Congratulations Surtis!! Our City Surat has got the First Rank for Overall City Award by Government of India for third time in a row!! Apart from this, Surat has got several awards in different categories too
કોઈને નાત ખટકે છે કોઈને જાત ખટકે છે
અમોને સંકુચિત દ્રષ્ટિ તણો ઉત્પાત ખટકે છે
વિવિધ ફૂલો છતાં હોતો નથી કૈં ભેદ ઉપવનમાં
ફકત એક માનવીને માનવીની જાત ખટકે છે.
- 'શૂન્ય' પાલનપુરી
मैं अकेला हूँ,
लेकिन फिर भी मैं हूँ!
मैं सब कुछ नहीं कर सकता,
लेकिन मैं कुछ तो कर सकता हूँ!
और सिर्फ इ���लिए कि मैं सब कुछ नहीं कर सकता,
मैं वह करने से पीछे नहीं हटूंगा..जो मैं कर सकता हूँ!
~ @ShayarImran की प्रेरणादायक पंक्तियाँ
મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે,
ભૂંસાવા ક્યાં દીધો કક્કો, હજી પાટીમાં રાખ્યો છે,
મલક કંઈ કેટલા ખૂંદ્યા, બધાની ધૂળ ચોંટી પણ
હજુયે મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે.
- રઈશ મનીઆર
આમ પ્લાસ્ટિકમાં લપેટાઈ જાય વાત, એ ઠીક નથી
થોડી બેદરકારીથી તણખા ઊડે આખી રાત, એ ઠીક નથી
રહીએ ઘરમાં ને માણીએ મળ્યું અણધાર્યું આ એકાંત
બિનજરૂરી ફરવું હોય એ છેલ્લી મુલાકાત, એ ઠીક નથી.
— દીપક મેઘાણી
#StayHomeStaySafe
કપરો કાળ છે. તમને ખબર પણ નહી હોય તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ કેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. બીજું કઈ ના કરી શકો તો કઈ નઈ, કોઈના પર અકારણ ગુસ્સે ન થઈ જતા.ખાલી...' કેમ છો?' એટલુંય પૂછી લેશોને, તોય માણસ અત્યારે રાજી થઈ જશે...
કોરોના કાળ કરુણા કાળ બને એવી પ્રાર્થના !!!