🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform