કરીને અપાયો હતો.
મોદીજી કહે છે કે, "આજે ફરી વખત દેશને આપણી જરૂર છે. સોનું ન ખરીદવું, પેટ્રોલ બચાવવું, સાદગી અપનાવવી.." આ બધું જનતા કરી લેશે. કારણકે આ દેશ આપણો છે અને એને સંકટમાંથી ઉગારવો એ આપણી ફરજ છે.
પણ સાથે, કરોડોની સરકારી ઈવેન્ટ્સ થોડી સાદી ન થઈ શકે?
હું જ્યારે ઓફિસ જવા માટે બસ કે ટ્રેનના ધક્કા ખાતો હોઉં, ત્યારે શું નેતાઓના 15-20 ગાડીઓના કાફલા થોડા ટૂંકા ન થઈ શકે?
હું જ્યારે ઘર ચલાવવા બચત કરતો હોઉં, ત્યારે શું સરકારી તાયફાઓ અને VIP કલ્ચરના ખર્ચા પર બ્રેક ન વાગી શકે?
દેશ માટે ત્યાગ કરવો એ તો ગૌરવ છે. પણ આ ગૌરવ ત્યારે 'બોજ' બની જાય છે જ્યારે શિખામણ માત્ર જનતા માટે હોય અને સુવિધાઓ માત્ર સત્તા માટે.
બલિદાન હંમેશા ઉપરથી વહેવું જોઈએ, તો જ નીચે સુધી એનો પ્રવાહ પહોંચે. જો નેતા 'ત્યાગ' નું ઉદાહરણ સેટ કરશે, તો આ દેશની જનતા આજે પણ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર બેઠી છે.
@narendramodi
ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટરોને એક વણમાગી સલાહ છે કે જો તમે કાઠીયાવાડી કેરેક્ટર બતાવવા માંગો છો તો કાઠિયાવાડી કલાકારને કાસ્ટ કરો અથવા જે કલાકારને લો છો એની ભાષા-ટોન પર થોડું ગંભીરતાથી કામ કરો, કારણ એ કાઠિયાવાડી કાનાની જેમ કૃત્રીમ લાગે છે. અલ્ટીમેટલી આ ભુલ તમારી ફીલ્મને જ નુકસાન કરે છે